હાથમાં મહેંદી અને માથા પર ગુલાબ, માતા સાથે કંઈક આ સ્ટાઈલમાં કાજલ અગ્રવાલે સેલિબ્રેટ કરી તીજ, જુવો તસવીરો

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમાની સાથે સાથે બોલિવૂડમાં પણ ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે તેની ફિલ્મો સાથે જોડાયેલી તસવીરો તો ક્યારેક પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો શેર કરે છે.

આવી સ્થિતિમાં કાજલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ પોતાની નવી તસવીરો શેર કરી છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ખરેખર બુધવારે એટલે કે 11 ઓગસ્ટ ના રોજ કાજલ અગ્રવાલે લગ્ન પછી તેની પહેલી હરિયાલી તીજ સેલિબ્રેટ કરી હતી. તેણે તીજ સેલિબ્રેટ કરતા પોતાની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી છે જેમાં તે લાઈટ લીલા રંગના સલવાર સૂટમાં જોવા મળી રહી છે.

કાજલે આ સુંદર સૂટ સાથે સ્ટાઇલિશ ઇયરિંગ્સ અને માથા પર લાલ ગુલાબનો માંગ ટીકો લગાવ્યો છે, સાથે જ તેણે તેના હાથમાં સુંદર મહેંદી લગાવી છે. તસવીરોમાં કાજલની માતા પણ છે જે તેને તૈયાર કરતી જોવા મળી રહી છે. આ ઉપરાંત કાજલ સાથે તસવીરોમાં ઘણા સંબંધીઓ જોવા મળી રહ્યા છે. કાજલ અવારનવાર પતિ અને પરિવાર સાથે સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરતી રહે છે.

નોંધપાત્ર છે કે કાજલે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે 30 ઓક્ટોબર 2020 ના રોજ લગ્ન કર્યા હતા. ગૌતમ અને કાજલના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. કાજલને લઈને છેલ્લા દિવસોમાં સમાચાર આવી રહ્યા હતા કે, લગ્ન પછી તેની ફિલ્મી કારકિર્દી પર ઉંડી અસર પડી છે. જ્યારથી તેણે બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યા ત્યારથી તેને સારી ઓફર મળી રહી નથી. જોકે કાજલનું કહેવું છે કે તેનું લગ્નજીવન ખૂબ સારું ચાલી રહ્યું છે અને તે આ દિવસોમાં સારા પ્રોજેક્ટ્સની શોધમાં છે.
તેમણે કહ્યું કે તે સારા પ્રોજેક્ટ કરવા માટે તેની અડધી ફી ઘટાડી પણ શકે છે.

જણાવી દઈએ કે કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં ચિરંજીવીની આગામી ફિલ્મ ‘આચાર્ય’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત, તે અભિનેતા નાગાર્જુન સાથે ફિલ્મ ‘ઇન્ડિયન 2’ માં પણ જોવા મળશે. કાજલ અગ્રવાલ છેલ્લે જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘મુંબઈ સાગા’માં જોવા મળી હતી. કાજલ અગ્રવાલે પોતાની બોલિવૂડ ફિલ્મી કારકિર્દીમાં ‘સિંઘમ’ અને ‘સ્પેશિયલ 26’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બીજી બાજુ કાજલ દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી છે તેમણે દક્ષિણ ભારતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

કાજલે વર્ષ 2004 માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘ક્યોં હો ગયા ના’ થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં કાજલે અભિનેત્રી એશ્વર્યા રાયની નાની બહેનની ભૂમિકા નિભાવી હતી. જોકે આ ફિલ્મથી કાજલને કોઈ ખાસ ઓળખ મળી નથી. ત્યાર પછી કાજલ વર્ષ 2009 માં રિલીઝ થયેલી એસએસ રાજામૌલીની ઐતિહાસિક ફિલ્મ ‘મગધીરા’માં ડબલ લીડ રોલમાં જોવા મળી અને આ ફિલ્મથી તેને સફળતા મળી.

ત્યાર પછી તેણે બીજી વખત વર્ષ 2011 માં ફિલ્મ ‘સિંઘમ’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો. કાજલ આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગણ સાથે જોવા મળી હતી જે જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. ત્યાર પછી તેને બોલિવૂડમાં ઘણી ફિલ્મોની ઓફર મળી હતી. કાજલની સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં વિશાળ ફેન ફોલોઈંગ છે.