કાજલનું નામ મર્સિડીઝ રાખવા ઈચ્છતા હતા તેના માતા -પિતા, ખૂબ જ અજીબ છે આ નામ પાછળની સ્ટોરી, જાણો તમે પણ

બોલિવુડ

એક સમયે સિલ્વર સ્ક્રીનની સિલ્વર ગર્લ રહેલી કાજલ આ દિવસોમાં સ્ક્રીનથી દૂર છે પરંતુ તે અત્યારે પણ પોતાની સુંદરતાના જલવા ફેલાવતી રહે છે. તેની પ્રોફેશનલ લાઈફ જેટલી મજેદાર છે તેટલી જ મજેદાર પર્સનલ લાઈફ પણ છે. તમે કાજલને હંમેશા હસતા જોઈ હશે, તે હંમેશા તેની મસ્તીમાં જ રહે છે અને તેની સ્માઈલ જ તેનો સિમ્બોલ બની ચુકી છે.

હવે કાજલની ઓળખ સાથે જોડાયેલું એક એવું સત્ય સામે આવ્યું છે જે માત્ર ચોંકાવનારું જ નથી પરંતુ તેને સાંભળીને વિશ્વાસ નથી થતો કે શું ખરેખર આવું પણ હોઈ શકે છે. ચાલો આ રસપ્રદ કિસ્સો તમારી સાથે પણ શેર કરીએ.

શું તમે પહેલા ક્યારેય કોઈ વ્યક્તિનું નામ કારના નામ પર રાખતા કોઈને જોયા છે, જો નથી જોયા, તો અમે જણાવીએ. મર્સિડીઝ કાર દુનિયાભરમાં પ્રખ્યાત લક્ઝરી કારમાંથી એક છે અને આ કારના નામ પર કાજલના પિતા શોમુ મુખર્જી તેનું નામ રાખવા ઈચ્છતા હતા. ખરેખર કાજલના પિતાને મર્સિડીઝ કાર ખૂબ પસંદ હતી, તેથી તે કાજલનું નામ પણ મર્સિડીઝ રાખવા ઈચ્છતા હતા.

મર્સિડીઝ કંપનીના માલિકે કારનું નામ તેની પુત્રીના નામ પર રાખ્યું હતું એટલે કે મર્સિડીઝ પહેલાથી જ તેની પુત્રીનું નામ હતું અને આ નામ કાજલના પિતા પોતાની પુત્રીને આપવા ઈચ્છતા હતા. જોકે તેના પિતા શોનૂની ઈચ્છા હોવા છતા પણ કાજલનું નામ મર્સિડીઝ ન રાખી શક્યા. આ કિસ્સો જણાવતા કાજલે એ પણ જણાવ્યું હતું કે તેનું નામ “કાજલ થી કાજોલ” કેવી રીતે થઈ ગયું. તેના નાઅમના આ અપભ્રંશ પાછળ પણ ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે જે તેમણે એક ચેટ શો દરમિયાન શેર કરી હતી.

કાજલે જણાવ્યું કે તે બંગાળી છે અને તેના ઘરના સભ્યોએ તેનું નામ કાજલ રાખ્યું હતું, તેની સરનેમ મુખર્જી છે. કારણ કે તે બંગાળમાં રહેતી હતી અને ત્યાંની બોલીને કારણે લોકો તેને કાજલ નહિં પરંતુ કાજોલ કહેવા લાગ્યા. જોકે અત્યારે પણ તેને ઘણા લોકો તેના ઓરિજનલ નામ કાજલથી જ બોલાવે છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે તેની સરનેમ મુખર્જી છે અને તે બંગાળી છે.

કાજલે સૌથી પહેલા 1992 માં બેખુદી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેણે અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા, બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. શાહરૂખ ખાન સાથે તેની જોડીની ખૂબ પ્રશંસા થઈ હતી, ચાહકો આજે પણ બંનેની લવ સ્ટોરીના દીવાના છે. બંનેની છેલ્લી ફિલ્મ દિલવાલે હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો રાજકુમાર હીરની શાહરૂખ, કાજલ, વિદ્યા બાલન અને બોમન ઈરાની ઘણા સાથે મળીને એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે.