અભિનેત્રી કાજોલનું નામ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ છે, જેણે 90ના દાયકામાં પોતાની દમદાર એક્ટિંગ અને સુંદરતાનો જાદુ ફેલાવીને દરેકને પોતાના દિવાના બનાવી દીધા હતા અને આજે ભલે કાજોલ ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ તેનું સ્ટારડમ આજે પણ અકબંધ છે અને આજે પણ અભિનેત્રીના ચાહકોનું લિસ્ટ એટલું જ લાંબુ છે. કાજોલની એક્ટિંગ કારકિર્દી ખૂબ જ સુંદર રહી છે અને તેણે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે અને પોતાની આ ફિલ્મોના કારણે કાજોલે બોલિવૂડ ફિલ્મ ઈંડસ્ટ્રી પર લાંબા સમય સુધી રાજ કર્યું છે.
કાજોલ ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંથી એક છે જેણે પોતાની એક્ટિંગના દમ પર ખૂબ નામ અને ખ્યાતિ મેળવી છે અને મનોરંજન જગતમાં સફળતાના ઝંડા લહેરાવ્યા છે. કાજોલ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી, જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને પોતાની અને તેના પરિવારની ખાસ તસવીરો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.
આ દરમિયાન, 14 નવેમ્બર, 2022 ના રોજ ચિલ્ડ્રન્સ ડેના ખાસ દિવસ પર, કાજોલે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી એક થ્રોબેક તસવીર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. કાજોલની આ તસવીર સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
14 નવેમ્બર 2022 ના રોજ દેશભરમાં બાળ દિવસ ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવ્યો છે અને આ પ્રસંગ પર ફિલ્મ ઈંડસ્ટ્રીના સ્ટાર્સે પણ ખૂબ જ ખાસ સ્ટાઈલમાં ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેટ કર્યો અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ખાસ તસવીરો શેર કરી છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કાજોલે પણ ચિલ્ડ્રન્સ ડે પર તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી તેના બાળપણના દિવસોની તસવીર શેર કરી છે, જેમાં કાજોલ પોતાની નાની બહેન તનિષાને તેના ખોળામાં લઈને ખૂબ જ ક્યૂટ સ્ટાઈલમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં બંને બહેનોની ક્યૂટનેસ જોવા મળી રહી છે.
આ તસવીરમાં નાની કાજોલ તેની બહેન તનિષાને ખોળામાં લઈને હસતા જોવા મળી રહી છે અને બંને બહેનો એકસરખું ફ્રોક પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. કાજોલે આ ક્યૂટ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “હેપ્પી ચિલ્ડ્રન્સ ડે ટૂ ધ કિડ ઈન મી… સ્ટે મેડ, સ્ટે બેડ, સ્ટે યૂ….” કાજોલની બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને કાજોલ સાથે તેની બહેન તનિષાની ક્યુટનેસ જોઈને ચાહકો આ તસવીર પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર કાજોલ અને તનિષા મુખર્જીની બાળપણની વાયરલ થઈ રહેલી આ તસવીર પર અભિનેત્રીના ચાહકોની સાથે-સાથે ઈન્ડસ્ટ્રીની તમામ સેલિબ્રિટીઓ પણ પોતાના રિએક્શન આપી રહ્યા છે અને બંને બહેનોની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની સાથે-સાથે બિંદાસ સ્ટાઈલ અને ચુલબુલા સ્વભાવ માટે ઓળખાતી, કાજોલે બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.