અભિનેત્રી કાજલ અગ્રવાલ બની ગઈ માતા, પતિ ગૌતમ કિચલૂ સાથે શેર કરી નવા બાળકની તસવીર, જુવો તમે પણ તેની તસવીર

બોલિવુડ

બોલિવૂડ અને સાઉથની સુંદર અભિનેત્રી કાજલ અગ્રવાલની પ્રેગ્નન્સીના સમાચારો લાંબા સમયથી આવી રહ્યા છે. જોકે અભિનેત્રીએ હજી સુધી આ વાતની કોઈ પુષ્ટિ કરી નથી. જણાવી દઈએ કે કાજલે વર્ષ 2020 માં પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. હવે સમાચારોનું માનીએ તો કાજલના ઘરે એક નાનો સભ્ય આવી ગયો છે. આ વાતની માહિતી અભિનેત્રીએ પોતે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. પરંતુ આ સમાચાર સાથે એક ટ્વિસ્ટ પણ છે.

મિયા છે આ બાળકનું નામ: આ બાબતમાં ટ્વિસ્ટ એ છે કે કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે, પરંતુ તે કોઈ બાળક નથી પરંતુ એક પેટ ડોગ છે. આ કપલે પોતાના આ પેટ ડોગની તસવીર શેર કરી છે. ગૌતમે પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘પહેલું બાળક, છેવટે કાજલ અગ્રવાલને આ વાત માટે મનાવી જ લીધી. વેલકમ પપી મિયા.’

મને છે ડોગ ફોબિયા: આ સાથે જ અભિનેત્રી કાજલે પોતાના મિયા ડોગની એક સુંદર તસવીર શેર કરતા લખ્યું, હું મારા પરિવારના નવા સભ્ય સાથે તમને મળાવું છું, લિટલ મિયા. જે લોકો મને ઘણા સમય પહેલાથી ઓળખે છે તેમને ખબર છે કે મને બાળપણથી જ ડોગ ફોબિયા છે.

જ્યારે ગૌતમ કિચલૂ હંમેશાથી એક ડોગ લવર છે. પેટ સાથે મોટા થયા અને સાચા સાથીનો અર્થ સમજે છે. જીવન આપણને સમાવેશી બનવાનું અને પ્રેમ કરવાનું શીખવે છે. મિયા તેની સાથે ખૂબ મસ્તી, કડલ અને એસ્કાઈટમેંટ લઈને અમારા જીવનમાં આવ્યા છે. હું રાહ જોઈ શકતી નથી કે આ મુસાફરી કેવી રહેવાની છે. હવે કાજલના ચાહકોને તેની આ પોસ્ટ ખૂબ પસંદ આવી રહી છે. લોકો તેને અભિનંદન આપવાની સાથે જ સારી-સારી કમેંટ પણ કરી રહ્યા છે.

અભિનેત્રી આ ફિલ્મથી થઈ બહાર: આ સમયે કાજલ અગ્રવાલ પ્રેગ્નેંટ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો સૂત્રોનું માનીએ તો તે હવે નાગાર્જુન સાથે ફિલ્મ ધ ઘોસ્ટમાં કામ કરશે નહીં. કાજલની જગ્યાએ આ ફિલ્મ માટે જેકલીન ફર્નાન્ડિઝને અપ્રોચ કરવામાં આવી રહી છે. હજુ સુધી કાજલ ફિલ્મનો ભાગ ન હોવાની ઓફિશિયલ માહિતી સામે આવી નથી. સમાચારોનું માનીએ તો કાજલ જે પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી તેને ઝડપથી સમાપ્ત કરવાના પ્રયત્ન કરી રહી છે.

નોંધપાત્ર છે કે અભિનેત્રી કાજલ અગ્રવાલ પોતાના ચાહકો સાથે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલી રહે છે અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા અભિનેત્રી બ્લેક બિકીનીમાં ધૂમ મચાવતા જોવા મળી હતી. કાજલ પૂલમાં પાણી સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે. કાજલ અગ્રવાલે પોતાની આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

તસવીરમાં કાજલ ખૂબ ખુશ છે અને ટુ પીસ પહેરીને સ્વિમિંગ પુલમાં પાણી સાથે રમી રહી છે. તેની તસવીરો પર ઘણી સુંદર કમેંટ પણ આવી હતી. કાજલ અગ્રવાલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં તમિલ ફિલ્મ ‘ઇન્ડિયન 2’માં જોવા મળશે.