કાજોલે ખોલ્યું તેના લગ્નનું રાજ, જણાવ્યું શા માટે કારકિર્દીના પીક પોઈન્ટ પર લીધા સાત ફેરા

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ અને 90 ના દાયકાની ટૉપ અભિનેત્રીઓમાં શામેલ રહી ચુકેલી કાજોલની જોડી ચાહકો ખૂબ પસંદ કરે છે. અજય અને કાજોલ બોલિવૂડની પ્રખ્યાત અને પાવર કપલ માંની એક છે. છેલ્લા 21 વર્ષથી બંને એક સાથે હતા અને ચાહકોને બંનેને સાથે જોઈને ખૂબ ખુશી થાય છે.

વર્ષ 1999 માં કર્યા લગ્ન: અજય દેવગણ અને કાજોલનું લગભગ પાંચ વર્ષ સુધી અફેર ચાલ્યું હતું. બંનેની પહેલી મુલાકાત 1994 માં આવેલી ફિલ્મ ‘હલચલ’ દરમિયાન થઈ હતી. ત્યાર પછી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને બંનેએ એકબીજાને લગભગ પાંચ વર્ષ સુધી ડેટ કરી. ઘણી ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે, બંને વચ્ચે નિકટતા વધવા લાગી અને અંતે વર્ષ 1999 માં બંનેએ સાત ફેરા લીધા હતા.

લગ્નજીવન દરમિયાન અજય દેવગણ અને કાજોલ બંનેની કારકિર્દી પીક પર હતી. લગ્ન સમયે કાજોલની ઉંમર 24 વર્ષ હતી અને તેના પિતા ઈચ્છતા ન હતા કે તે કારકિર્દીના પીક પર અજય દેવગણ સાથે લગ્ન કરે. જોકે કાજોલ અજય સાથે લગ્ન કરવાનું મન બનાવી ચુકી હતી.

અજય દેવગણ અને કાજોલના લગ્નના ઘણા વર્ષો પછી, બંનેના મિત્ર અને ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત મેક-અપ આર્ટિસ્ટ, મિકી કોન્ટ્રાક્ટરએ મોટો ખુલાસો કર્યો હતો. તેણે એક વખત કાજોલને લગ્ન ને લઈને સવાલ કર્યો હતો કે, ‘શું? શા માટે? અત્યારે શા માટે?’ મિકી અનુસાર આ તેમના માટે આશ્ચર્યજનક હતું કારણ કે અજય અને કાજોલ બંને એક બીજાથી અલગ હતા. કાજોલ ખૂબ જ વાતચીત કરનારા સ્વભાવની હતી જ્યારે અજય શાંત રહેતા હતા. છતા પણ બંને એક થઈ ગયા હતા.

મિકીના સવાલનો જવાબ આપતા અભિનેત્રી કાજોલે કહ્યું હતું કે, ‘તે સમયે હું બેક ટૂ બેક ફિલ્મોમાં કામ કરી રહી હતી. આ કરતા મારે 9 વર્ષ થઈ ગયા હતા. હું વર્ષમાં 4-5 ફિલ્મોમાં કામ કરતી હતી. આવી સ્થિતિમાં, જ્યારે હું અજયને મળી, ત્યારે મેં વિચાર્યું કે તે મારા માટે પરફેક્ટ લાઇફ પાર્ટનર સાબિત થશે. મને લાગ્યું કે મારે અજય સાથે સેટલ થવું જોઈએ, ભલે હું વર્ષમાં કોઈ એક ફિલ્મમાં કામ કરું, પરંતુ ઓછી અને સારી ફિલ્મો જ કરીશ.’

જણાવી દઈએ કે, અજય દેવગણ છેલ્લા 30 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર શાસન કરી રહ્યા છે. તે આજ સુધી ઘણી હિટ ફિલ્મો આપી ચુક્યા છે. અજયની કારકિર્દીની શરૂઆત 1991 માં આવેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ થી થઈ હતી. તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

તો કાજોલની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1992 માં થઈ હતી. તેની પહેલી ફિલ્મ ‘બેખુદી’ હતી. 90 ના દાયકામાં કાજોલ બોલિવૂડમાં ખૂબ જ સફળ અને એક્ટિવ રહી છે. તે આ દરમિયાન ટોપ અભિનેત્રીઓમાં શામેલ રહેતી હતી. કાજોલે બોલિવૂડને ઘણી યાદગાર ફિલ્મો આપી છે.

બે બાળકોના માતા-પિતા છે અજય-કાજોલ: જણાવી દઈએ કે, અજય દેવગણ અને કાજોલ આજે બે બાળકોના માતા-પિતા છે. બંનેની મોટી પુત્રીનું નામ ન્યાસા છે, જ્યારે બંનેને એક પુત્ર પણ છે જેનું નામ યુગ છે.