સાઉથ સિનેમાના સુપરસ્ટાર જુનિયર એનટીઆર કોઈ ઓળખના મોહતાજ નથી. ફિલ્મ RRR પછી તેમની ફેન ફોલોઈંગ વધુ વધી રહી છે. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયા અને વર્લ્ડવાઈડ કલેક્શનમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જુનિયર એનટીઆરની પ્રોફેશનલ લાઈફ વિશે તો દરેક જાણે છે, ચાલો આજે તેમના અંગત જીવન વિશે જાણીએ.
અમે વાત કરી રહ્યા છીએ તેમની પત્ની લક્ષ્મી પ્રણતિ વિશે, જે ખૂબ જ સુંદર છે, પરંતુ તે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. પરંતુ આજે પણ જ્યારે પણ લક્ષ્મી પ્રણતિની તસવીરો સામે આવે છે. ત્યારે લોકો તેની પ્રસંશા કરતા થાકતા નથી. ચાલો જોઈએ તેની ન જોયેલી તસવીરો.
જુનિયર એનટીઆરની પત્ની લક્ષ્મી પ્રણતિ ખૂબ જ રિઝર્વ્ડ વ્યક્તિ છે. તે પોતાના પતિના સ્ટારડમને સમજીને તે મીડિયાથી અંતર બનાવી રાખે છે. જુનિયર એનટીઆર પોતાના ઈન્સ્ટાગ્રામ પર લક્ષ્મીની તસવીરો શેર કરતા રહે છે, જેમાં બંને ખૂબ જ સારા લાગે છે.
સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને લક્ષ્મી પ્રણતિની જોડી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય જોડી છે. આ સ્ટાર કપલની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ જાય છે. જુનિયર એનટીઆરના ચાહકો આ જોડીની ખૂબ પ્રસંશા કરે છે અને તસવીરને લાઈક પણ કરે છે.
જુનિયર એનટીઆરએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેમાં તે પત્ની લક્ષ્મી અને પુત્ર સાથે મુસાફરી એંજોય કરતા જોવા મળી રહ્યા હતા. તેમણે કેપ્શનમાં લખ્યું કે હું ઘણું કહેવા ઈચ્છું છું, પરંતુ અત્યારે હું મુસાફરીનો આનંદ લઈ રહ્યો છું.
તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે જુનિયર એનટીઆરએ હોળી પર પોતાના પૂરા પરિવાર સાથે એક તસવીર શેર કરી હતી. જેમાં તેની પત્ની અને બંને બાળકો સાથે હતા. જુનિયર એનટીઆર આ તસવીરમાં ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને તેના પરિવારને પરફેક્ટ ફેમિલીની કમેન્ટ્સ પણ મળી રહી છે.
જુનિયર એનટીઆરએ લક્ષ્મી સાથેની આ તસવીર શેર કરતા લખ્યું કે અમે 8 વર્ષથી સાથે છીએ અને આવા વર્ષો આવતા રહેશે. તેમાં લક્ષ્મીએ પિંક કલરનો ચિકંકરી સૂટ પહેર્યો છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે.