નવરાત્રિમાં શા માટે વાવવામાં આવે છે જુવારા? જાણો તેનું ધાર્મિક મહત્વ અને કારણ

ધાર્મિક

હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે 26 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન, માતા દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ મુજબ પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન લોકો પોતાના ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવે છે. આ સાથે માતા રાનીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં કલશ સ્થાપના અને જુવારાનું ખૂબ મહત્વ હોય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપન એટલે કે કલશની સ્થાપના સાથે જવનું વાવેતર કરવામાં આવે છે. કહેવાય છે કે તેના વગર માતા અંબેની પૂજા અધૂરી રહી જાય છે. કલશની સ્થાપના સાથે જવ વાવવાની પરંપરા ઘણા સમયથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ નવરાત્રિમાં શા માટે જવ વાવવામાં આવે છે અને તેની પાછળની ધાર્મિક માન્યતા શું છે.

શા માટે વાવવામાં આવે છે જવ: જવને ભગવાન બ્રહ્માનું પ્રતિક માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ, જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી, ત્યારે વનસ્પતિમાં જે પાક સૌથી પહેલા થયો હતો તે હતો ‘જવ’. તેથી જ નવરાત્રિના પહેલા દિવસે સ્થાપના સમયે જવની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેને કલશમાં પણ સ્થાપિત કરવામાં આવે છે.

સૃષ્ટિનો પહેલો પાક જવને માનવામાં આવે છે, તેથી જ્યારે પણ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે અથવા હવન કરવામાં આવે છે, ત્યારે માત્ર જવ જ ચઢાવવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જવ અન્ન સમાન છે એટલે કે બ્રહ્મા અને અન્નનું હંમેશા સમ્માન કરવું જોઈએ. તેથી પૂજામાં જવનો ઉપયોગ કરવામાં આવે છે.

આ સંકેત આપે છે નવરતરિમાં વાવેલા જવ: નવરાત્રિમાં કલશની સ્થાપના દરમિયાન વાવેલા જવ બે-ત્રણ દિવસમાં અંકુરિત થઈ જાય છે, પરંતુ જો તે ઉગે નહીં તો ભવિષ્યમાં તે તમારા માટે શુભ સંકેત નથી. એવું માનવામાં આવે છે કે જો તે બે-ત્રણ દિવસ પછી પણ અંકુરિત ન થાય, તો તેનો અર્થ એ છે કે તમને સખત મહેનત પછી જ તેનું ફળ મળશે.

આ ઉપરાંત જો જવ ઉગી ગયા છે પરંતુ નીચેથી તેનો રંગ અડધો પીળો અને ઉપરથી અડધો લીલો હોય તો તેનો અર્થ એ છે કે આવતા વર્ષનો અડધો સમય તમારા માટે સારો રહેશે, પરંતુ પછીથી તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. સાથે જ બીજી તરફ, જો તમારા વાવેલા જવ સફેદ કે લીલા રંગમાં ઉગી રહ્યા છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજા સફળ થઈ છે. આવનારું વર્ષ તમારા માટે ખુશીઓથી ભરેલું રહેશે.