30 ઓક્ટોબરના રોજ લગ્ન કરવા જઇ રહી છે કાજલ અગ્રવાલ, જુવો તેના દુલ્હાની તસવીર

બોલિવુડ

સાઉથ ઇંડિયન ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની જોરદાર એક્ટિંગથી બોલિવૂડમાં પણ પ્રખ્યાત થઈ ચુકી છે. મીડિયામાં ઘણા દિવસોથી કાજલ અગ્રવાલના લગ્નની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ કાજલ તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું ન હતું. જો કે હવે કાજલ અગ્રવાલે પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેના લગ્નની જાણ કરી છે.

કાજલ અગ્રવાલે તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને તેના લગ્નની માહિતી આપી છે. કાજલે જ્યારથી તેના લગ્નની ડેટ તેના ચાહકો સાથે શેર કરી છે ત્યારથી જ ચાહકો તેમને અભિનંદન આપવા લાગ્યા છે. કાજલની પોસ્ટને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. તમને જણાવી દઈએ કે કાજલ અગ્રવાલનો જીવનસાથી કોઈ બોલિવૂડ હીરો નહીં પણ એક બિઝનેસમેન છે.

30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં તેની સાથે કરી રહી છે લગ્ન: કાજલ અગ્રવાલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે 30 ઓક્ટોબરના રોજ મુંબઇમાં એક ખાનગી સેરેમનીમાં ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છે. કાજલે વધુમાં લખ્યું છે કે હાલની પરિસ્થિતિઓને લીધે, દરેકના જીવનમાં ચોક્કસપણે કેટલીક મુશ્કેલીઓ આવી છે. આ દરમિયાન, તેઓ ખુશ છે કે તે બંને પોતાની નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યા છે. કાજલે આગળ તેના ચાહકોને તેમના સપોર્ટ અને પ્રેમ માટે થેન્ક યૂ કહ્યું છે અને તેમના લગ્ન માટે આશીર્વાદ માંગ્યા છે. કાજલે અંતમાં એ પણ જણાવ્યું છે કે લગ્ન પછી પણ તે મનોરંજન ઇંડસ્ટ્રીમાં રહેશે. આ જણાવતા કાજલે કાજલે લખ્યું છે કે, તે લગ્ન પછી પણ તે કામ હંમેશાં કરતી રહેશે જે કામ કરવું તેને સૌથી વધુ પસંદ છે તેના “દર્શકો ને એંટરટેન કરવા”.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાજલના લગ્નનું ફંક્શન 2 દિવસ ચાલશે. તમને જણાવી દઈએ કે કાજલ અગ્રવાલનો જીવનસાથી ગૌતમ એક બિઝનેસમેન અને ઇન્ટિરિયર ડિઝાઇન કળાના શોખીન અને ચાહક છે. રિપોર્ટ અનુસાર કાજલની સગાઈ ગૌતમ સાથે થઈ ચૂકી છે અને આ એક એરેન્જ-લવ મેરેજ છે.

2004 માં બોલીવુડથી કરી હતી ફિલ્મી કારકિર્દીની શરૂઆત: કાજલે 2004 માં આવેલી ફિલ્મ ‘ક્યોં હો ગયા ના’ થી બોલીવુડમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાય સ્ટારર ફિલ્મમાં તેણે એશ્વર્યાની બહેનનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. આ પછી કાજલ સાઉથ ચાલી ગઈ. તેણે તેલુગુ ફિલ્મ ઇંડસ્ટ્રીની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તમિલ ભાષાની ફિલ્મો પણ કરી. દક્ષિણ ભારતમાં કાજલની ખૂબ જ મોટી ફેન ફોલોવિંગ છે. 2011 માં, કાજલે રોહિત શેટ્ટીની કોપ એક્શન ડ્રામા ‘સિંઘમ’થી અજય દેવગન સાથે બોલિવૂડમાં કમબેક કર્યું હતું. આ પછી 2013 ની ફિલ્મ ‘સ્પેશ્યલ 26’ માં તે અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. કાજલની છેલ્લી હિન્દી ફિલ્મ ‘દો લફ્ઝો કી કહાની’ છે, જેમાં રણદીપ હૂડા મુખ્ય ભૂમિકામાં હતા. હવે સંજય ગુપ્તાની ‘મુંબઈ સાગા’ માં કાજલ સ્ત્રી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.