જુનિયર એનટીઆર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય અભિનેતા છે, જે મુખ્ય રીતે સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે. તેમણે તેલુગુ ભાષામાં ઘણી સુપર ડુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જુનિયર એનટીઆરની ગણતરી આજના સમયના સૌથી સફળ અને ચર્ચિત દક્ષિણ ભારતીય કલાકારોમાંથી એક તરીકે થાય છે. તાજેતરમાં જ સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર ફિલ્મ ‘RRR’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સુપરસ્ટારનું પાત્ર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. ત્યાર પછીથી જ જુનિયર એનટીઆરની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે.
જણાવી દઈએ કે સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર 25 વર્ષથી ફિલ્મોમાં એક્ટિવ છે. તેઓ અનુભવી અભિનેતા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નંદામુરી તારકા રામારાવના પૌત્ર છે. હાલના સમયમાં જુનિયર એનટીઆર સાઉથના સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સના લિસ્ટમાં શામેલ છે. જુનિયર એનટીઆરએ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના દમ પર દર્શકોના દિલ જીતી લીધા છે. માત્ર સાઉથ જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ ચાહકોનું દિલ જીતવામાં તે સફળ રહ્યા છે. તેમની બોલિવૂડમાં પણ મોટી ફેન ફોલોઈંગ છે.
જો આપણે વાત કરીએ સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરની લક્ઝરી લાઈફની તો તે કરોડોની સંપત્તિના માલિક છે. જુનિયર એનટીઆર લક્ઝરી બંગલા અને કરોડોની સંપત્તિ સાથે જ મોંઘી કારના પણ શોખીન છે. આજે અમે તમને આ લેખ દ્વારા સુપરસ્ટાર જુનિયર એનટીઆરની કિંગ લાઈફસ્ટાઈલની કેટલીક સૌથી મોંઘી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
25 કરોડનો લક્ઝરી બંગલો: 20 મે 1983 ના રોજ હૈદરાબાદમાં જન્મેલા, જુનિયર એનટીઆરએ માત્ર 18 વર્ષની ઉંમરમાં જ વર્ષ 2001માં ફિલ્મી દુનિયામાં મુખ્ય અભિનેતા તરીકે પ્રવેશ કર્યો હતો. તેમની પહેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ નંબર 1’ હતી. તેમણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે જુનિયર એનટીઆર પોતાના પરિવાર સાથે હૈદરાબાદના જ્યુબલી હિલ્સમાં રહે છે. સુપરસ્ટારનો આ બંગલો હરિયાળીથી ઘેરાયેલો જોવા મળે છે.
GQના રિપોર્ટ મુજબ આ બંગલાની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે રામ ચરણ, મહેશ બાબુ, અલ્લુ અર્જુન, નાગાર્જુન જેવા સાઉથના તમામ સુપરસ્ટાર જુનિયર એનટીઆરના પડોશી છે. આટલું જ નહીં પરંતુ લક્ઝરી બંગલાની સાથે હૈદરાબાદથી લઈને દેશ-વિદેશમાં જુનિયર એનટીઆરની કરોડોની સંપત્તિ ફેલાયેલી છે. રિપોર્ટ મુજબ બેંગ્લોર અને કર્ણાટકમાં પણ જુનિયર એનટીઆરની ઘણી કિંમતી સંપત્તિ છે.
80 કરોડનું પ્રાઈવેટ જેટ: જુનિયર NTR પાસે ખૂબ જ કિંમતી કારનું સારું કલેક્શન છે. આ સાથે સુપરસ્ટાર પ્રાઈવેટ જેટના પણ માલિક છે. GQ રિપોર્ટ મુજબ જુનિયર NTRના પ્રાઈવેટ જેટની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે. કહેવાય છે કે શમશાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું ચાર્ટર્ડ પ્લેન પાર્ક છે.
3 કરોડ રૂપિયાની લેંબોર્ગિની ઉરુસ પર્લ કૈપ્સૂલ ગ્રેફાઈટ એડિશન: તમને જણાવી દઈએ કે જુનિયર એનટીઆર ભારતના પહેલા વ્યક્તિ છે જેમણે લેમ્બોર્ગિની ઉરુસ પર્લ કેપ્સ્યુલ ગ્રેફાઇટ એડિશન ખરીદી છે, જેની કિંમત 3 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. ભારતમાં, આ કાર આજે પણ ખૂબ ઓછા લોકો પાસે છે. આ કાર લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
સાથે જ જુનિયર એનટીઆરના કાર કલેક્શનમાં લેન્ડ રોવર રેન્જ રોવર પણ શામેલ છે. આ પોશ કારની કિંમત 2.31 કરોડ રૂપિયાથી લઈને લગભગ 3.41 કરોડ રૂપિયા સુધી હોય છે. આટલું જ નહીં પરંતુ 1.42 કરોડથી લઈને 2.46 કરોડની કિંમત વાળી BMW કાર પણ જુનિયર એનટીઆરના ગેરેજમાં હાજર છે. અવારનવાર સુપરસ્ટાર જુનિયર એનટીઆર આ લક્ઝરી કારમાં ફરતા જોવા મળે છે.
4 કરોડ રૂપિયાની ઘડિયાળ: સુપરસ્ટાર જુનિયર એનટીઆર પાસે પ્રીમિયમ ઘડિયાળ રિચર્ડ મિલે એફ1 એડિશન પણ છે, જેની કિંમત 4 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. આ લિમિટેડ એડિશન ઘડિયાળ રિચર્ડ મિલ સિરીઝમાં સૌથી મોંઘા એડિશનમાંથી એક છે. આટલું જ નહીં પરંતુ આ કાંડા ઘડિયાળ ઉપરાંત જુનિયર NTR પાસે અન્ય ઘણી પ્રીમિયમ ઘડિયાળ પણ છે.
જુનિયર NTR ની નેટવર્થ: સાઉથના સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સમાંથી એક જુનિયર એનટીઆરનું નામ પણ શામેલ છે. તેમણે તાજેતરમાં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ “RRR” માટે ફી તરીકે 45 કરોડ જેટલી મોટી રકમ ફી તરીકે લીધી હતી. જુનિયર એનટીઆર ફિલ્મોમાં એક્ટિંગ દ્વારા સૌથી વધુ કમાણી કરે છે. આ સાથે જુનિયર એનટીઆરનું પોતાનું પ્રોડક્શન હાઉસ એનટીઆર આર્ટ્સ પણ છે. આટલું જ નહીં પરંતુ જુનિયર એનટીઆર જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ સારી કમાણી કરે છે. જુનિયર એનટીઆર ફિલ્મો, રિયલ એસ્ટેટ, પ્રોડક્શન હાઉસ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સથી પણ સારી કમાણી કરે છે. જો આપણે જુનિયર એનટીઆરની નેટવર્થ વિશે વાત કરીએ તો, જુનિયર એનટીઆરની સંપત્તિ 60 મિલિયન ડોલર એટલે કે જો આપણે ભારતીય ચલણમાં જોઈએ તો 450 કરોડ હોવાનું કહેવાય છે.