બેબી શાવરમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી કાજલ, સ્પષ્ટ જોવા મળી રહી હતી માતા બનવાની ખુશી, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂના ઘરે ટૂંક સમયમાં નાના મહેમાનોની કિલકારિઓ ગૂંજશે. કાજલે નવા વર્ષ પર જ પોતાની પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો. તાજેતરમાં, તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બેબી શાવરની તસવીરો શેર કરી હતી.

લાલ સાડીમાં સુંદર લાગી રહી હતી કાજલ: બેબી શાવર પર અભિનેત્રી કાજલ અગ્રવાલે પોતાના પતિ ગૌતમ કિચલુ સાથે ઘણા પોઝ આપ્યા હતા. આ તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. બેબી શાવરના પ્રસંગ પર કાજલ અગ્રવાલ રેડ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી. માથા પર પલ્લૂ રાખીને કાજલના ચેહરા પર ખુશી અને ગ્લો જોવા મળ્યો.

કાજલના જીવનનો ખૂબ જ ખાસ દિવસ: ખરેખર, આ દિવસ કાજલના જીવનનો સૌથી ખાસ દિવસ હતો. જીવનના સૌથી ખાસ દિવસ પર તેના પતિ ગૌતમ તેની સાથે બેઠેલા જોવા મળ્યા. બેબી શાવર સેરેમનીમાં પરિવાર અને કેટલાક નજીકના મિત્રો શામેલ થયા હતા. તમામ વિધિઓ પૂર્ણ થયા પછી કાજલ અને ગૌતમ તસવીરો ક્લિક કરતા પણ જોવા મળ્યા હતા.

દુનિયાભરમાંથી મળી રહી છે પ્રેમભરેલી શુભેચ્છાઓ: આ તસવીરોમાં કાજલનો પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટપણે જોઈ શકાય છે. સાથે જ ગૌતમ પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે. સાડી પહેરેલી પ્રેગ્નેંટ કાજલને પોતાના પ્રિયજનો તરફથી ખૂબ પ્રેમ મળ્યો, જેના પુરાવા આ સુંદર તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. કાજલની આ તસવીરો પર તેને દુનિયાભરમાંથી પ્રેમ ભરેલા મેસેજ મળ્યા છે.

નાના મેહમાનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે: બેબી શાવરમાં શામેલ થયેલા લોકોએ કાજલને આ તસવીરોમાં ટેગ કરી હતી, જેને કાજલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફરીથી પોસ્ટ કરી હતી. ખુશીઓથી ભરેલી આ તસવીરો જોયા પછી કાજલના ઘરે નાના મેહમાનના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કાજલ અને ગૌતમની ખુશી જોઈને લાગે છે કે તે પણ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

2020માં કાજલ-ગૌતમના થયા હતા લગ્ન: જણાવી દઈએ કે 30 ઓક્ટોબર 2020ના રોજ કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂ એ સાત ફેરા લીધા હતા અને એકબીજા સાથે સાત જન્મો પસાર કરવાનું વચન આપ્યું હતું. કપલના લગ્નમાં માત્ર થોડા નજીકના લોકો જ શામેલ થયા હતા. કાજલ અગ્રવાલ અત્યારે પણ મોટા પડદાથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા લોકોની નજીક રહે છે.

કાજલ અગ્રવાલ એ પૂર્ણ કર્યા 21 મિલિયન ફોલોવર્સ: પ્રેગ્નેંસીના સમાચાર આપ્યા પછીથી અભિનેત્રી કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે અને પોતાના ચાહકો સાથે ઘણી તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે અને તાજેતરમાં ઈંસ્ટાગ્રામ પર તેના 21 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે.