રિતિક રોશન હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા છે અને તે પોતાની દમદાર એક્ટિંગ માટે પ્રખ્યાત છે. પરંતુ શું તમે બધા જાણો છો કે અભિનેતાની એક ફિલ્મ એવી છે જેણે 92 એવોર્ડ મેળવીને ગીનીસ વર્લ્ડ ઓફ બુક્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. હા, આ ફિલ્મનું નામ છે- ‘કહો ના પ્યાર હૈ’. ફિલ્મના ડાયરેક્શનનું કામ રિતિક રોશનના પિતા એટલે કે રાકેશ રોશને કર્યું હતું. અને આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મ દ્વારા અભિનેતાએ હિન્દી સિનેમા જગતમાં પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ એટલી સુપરહિટ સાબિત થઈ હતી કે રિતિક રોશન રાતોરાત સ્ટાર બની ગયા હતા.
ગિનિસ બુકમાં નોંધાવ્યું નામ: માહિતી માટે તમને જણાવી દઈએ કે ‘કહો ના પ્યાર હૈ’થી માત્ર રિતિક રોશન જ નહીં પરંતુ હિન્દી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રી અમીષા પટેલે પણ પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વિશે એવી ઘણી ફની વાતો છે, જેના કારણે આ ફિલ્મનું નામ માત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં જ નહીં પરંતુ ભારતીય સિનેમાના ઈતિહાસમાં પણ નોંધાયું છે.
ફિલ્મ એ મેળવ્યા હતા 92 એવોર્ડ્સ: ‘કહો ના પ્યાર હૈ’ એક એવી જ ફિલ્મ હતી જેણે બેસ્ટ ડિરેક્ટરથી લઈને બેસ્ટ એક્ટર સુધીના એવોર્ડ મેળવ્યા હતા. આટલું જ નહીં આ ફિલ્મમાં એક્ટિંગ કર્યા પછી અભિનેતા રિતિક રોશનને બેસ્ટ ડેબ્યૂ અભિનેતા અને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. જણાવી દઈએ કે રાકેશ રોશનની આ ફિલ્મ રાતોરાત સુપરહિટ સાબિત થઈ હતી અને તે સમયે આ ફિલ્મ એ સિનેમાઘરોમાં ખૂબ ધૂમ મચાવી હતી, જેના કારણે ફિલ્મમાં કામ કરતા કલાકારો અને અભિનેત્રીઓ રાતોરાત પ્રખ્યાત થઈ ગયા હતા.
અમીષા પટેલની માતાએ પણ નિભાવી હતી ભૂમિકા: જેમ કે તમે બધા જાણો છો કે કહો ના પ્યાર હૈ ફિલ્મ એ મોટા પડદા પર ખૂબ ધૂમ મચાવી હતી, આ ફિલ્મથી રિતિક રોશન હિંદી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા બની ગયા હતા અને તેમની ફીમેલ ફેન ફોલોવિંગ અચાનક ખૂબ વધી ગઈ હતી. પરંતુ શું તમે બધા જાણો છો કે આ ફિલ્મમાં અમીષા પટેલની સાથે-સાથે તેની માતા પણ ભુમિકા નિભાવતા જોવા મળી હતી. હા, આ ફિલ્મમાં અમીષા પટેલની માતાએ રીતિક રોશનની માતાની ભુમિકા નિભાવી હતી.
કરીના કપૂરની જગ્યાએ અમીષાને કરવામાં આવી હતી કાસ્ટ: માહિતી માટે તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અમિષા પટેલના પાત્ર માટે પહેલા કરીના કપૂરને સાઈન કરવામાં આવી હતી, પરંતુ પછી કરીના કપૂર અને રાકેશ રોશન વચ્ચે કોઈ વાતને લઈને ગેરસમજ થઈ હતી. જેના કારણે બેબોએ થોડા સમય સુધી ફિલ્મનું શૂટિંગ કર્યા પછી વચ્ચે જ ફિલ્મ છોડી દીધી હતી. ત્યાર પછી ડાયરેક્ટર રાકેશ રોશને અમીષા પટેલને ફિલ્મમાં પાત્ર નિભાવવા માટે સાઈન કરી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મના એક સીનમાં કરીના કપૂરે બિકીની પહેરવાની હતી, પરંતુ તેની માતા બબીતા કપૂરે તેનો વિરોધ કર્યો હતો. તેના પર સમગ્ર બાબત બગડી ગઈ હતી.