લગ્ન પછી કાજલ અગ્રવાલનો ફર્સ્ટ લુક આવ્યો સામે, અહિં જુવો તેના લગ્નની સુંદર તસવીરો

બોલિવુડ

સાઉથની પ્રખ્યાત અને ખૂબ જ સુંદર અભિનેત્રી કાજલ અગ્રવાલે ગઈ કાલે એટલે કે 30 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા છે. તેના લગ્નને લઈને અભિનેત્રી આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ઘણી ચર્ચામાં હતી, કારણ કે ઇન્સ્ટાગ્રામ પર પોતે જ એક પોસ્ટ દ્વારા કાજલે તેના ચાહકો સુધી લગ્નના સમાચાર પહોંચાડ્યા હતા. આ તસવીર સાથે અભિનેત્રીએ પોતાના જીવન સાથીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મહિનાના અંત સુધીમાં તે લગ્ન કરવા જઈ રહી છે. જો કે, કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તેઓએ એક હોટલમાં ઘરના સભ્યો અને કેટલાક નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા છે.

જણાવી દઈએ કે મુંબઇ સ્થિત બિઝનેસમેન ગૌતમ કીચલને કાજલે તેના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે, જે વ્યવસાયે એક ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કંપનીના માલિક છે. જણાવી દઈએ કે લગ્નની તસવીરો પહેલા પણ અભિનેત્રીએ પ્રી વેડિંગ ફંક્શન રાખ્યા હતા અને લગભગ દરેક ફંક્શનની તસવીરો કાજલે તેના ચાહકો સુધી સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડી હતી. તેમાં તેની સૌથી પહેલી તસવીરો બહેન સાથેની પઝામા પાર્ટીની હતી, ત્યાર પછી કાજલે તેની હલ્દી અને મેહેંદી ની તસવીરો પણ ચાહકો સુધી પહોંચાડી હતી.

અભિનેત્રી કાજલ અગ્રવાલના લગ્ન મુંબઈની એક ખૂબ જ પ્રખ્યાત હોટેલમાં થયા છે, જેનું નામ હોટેલ તાજમહલ પેલેસ છે. વાત કરીએ લગ્નના ફંક્શન વિશે તો તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં કાજલ અને તેનો પતિ ગૌતમ એક સાથે વરમાલા પહેરેલા જોવા મળી રહ્યા છે. જેના પર તેમના ચાહકોએ તેમને અભિનંદન આપ્યા છે. અને સાથે જ તેમના લગ્નની આ તસવીરો પણ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.

વાત કરીએ દુલ્હન એટલે કે કાજલની તો પોતાના લગ્નમાં કાજલે એક રેડ અને ગોલ્ડન રંગના લહેંગાને લગ્ન માટે પસંદ કર્યો હતો. સાથે જ સંપૂર્ણ રીતે દુલ્હનના લુકમાં તૈયાર થવા માટે ભારે જ્વેલરી તેની ખૂબ મદદ કરી રહી હતી. એક ભારે ગળાનો હાર, માંગટીકા, કાનના જુમકા અને નથડી પહેરી હતી. આ ઉપરાંત તેણે લાલ અને સોનેરી રંગની બંગડીઓ પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. જો આપણે વાત કરીએ તેના પતિ ગૌતમ કીચલુની તો તેણે એક હળવા ગુલાબી અને ક્રીમ રંગની શેરવાની પહેરી છે, જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. કાજલ સાથે ગૌતમની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે અને ચાહકોને પણ આ જોડી ખૂબ પસંદ આવી રહી છે.

કાજલના પતિ ગૌતમ કીચલુ વિશે વાત કરીએ તો અમે તમને પહેલાથી જ જણાવી દીધું છે કે તે એક બિઝનેસમેન છે અને સાથે સાથે ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે. તેની કંપની વિશે વાત કરીએ તો તે ડિસ્કર્ન લિવિંગ નામની જાણીતી કંપનીનો માલિક છે. કૈથેડ્રલ એન્ડ જ્હોન કૉનન સ્કૂલમાંથી ગૌતમે પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે, ત્યાર પછી આગળનો અભ્યાસ તેણે ટફ્ટ્સ યુનિવર્સિટી, મેડફોર્ડ, યુએસએથી પૂર્ણ કર્યો. સાથે જ બ્રાન્ડ એન્લિફ્ટમેન્ટની દુનિયામાં પણ તેનું મોટું નામ છે. બીજી બાજુ, જો આપણે કાજલની વાત કરીએ, તો આજે તે કોઈ ઓળખની મોહતાજ નથી. સાઉથથી લઈને બોલિવૂડ સુધી તેણે દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે અને આજે તેમનું નામ બોલીવુડની સિંઘમ અને દક્ષિણની સુપરહિટ ફિલ્મોમાં નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published.