દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અને સુંદર અભિનેત્રી અને હિન્દી સિનેમામાં પણ કામ કરી ચૂકેલી કાજલ અગ્રવાલના લગ્નને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. વર્ષ 2020માં આ લોકપ્રિય અભિનેત્રીએ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. 30 ઓક્ટોબર 2020ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. કપલના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
કાજલ અગરાલ અને ગૌતમ કિચલુના લગ્ન ખૂબ હેડલાઈન્સમાં હતા. કપલના લગ્નનું આયોજન મુંબઈની પ્રખ્યાત તાજ હોટલમાં કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે તે સમયે દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધુ હતો અને તેના કારણે લગ્નમાં વધુ મહેમાનો શામેલ થઈ શક્યા ન હતા. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ વચ્ચે સાત ફેરા લીધા હતા.
હંમેશની જેમ લગ્ન દરમિયાન પણ કાજલ અગ્રવાલ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની સુંદરતા જોતા જ બનતી હતી. તેમની તસવીરોને ચાહકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. સાથે જ ગૌતમની સાથે તેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. કાજલ અને ગૌતમની જોડી ચાહકોને ખૂબ પસંદ આવી હતી.
તમે જોઈ શકો છો કે પોતાના લગ્ન દરમિયાન કાજલ અગ્રવાલે રેડ કલરનો સુંદર લહેંગો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, સાથે જ તેમણે ગોલ્ડન કલરનો હેવી દુપટ્ટો અને જ્વેલરી કેરી કરી હતી.
સાથે જ કાજલના પતિ એટલે કે ગૌતમ કિચલુની વાત કરીએ તો તે ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યા હતા. સાથે જ તેમણે મેચિંગ કલરનો સાફો પહેર્યો હતો.
નોંધપાત્ર છે કે કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલેએ લવ મેરેજ કર્યા હતા. બંને કલાકારો લગ્ન પહેલા એકબીજાને સાત વર્ષથી ઓળખતા હતા. પહેલા 4 વર્ષ સુધી બંને એકબીજાના મિત્રો હતા, પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને પછી 3 વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા અને પોતાના પ્રેમને નવું નામ આપ્યું.
કાજલ અગ્રવાલનો જન્મ 19 જૂન 1985ના રોજ મુંબઈમાં થયો હતો. તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાની ફિલ્મો ઉપરાંત તેમણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’ અને ‘મુંબઈ સાગા’ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.
કાજલ અગ્રવાલ એક લક્ઝરી લાઈફ જીવે છે. તેની પાસે બે લક્ઝરી ઘર છે અને તે BMW, રેન્જ રોવર, મીની કૂપર અને ઓડી જેવી લક્ઝરી કારની માલિક છે. સાથે જ કાજલની નેટવર્થની વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે અભિનેત્રી કુલ 66 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. સાથે એક વર્ષમાં તે લગભગ 14 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે.