માતાના ખોળામાં રમતા જોવા મળી નાની કાજોલ, જુવો કાજોલની બાળપણની ક્યૂટ તસવીરો

બોલિવુડ

કાજોલ 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી છે. હવે તેનું ફિલ્મોમાં આવવું જવું ખૂબ ઓછું થઈ ગયું છે. તેમાં કોઈ શંકા નથી કે કાજોલની ફિલ્મી કારકિર્દી ઘણી સારી રહી છે. કાજોલની સફળ કારકિર્દીમાં તેની માતા તનુજાનો પણ ખૂબ મોટો હાથ રહ્યો છે. તેણે કાજોલ અને તનિષાનો ઉછેર સિંગલ મધર તરીકે કર્યો છે. કાજોલ જ્યારે નાની હતી ત્યારે તેના માતાપિતા અલગ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં બંને દીકરીઓની જવાબદારી તનુજાના ખભા પર આવી ગઈ હતી.

આજકાલ કાજોલની બાળપણની કેટલીક તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કાજોલ તેની માતા તનુજાના ખોળામાં જોવા મળી રહી છે. અન્ય એક તસવીરમાં કાજોલની સાથે તેની બહેન તનીષા પણ જોવા મળી રહી છે. કાજોલ બાળપણમાં કેટલી સુંદર હતી તેનો અંદાજ તમે આ તસવીર પરથી લગાવી શકો છો.

કાજોલના પિતાનું નામ શોમુ મુખર્જી છે. જ્યારે અભિનેત્રી સાડા ચાર વર્ષની હતી ત્યારે તેના માતાપિતા અલગ થઈ ગયા હતા. માતાપિતાના અલગ થવા પર કાજોલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારો ઉછેર ખૂબ સારી રીતે થયો છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારો આટલા ફોરવર્ડ વિચાર ધરાવતા લોકોએ ઉછેર કર્યો છે.

કાજોલ જણાવે છે કે નાનપણમાં જ્યારે હું અન્ય બાળકોને માતા-પિતા બંને સાથે રહેતા જોતી હતી ત્યારે મને ખૂબ અજીબ લાગતું હતું. જો કે હું મારા માતાપિતા બંનેને પ્રેમ કરતી હતી. મારી માતાએ મને જીવન વિશે ખૂબ જ સારી રીતે શીખવ્યું છે. અહીં સુધી કે તેમણે બાળપણમાં મને એડલ્ટ હોવા વિશે પણ માહિતી આપી હતી.

કાજોલ કહે છે કે ‘જો આજે હું એક શ્રેષ્ઠ વ્યક્તિ છું, તો તેનું કારણ મારી માતા દ્વારા બાળપણમાં આપેલી સારી શીખ છે. હું મારી માતાની પેરેંટિંગ સ્કિલથી ખૂબ ઈંપ્રેસ છું. જો હું તેનો ચોથો ભાગ પણ પોતાના બાળકોનો એવી રીતે ઉછેર કરી શકું તો હું સમજીશ કે મે બાળકોને સારી રીતે મોટા કર્યા છે.

અન્ય એક ઇન્ટરવ્યુમાં, કાજોલે કહ્યું હતું કે તેના પિતા શોમુ મુખર્જી ઈચ્છતા ન હતા કાજોલ અજય દેવગન સાથે લગ્ન કરે. તે તેના નિર્ણય વિરુદ્ધ હતા. ખરેખર કાજોલના પિતાનો વિચાર હતો કે તેની પુત્રીએ 24 વર્ષની ઉંમરમાં લગ્ન કરવા જોઈએ. તેમના કહેવા મુજબ, કાજોલને લગ્ન પહેલાં કંઈક બીજું કામ કરવું જોઈએ. જોકે કાજોલના આ નિર્ણયને તેની માતા તનુજાએ સંપૂર્ણ સાથ આપ્યો હતો. માતાએ કાજોલને કહ્યું કે તું પોતાના દિલનું સાંભળ.

થોડા દિવસો પહેલા જ કાજોલની માતા તનુજા ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આવી હતી. અહીં કાજોલે તેને એક વીડિયો મોકલ્યો હતો કે ‘મારી માતાએ જે સૌથી મોટી ગિફ્ટ મને આપી છે તે છે અમારો ઉછેર. પુત્રીની આ વાત સાંભળીને તનુજા ઈમોશનલ થઈને રડવા લાગી હતી.’

અન્ય એક ઇન્ટરવ્યુમાં, કાજોલે કહ્યું હતું કે મારા માતા-પિતા અલગ થયા પછી મારી માતા એક વર્કિંગ વુમન તરીકે કામ કરતી હતી. ત્યારે તેમણે મને ઘણી વાત બારિકાઈથી સમજાવી હતી. તેમણે મને બાળપણમાં જે કંઈ પણ કામની વાત શીખવી હતી તેના આધારે જ આજે હું મોટી થઈને સારી વ્યક્તિ બની શકી છું.