ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જુનિયર એનટીઆરના 26 વર્ષ પૂર્ણ, આ અભિનેતા તરફથી મળ્યા અભિનંદન, જુવો તેમની કેટલી જૂની તસવીરો

બોલિવુડ

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા જુનિયર એનટીઆરને ફિલ્મી દુનિયામાં કામ કરતા 26 વર્ષનો સમય થઈ ગયો છે. માત્ર 12 વર્ષની નાની ઉંમરથી જ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જુનિયર એનટીઆરની લોકપ્રિયતા દેશની સાથે સાથે વિદેશમાં પણ ફેલાઈ ચુકી છે.

જુનિયર એનટીઆરે પોતાની એક્ટિંગથી પોતાને સાબિત કર્યા છે. તે આજના સમયના સૌથી લોકપ્રિય અને ચર્ચિત દક્ષિણ ભારતીય સ્ટાર છે. 20 મે 1983 ના રોજ હૈદરાબાદમાં જન્મેલા, જુનિયર એનટીઆરનું પૂરું નામ નંદમુરી તારક રામા રાવ છે. તે આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેતા, નિર્માતા અને નિર્દેશક એનટી રામારાવના પૌત્ર છે.

જણાવી દઈએ કે જુનિયર એનટીઆર જ્યારે માત્ર 12 વર્ષના હતા, ત્યારે જ તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ ગઈ હતી. તેમની પહેલી ફિલ્મ ‘બાલ રામાયણમ’ હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને ફિલ્મ એ રેકોર્ડ બનાવ્યા હતા. તેનું નિર્દેશન કર્યું હતું ગુણશેખર એ.

‘બાલ રામાયણમ’ ફિલ્મ એ 26 વર્ષ પૂરા કર્યા છે અને જુનિયરની ફિલ્મી કારકિર્દીને પણ 26 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. તેમાં જુનિયર એનટીઆરએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભૂમિકા નિભાવી હતી. સાથે જ માતા સીતાની ભૂમિકા ક્લાસિકલ ડાન્સર સ્મિતા માધવે નિભાવી હતી. તાજેતરમાં જ ફિલ્મના 26 વર્ષ પૂરા થવા પર અભિનેતા અને મોડલ ઠાકુર અનૂપ સિંહે સોશિયલ મીડિયા પરથી NTRની કેટલીક જૂની તસવીરો શેર કરી છે.

ઠાકુર અનૂપ સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એનટીઆરની ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક જૂની તસવીરો શેર કરી છે. આ સાથે તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “જુનિયર એનટીઆરને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન કારણ કે તેમની પહેલી ફિલ્મ એ પણ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.”

જણાવી દઈએ કે 26 વર્ષ પહેલા આવેલી આ ફિલ્મમાં તમામ પાત્રો બાળકો દ્વારા નિભાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં 10 થી 12 વર્ષની ઉંમરના લગભગ ત્રણ હજાર બાળકોએ કામ કર્યું હતું. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. સાથે જ બોક્સ ઓફિસ પર તે સમયે ફિલ્મ 5 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી, જે આજના હિસાબે ખૂબ મોટી રકમ છે.

ફિલ્મને મળ્યો હતો સર્વશ્રેષ્ઠ બાળફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ: ફિલ્મને અપાર સફળતા મળ્યા પછી તેને ખાસ સમ્માન પણ આપવામાં આવ્યું હતું. જુનિયર એનટીઆરની ફિલ્મ ‘બાલા રામાયણમ’ને સર્વશ્રેષ્ઠ બાળ ફિલ્મના રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.