‘કુછ કુછ હોતા હૈ’ ના શૂટિંગ સમયે ચાલી ગઈ હતી કાજોલની યાદશક્તિ, પછી કંઈક આવી રીતે પરત આવી હતી યાદશક્તિ

બોલિવુડ

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કાજોલે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ તેની જોડી પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાન સાથે ખૂબ પસંદ કરવામાં આવે છે. આ જોડીએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે પણ લોકો આ જોડીને સાથે જોવાનું પસંદ કરે છે.

જણાવી દઈએ કે, શાહરૂખ ખાન અને કાજોલે 16 ઓક્ટોબર વર્ષ 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા બંને કલાકારોને ખૂબ સફળતા મળી હતી અને ત્યાર પછી આ જોડી ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી. કહેવાય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કાજોલની યાદશક્તિ ચાલી ગઈ હતી અને આ દરમિયાન તે બધુ જ ભૂલી ગઈ હતી અને તે પોતાની જાતને પણ ઓળખી રહી ન હતી કે તે કોણ છે. ચાલો જાણીએ કાજોલ સાથે એવું શું થયું હતું જેના કારણે તેની યાદશક્તિ ચાલી ગઈ ગતી.

ખરેખર, ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના ડાયરેક્ટર કરણ જોહર ટીવીના સૌથી લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા’ શોમાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે કેવી રીતે શૂટિંગ દરમિયાન કાજોલની યાદશક્તિ ચાલી ગઈ હતી અને ત્યાં હાજર બધા ક્રૂ મેમ્બર્સ ગભરાઈ ગયા હતા. આ જ ફિલ્મનું ગીત ‘હાય હાય રે હાય યે લડકા’ શૂટ થઈ રહ્યું હતું.

આ ગીતમાં કાજોલને સાઈકલ ચલાવવાની હતી. પરંતુ સાઈકલ ચલાવતી વખતે કાજલ પડી ગઈ, જેના કારણે તેની યાદશક્તિ ચાલી ગઈ. કહેવાય છે કે ત્યાર પછી કાજોલની સ્થિતિ બે-ત્રણ દિવસ સુધી આવી જ રહી અને પછી આરામ કર્યા પછી તેમણે કામ કર્યું હતું.

કરણ જોહરે જણાવ્યું હતું કે ત્યાર પછી કાજલ હંમેશા હોટલના રૂમમાં બેસીને એકલી રડી રહી હતી. સાથે જ બધા લોકો પણ પરેશાન થઈ ગયા હતા કે જો ખરેખર કાજોલની યાદશક્તિ ચાલી ગઈ હોત તો શું બનત?

આવી સ્થિતિમાં પછી કરણ જોહરે ફોન પર કાજોલની વાત અજય દેવગણ સાથે કરાવી તો ધીમે-ધીમે તેની યાદશક્તિ આવવા લાગી. અને પછી તેને 2-3 દિવસ આરામ કરવા માટે કહેવામાં આવ્યું. કરણ જોહરે જણાવ્યું હતું કે સાઈકલ પરથી પડી જવાને કારણે કાજલને માથામાં કોઈ ગંભીર ઈજા થઈ ન હતી, પરંતુ છતાં પણ તે બધું ભૂલી ચુકી હતી.

જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા કરણ જોહરે ડાયરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં કાજલ અને શાહરૂખ ખાન ઉપરાંત પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન અને રાની મુખર્જીએ પણ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ 10 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને તે સમયે તેણે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં આ ફિલ્મ તે સમયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મના લિસ્ટમાં શામેલ થઈ ગઈ હતી.

કહેવાય છે કે ટીનાના પાત્ર માટે રાની મુખર્જી પહેલા ટિંકલ ખન્નાને કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ ટ્વિંકલ ખન્નાએ 11 દિવસના શૂટિંગ પછી આ રોલ કરવાની મનાઈ કરી હતી ત્યાર પછી આ પાત્ર રાનીની જોલીમાં આવ્યું અને આ ફિલ્મ દ્વારા રાની મુખર્જીને બોલિવૂડની દુનિયામાં એક ખાસ ઓળખ મળી. સાથે જ શાહરૂખ ખાનના પાત્ર માટે પણ પહેલા અભિનેતા ચંદ્રચૂડ સિંહને લેવાના હતા પરંતુ તેમણે તેના માટે મનાઈ કરી દીધી હતી.