આમિર-કાજોલનો ઓનસ્ક્રીન પુત્ર હવે બની ચુક્યો છે રાઈટર-ડાયરેક્ટર, હાલની તસવીરો જોઈને ઓળખવો પણ બની જશે મુશ્કેલ

બોલિવુડ

અભિનેતા આમિર ખાન અને અભિનેત્રી કાજોલની સુપરહિટ ફિલ્મ ‘ફન્ના’ એ તેના 15 વર્ષ પૂરા કર્યા છે. વર્ષ 2006 માં રિલીઝ થયેલી આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. આમિર ખાન આતંકવાદી (રેહાન) અને કાજોલની આંધળી છોકરી (જૂની) ની ભૂમિકામાં જોવા મળી હતી.

કાજોલ અને આમિર ખાન આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જ્યારે બંનેની સાથે જ ચાહકોનું ધ્યાન એક નાના છોકરાએ પણ ખેંચ્યું હતું. એક ખાસ રોલ નિભાવ્યો હતો અલી હાજી એ. હાજી ફિલ્મમાં આમિર અબે કાજોલના પુત્રના રોલમાં જોવા મળ્યો હતો. આ નિર્દોષ બાળક હવે વર્ષો પછી ખૂબ મોટો થઈ ચુક્યો છે અને લુકમાં પણ પરિવર્તન આવી ગયું છે. ચાલો આજે તમને તે બાળક વિશે જણાવીએ.

અલી હાજીનો જન્મ વર્ષ 1999 માં મુંબઇમાં થયો હતો. હવે તે 21 વર્ષનો થઈ ચુક્યો છે અને ફિલ્મી દુનિયામાં જ કામ કરે છે. હાજી એક રાઈટર અને દિગ્દર્શક તરીકે કામ કરી રહ્યો છે. તે ફિલ્મ જસ્ટિસ ફોર ગુડ કન્ટેન્ટના લેખક અને નિર્દેશક તરીકે હાલમાં કામ કરી રહ્યો છે. મોહન નાદર અને કેતકી પંડિત મહેતા આ ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં રાજ ઝુત્શી, ડેલનાઝ ઇરાની, વિજય પાટકર, સુરેશ મેનન અને રાજકુમાર કનૌજિયા જેવા સ્ટાર્સ જોવા મળવાના છે.

જણાવી દઈએ કે ફિલ્મ ‘ફના’ દરમિયાન અલીની ઉંમત માત્ર 6 થી 7 વર્ષ હતી. ફિલ્મ ફનામાં તેમના કામની ખૂબ પ્રશંસા થઈ હતી. સૌથી પહેલા બાળ કલાકાર તરીકે અલી હાજીએ સદીના મહાન નાયક અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. 2006 માં તે ફેમિલી ફિલ્મમાં પહેલીવાર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અલીએ અમિતાભ બચ્ચનના પૌત્રની ભૂમિકા નિભાવી હતી, જોકે તેને ફિલ્મ ફનાથી ઓળખ મળી હતી.

2006 માં આવેલી ફિલ્મ ફનામાં તેમના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તેના નિર્દોષ ચેહરાથી અલીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું. આગળ જઈને અલી હાજીએ પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન સાથે પણ કામ કર્યું હતું. તે વર્ષ 2007 માં આવેલી ગોવિંદા, કેટરીના કૈફ અને સલમાન ખાનની ફિલ્મ ‘પાર્ટનર’માં જોવા મળ્યો હતો.

અલી હાજી વર્ષ 2007 માં અન્ય એક ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મ હતી ‘તારા રમ પમ’. આ ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી રાની મુખર્જી મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. 2008 માં અલી હાજીએ અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તે દ્રોણ ફિલ્મમાં જોવા મળ્યો હતો.

વર્ષ 2009 માં અલી હજીને માઈ ફ્રેંડ ગનેશા માં લીડ રોલ ઓફર તહી અને તેને પણ ખાસ રિસ્પોન્સ મળ્યો. તેમાં તેણે વસુની ભૂમિકા નિભાવી હતી. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે જોવા મળતા અલી હાજીએ 100 થી વધુ ટીવી એડમાં પણ કામ કર્યું છે. ખાસ વાત એ છે કે માત્ર આઠ મહિનાની ઉંમરમાં જ અલી હાજી એક સાબુની એડમાં જોવા મળ્યો હતો. તે જોનસન બેબી સોપની એડમાં જોવા મળ્યો હતો.

અલી હાજી આજે પણ દેખાવમાં એકદમ ક્યૂટ અને હેન્ડસમ લાગે છે. મોટા થઈને તેમણે એક્ટિંગની દુનિયાથી સંબંધ તોડી લીધો. પરંતુ તે પોતાની જાતને ફિલ્મી દુનિયાથી દૂર કરી શક્યો નહીં. બાળપણમાં એક્ટિંગ કરનાર અલીએ મોટા થઈને રાઈટીંગ અને મેકિંગમાં કારકિર્દી બનાવવાની યોજના બનાવી.

અલી હાજીએ સુપરસ્ટાર રિતિક રોશન સાથે પણ કામ કર્યું છે. વર્ષ 2019 માં તે રિતિકની ફિલ્મ સુપર 30 માં જોવા મળ્યો હતો. નાનપણથી જ મોટા સ્ટાર્સ સાથે કામ કરવા પર અલી કહે છે કે, ‘મને ખરેખર મોટા સ્ટાર્સ સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે અને મે તેમની પાસેથી ઘણું બધું શીખ્યું છે. પાઠ નહિં, પરંતુ ગુણ.’

જણાવી દઈએ કે, અલી હાજી એક થિયેટર પ્રોડક્શન સ્ટુડિયો ‘ક્લીન સ્લેટ સ્ટુડિયો’ ના માલિક પણ છે. તેમના ખાતામાં એક મોટી ઉપલબ્ધિ એ પણ છે કે ફિલ્મ નોબલમેન માં એક્ટિંગ માટે તેમને ન્યૂયોર્ક ઈંડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ચાઈલ્ડ એક્ટરના એકોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો.