કાજલ અગ્રવાલના ઘરે ગૂંજી પુત્રની કિલકારિઓ, જાણો અભિનેત્રીએ શું રાખ્યું છે પોતાના પુત્રનું નામ

બોલિવુડ

દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલના ઘરે કિલકારીઓ ગૂંજી ઉઠી છે. તેના ઘરે એક નાના મેહમાનનું આગમન થયું છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે. તેની ખુશીનું આ સમયે કોઈ ઠેકાણું નથી. સાથે જ તેના પતિ ગૌતમ કિચલુ પણ પિતા બન્યા પછી આ સમયે સાતમા આસમાન પર જોવા મળી રહ્યા છે.

કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુ પોતાના બાળકને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. જ્યારથી કાજલ પ્રેગ્નન્ટ થઈ છે ત્યારથી તેના બેબીની ચર્ચા થઈ રહી છે. છેવટે 19 એપ્રિલે તેમના ઘરે એક નાનો મહેમાન આવી જ ગયો. શું તમે જાણો છો કે કાજલ અને ગૌતમે પોતાના નાના પુત્રનું નામ શું રાખ્યું છે, ચાલો તમને જણાવીએ.

વર્ષની શરૂઆતમાં જ આપ્યા હતા સારા સમાચાર: દક્ષિણ ભારતમાં ધૂમ મચાવી ચુકેલી કાજલ અગ્રવાલ બોલિવૂડમાં પણ કામ કરી ચુકી છે. અહીં પણ તેના કામને ખૂબ જ પસંદ આવ્યું હતું. કેટલાક સમયથી તેણે ફિલ્મોથી અંતર બનાવ્યું હતું. તેનું કારણ તેની પ્રેગ્નેંસી હતું. તેણે પોતાના ચાહકોને પોતાની પ્રેગ્નેંસીની માહિતી વર્ષ 2022 ની શરૂઆતમાં જ આપી હતી.

તેણે ગૌતમ કિચલુ સાથે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. લગ્નના દોઢ વર્ષ પછી તેણે ચાહકોને સારા સમાચાર સંભળાવ્યા હતા. ત્યાર પછીથી તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હતી. તે પોતાના બેબી બમ્પને ફ્લોંટ કરતા અવારનવાર તસવીરો શેર કરતી હતી. ત્યારથી તેના ચાહકો તેના બેબીની રાહ જોઈ રહ્યા હતા.

જાણો શું રાખ્યું છે નાના મેહમાનનું નામ: 19 એપ્રિલે જન્મેલા પુત્રનું કાજલ અગ્રવાલે નામ પણ રાખી દીધું છે. આ વાતનો ખુલાસો તેની બહેન નિશા અગ્રવાલે પોતે કર્યો છે. તેણે માહિતી આપી છે કે કાજલ અને ગૌતમે સાથે મળીને તેના બાળકનું નામ પસંદ કરી લીધું છે. તેમનો પુત્ર હવે નીલ કિચલૂ ના નામથી ઓળખાશે. બંનેએ પોતાના પુત્ર માટે આ નામ પસંદ કર્યું છે.

કાજલની બહેને માત્ર નાના મહેમાનનું નામ જ જાહેર નથી કર્યું પરંતુ કાજલ અને જીજા માટે એક ખાસ નોટ પણ લખી છે. તેણે બંનેને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તે સાંજનો આભાર પણ માન્યો જેણે તેમની દુનિયાને વધુ સુંદર બનાવી છે. નિશાએ કહ્યું કે નીલને મેળવીને અમે ખૂબ જ ખુશ છીએ.

કાજલની ત્રણ ફિલ્મો છે હોલ્ડ પર: કાજલ અગ્રવાલ આ સમયે રજા પર છે. તેનું કારણ તેની પ્રેગ્નેંસી હતું. જો કે હવે તેણે જલ્દી કામ પર પરત ફરવું પડશે. તેના કારણે તેની ફિલ્મો હોલ્ડ પર ચાલી રહી છે. અભિનેત્રીએ લગ્ન પછી જ એકસાથે ઘણા પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. અચાનક બધી ફિલ્મોને વચ્ચે જ હોલ્ડ પર રાખવી પડી.

તેની પાસે હાલમાં ત્રણ ફિલ્મો છે જે હોલ્ડ પર છે. તેમાં મોટા-મોટા સ્ટાર્સ તેની સાથે જોવા મળશે. તે આચાર્ય ફિલ્મમાં પણ જોવા મળશે જેમાં ચિરંજીવી અને રામચરણ પણ છે. આ ઉપરાંત તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળશે. જોકે, પ્રેગ્નેન્સી પછી તેના જૂના ફિગરમાં પરત ફરવું તેના માટે કોઈ પડકારથી ઓછું નહીં હોય.