લગ્ન પહેલા આ અભિનેતા સાથે લિવ-ઈન રિલેશનમાં હતી કાજલ અગ્રવાલ, પરંતુ સંબંધની થઈ હતી ખરાબ હાલત

બોલિવુડ

કાજલ અગ્રવાલ એક અભિનેત્રીની સાથે સાથે એક મોડેલ પણ છે તે તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે દક્ષિણમાં ચાર વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થઈ છે. કાજલ અગ્રવાલ પંજાબી પરિવારની છે અને તે મુંબઈમાં મોટી થઈ છે. તેનો અભ્યાસ મુંબઈની એક સ્કૂલમાંથી થયો છે. તેણે તેનું ગ્રેજ્યુએશન જય હિંદ કોલેજ થી પૂર્ણ કર્યું છે.

જણાવી દઈએ કે તેણે માસ મીડિયાનો અભ્યાસ કર્યો છે. ત્યાર પછી તે મોડેલિંગ ક્ષેત્ર તરફ વળી. જણાવી દઈએ કે દક્ષિણ ફિલ્મોની આ અભિનેત્રીનું સિંગાપોરના વેક્સ મ્યુઝિયમમાં સ્ટૈચ્યૂ પણ લાગેલું છે. તેની રજૂઆતના પ્રસંગ પર કાજલ અગ્રવાલ તેના પતિ ગૌતમ કિચલૂ સાથે જોવા મળી હતી. કાજલ અગ્રવાલની જેટલી લોકપ્રિયતા દક્ષિણ ફિલ્મોમાં છે તેનાથી ઘણી વધુ તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ છે. જણાવી દઈએ કે આ અભિનેત્રીનો જન્મ 19 જૂન, 1985 માં થયો હતો. અત્યાર સુધી કાજલે સાઉથની ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેણે દક્ષિણના મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.

આટલું જ નહીં તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સ્પેશિયલ 26’ માં પણ જોવા મળી હતી. કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. આજે અમે તમને કાજલ અગ્રવાલની પર્સનલ લાઇફને લગતી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ કાજલ અગ્રવાલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

આ વાત દરેક જાણે છે કે દક્ષિણ ફિલ્મ અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની સુંદરતાથી કરોડો લોકોના દિલો પર રાજ કરે છે અને તેણે ગયા વર્ષે તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ગૌતમ કીચલુ સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે આ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ ચર્ચિત લગ્ન હતા. કાજલ અગ્રવાલે સાઉથ સિનેમામાં લાંબા સમય સુધી શાસન કર્યા પછી આખરે પોતાનું ઘર વસાવી લીધું છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્ન પહેલા અભિનેત્રી કોઈ જાણીતા ફિલ્મ સ્ટાર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી?

મીડિયા રિપોર્ટ્સ મુજબ કાજલ અગ્રવાલ તેલુગુ ફિલ્મ સ્ટાર રામ પોથીનેનીને ડેટ કરી રહી હતી. આ બંનેના અફેરની ચર્ચાઓ તે દરમિયાન ખૂબ સામાન્ય હતી. આટલું જ નહીં, જો રિપોર્ટ્સનું માનીએ તો તે સ્ટાર રામ પોથીનેની સાથે લિવ-ઇનમાં પણ રહી હતી. જણાવી દઈએ કે કાજલ અગ્રવાલ અને રામ પોથિનેની એ ફિલ્મ ગણેશમાં એકસાથે કામ કર્યું હતું. ત્યાર પછી જ તેના લિવ-ઈન અને અફેયરમાં હોવાના સમાચાર સામે આવ્યા હતા.

એક વખત એક ઇન્ટરવ્યુ દરમિયાન, કાજલ અગ્રવાલે રામ પોથીનેની સાથે અફેરના સમાચાર પર રિએક્શન આપીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. જણાવી દઈએ કે તે દરમિયાન અભિનેત્રી એ રામ પોથીનેની સાથે લિવ-ઇનના સવાલ પર રિએક્શન આપતા કહ્યું હતું કે, તે ખરેખર એક કોમેડી છે. હું ક્યારેય તેની સાથે ઔપચારિક રૂપે મળી નથી. આટલું જ નહીં તે દરમિયાન કાજલ અગ્રવાલ એ પોતાના અફેયર વિશે વાત કરતા કહ્યું હતું કે તેને બે લોકો સાથે પ્રેમ થ્યો હતો. જેની સાથે તે ગંભીર સંબંધમાં હતી. પરંતુ બંને સંબંધનો ખરાબ અંત થયો હતો.

કાજલ અગ્રવાલે તે દરમિયાન ખુલાસો કરતા કહ્યું હતું કે, ‘મારા જીવનમાં બે ગંભીર સંબંધો હતા, એક અભિનેત્રી બનતા પહેલા અને એક ઇન્ડસ્ટ્રીની બહારની વ્યક્તિ સાથે. મારો પહેલાનો સંબંધ ચાલી શક્યો નહિં કારણ કે તમારે તમારા સંબંધને થોડો સમય આપવાની અને તમારા લવરની નજીક રહેવાની જરૂર રહે છે. આ મારા માટે શક્ય ન હતું કારણ કે મારી પાસે સમય ન હતો. જણાવી દઈએ કે ગયા વર્ષે કાજલ અગ્રવાલે બિઝનેસમેન ગૌતમ કીચલુ સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે કાજલ અગ્રવાલની આગામી ફિલ્મ ઈંડિયન 2 છે. જેમાં તે કમલ હાસનની સામે જોવા મળશે. જો કાજલના પરિવારની વાત કરીએ, તો કાજલના પિતાનું નામ વિનય અગ્રવાલ છે. જે ટેક્સટાઈલ બિઝનેસમાં ઈંટરપ્રેનર તરીકે કામ કરે છે. જ્યારે તેની માતા સુમન અગ્રવાલ કાજલની જ બિઝનેસ મેનેજર છે. કાજલની એક નાની બહેન નિશા અગ્રવાલ છે જે મલયાલમ સિનેમામાં એક્ટિંગ કરે છે.