ગ્લેમરથી ભરેલી કાજલ અગ્રવાલ સેલિબ્રેટ કરી રહી છે પોતાનો જન્મદિવસ, જુવો તેમના લગ્નની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો

બોલિવુડ

સાઉથની સુંદર અભિનેત્રી કાજલ અગ્રવાલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ પગ મૂકી ચુકી છે. કાજલે સાઉથની એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તે બોલિવૂડમાં ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’ અને ‘મુંબઈ સાગા’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. જણાવી દઈએ કે આ બલાની સુંદર અભિનેત્રી આજે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. કાજલ અગ્રવાલ 35 વર્ષની થઈ ચુકી છે. કાજલ અગ્રવાલનો જન્મ 19 જૂન 1985 માં મુંબઇમાં થયો હતો.

કાજલના 35 માં જન્મદિવસનું સેલિબ્રેશન શરૂ થઈ ચુક્યું છે. તેના ચાહકો અને મિત્રો કાજલને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે. કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સાથે ખૂબ જ ફેશનેબલ કાજલ તેની ગ્લેમરસ તસવીરોથી ઇન્ટરનેટનો પારો ચળાવતી રહે છે. તેમના ચાહકો તેની આ તસવીરોને ખૂબ પસંદ કરે છે.

જણાવી દઈએ કે ગયા વર્ષે કાજલે લોકડાઉન દરમિયાન લગ્ન કર્યાં હતાં અને આ કારણોસર તે હેડલાઇન્સમાં રહી હતી. કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબર 2020 માં કરોડપતિ ગૌતમ કીચલૂ સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી. જણાવી દઈએ કે કાજલ અને ગૌતમની લગ્ન તે વર્ષના સૌથી મોટા લગ્નમાંથી એક હતા.

કાજલને હંમેશાંથી ડાન્સ કરવાનો અને એક્ટિંગ કરવાનો ખૂબ શોખ હતો, જેના કારણે તેણે ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કાજલ એક્ટિંગ કારકિર્દીમાં આવતા પહેલા બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી હતી.

વર્ષ 2004 ની બોલીવુડ ફિલ્મ ક્યૂં હો ગયા ના થી કાજલ અગ્રવાલે પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં કાજલે એશ્વર્યા રાયની નાની બહેનની ભૂમિકા નિભાવી હતી. કાજલનાં લગ્ન થયાં ત્યારથી તે હેડલાઇન્સમાં છે. કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલૂ સાત વર્ષથી એક બીજાને ઓળખતા હતા. 4 વર્ષની મિત્રતા પછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા પછી બંનેએ લગ્નના બંધનમાં બાંધવાનો નિર્ણય કર્યો હતો.

કાજલે ગૌતમ અને તેની ડેટિંગના સમાચારોને દુનિયાથી છુપાવીને રાખ્યા હતા. કાજલે થોડા લોકો સાથે પરંતુ પોતાના લગ્ન ધૂમધામથી કર્યા હતા. કાજલ અને ગૌતમનાં લગ્નનાં ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યાં હતાં.

સૌથી પહેલા દિવસે હલ્દી અને મહેંદીની રશમ થઈ હતી. મહેંદીની રશમમાં કાજલે પોતાનો લૂક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. અભિનેત્રીએ લાઈટ ગ્રીન કલરનું સૂટ પહેર્યું હતું, ગળામાં દુપટ્ટો, વાળને ચોટીમાં બાંધ્યા હતા, તો કાનમાં મોટા મોટા ઈયરિંગ્સ પહેર્યા હતા.

તો કાજલે તેની હલ્દીની રશમમાં પીળો રંગનું પહેર્યું હતું. આ સાથે તેણે ફૂલોની જ્વેલરી પણ પહેરી હતી. ત્યાર પછી 30 ઓક્ટોબરની સાંજે, ગૌતમ અને કાજલે મુંબઈની 5-સ્ટાર ‘તાજ હોટલ’ માં એકબીજા સાથે સાત ફેરા લીધા હતા. પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે આ કપલે કોઈ કસર છોડી ન હતી.

લગ્ન દરમિયાન કાજલે લાલ અને ગોલ્ડન રંગનો લહેંગો પહેર્યો હતો. સાથે જ પેલ પિંક કલરનો દુપટ્ટો માથા પર કેરી કર્યો હતો. માથા પર માથા પટ્ટી અને માંગ ટીકો, ગળામાં કુંદન, નાકમાં નથ અને પન્ના જડીત હેવી ચોકર, કલીરે, હાથમાં લાલ ચૂડલો અને કમર પહેરેલી કાજલ ખૂબ જ સુંદર લાગી રહી હતી. ગૌતમે વ્હાઈટ શેરવાની સાથે પિંક દુપટ્ટો રાખ્યો હતો.