‘સસુરાલ સિમર કા’ ફેમ જ્યોત્સના ચંદોલા એ આપ્યો પુત્રને જન્મ, જુવો તેના પુત્રની પહેલી ઝલક

બોલિવુડ

માતા બનવાનો અહેસાસ સૌથી પ્રેમાળ હોય છે. જ્યારે તમે પહેલી વખત માતા બનો છો ત્યારે બાળકને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છો. પછી તે દિવસ આવે છે જ્યારે એક નાનું બાળક તમારા ખોળામાં કિલ્કારી કરી રહ્યું હોય છે. તમારા બાળકના ચહેરાને પહેલી વાર જોઈને એવું લાગે છે કે જાણે તમને જીવનની બધી ખુશીઓ મળી ગઈ હોય. ‘સસુરલ સિમર કા’ ફેમ ટીવી અભિનેત્રી જ્યોત્સના ચંદોલાને આ સુખ લગ્નના 5 વર્ષ પછી તાજેતરમાં જ મળ્યું છે. તેણે પોતાના પુત્રની એક ઝલક પણ ચાહકો સાથે શેર કરી છે.

‘સસુરાલ સિમર કા’ માં ‘ખુશી’ નું પાત્ર નિભાવીને પ્રખ્યાત બનેલી જ્યોત્સના ચંદોલાએ 25 એપ્રિલ 2015 ના રોજ નીતેશ સિંહ સાથે વારાણસીમાં લગ્ન કર્યા હતા. નિતેશ એક ફિલ્મ ડિરેક્ટર છે. તે ટીવી શો ‘હંટેડ નાઇટ્સ’ ડાયરેક્ટ કરી ચુક્યા છે. જ્યોત્સના પણ આ જ શોમાં કામ કરી રહી હતી. બસ અહીંથી જ બંને વચ્ચે પ્રેમ થયો અને તેમણે લગ્ન કરી લીધા. લગ્નના લગભગ પાંચ વર્ષ પછી 1 માર્ચ, 2021 ના રોજ, જ્યોત્સનાએ તેની પ્રેગ્નેંસીની તસ્વીર શેર કરીને પ્રેગ્નેંસીની ઘોષણા કરી હતી.

ત્યાર પછી 26 જૂન 2021 ના રોજ જ્યોત્સનાએ એક બેબી બોયને જન્મ આપ્યો. અભિનેત્રીએ પુત્રની એક ઝલક પણ તેના ઇન્સ્ટા હેન્ડલ પર શેર કરી છે. આ તસવીરમાં તે પોતાના નવજાત પુત્રને લાડ લડાવતી જોવા મળી રહી છે. તસવીરની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું ‘જય ગુરુજી અને હા અમારા જોની બેબી. તમને બધાને પ્રેમ. તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ બદલ આભાર, આ એક છોકરો છે. જોનિટ્સાનું બેબી (જોની).’

રસપ્રદ વાત એ છે કે જ્યોત્સના તેના નવા જન્મેલા બાળકને તેના પિતાનું બીજું રૂપ માને છે. તેમના પુત્રની જેમ તેના પિતાનો પણ જૂન મહિનામાં જન્મ થયો હતો. જણાવી દઈએ કે જ્યોત્સનાના પિતા હવે આ દુનિયામાં નથી. નવેમ્બર 2020 માં મગજનાં કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું. ત્યાર પછી જ્યારે જ્યોત્સના પ્રેગ્નેંટ થઈ, ત્યારે તેણે આ બાળકને તેના પિતાનું સ્વરૂપ માની લીધું. પ્રેગ્નેંસી દરમિયાન, તેણે પોતાની એક પોસ્ટમાં કહ્યું હતું કે ‘હું તમને ફીલ કરી શકું છું (પાપા), હા મારા પાપા મારી પાસે આવી રહ્યા છે.’

એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ‘હું મારી પ્રેગ્નેંસી દરમિયાન શાંત હતી. કદાચ મારા પિતા મારા ગાઇડિંગ સ્ટાર હતા. પાપા મને શક્તિ આપી રહ્યા હતા. મને એવું લાગ્યું કે તે મારા જીવનમાં પરત આવી રહ્યા છે.’ જ્યોત્સના તેની પ્રેગ્નેંસી ને શેર કરતા આગળ જણાવે છે કે મહામારી દરમિયાન માતા બનવાને કારણે હું ઘણી ચીજો ન કરી શકી જે એક પ્રેગ્નેંટ મહિલા કરે છે. જેમ કે બેબી શાવર ન થઈ શક્યું. બાળકના જન્મ સમયે મારા પરિવારના સભ્યો આસપાસ ન રહી શક્યા.

જ્યોત્સના કહે છે કે ડિલિવરી દરમિયાન સ્ત્રી માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, હું હંમેશાં મેડિટેશન કરતી રહી. રિલેક્સ થવા માટે મ્યૂઝિકે ખૂબ સાથ આપ્યો. મેં હિપ્નોબર્થિંગ વિશે વાંચ્યું હતું, તેનાથી ડિલિવરી દરમિયાન મને ખૂબ મદદ મળી. જણાવી દઈએ કે હિપ્નોબર્થિંગ ડિલીવરી દરમિયાન મહિલાઓમાં ડર દૂર કરવાની પ્રક્રિયા હોય છે.