આ સુપરહિટ ફિલ્મોને રિજેક્ટ કરવાનું જૂહી ચાવલાને આજે પણ છે દુઃખ, કહ્યું કે…..

બોલિવુડ

જુહી ચાવલા 90ના દાયકાની એક પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી છે. પોતાના સમયમાં જુહી ચાવલાએ એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી અને હિન્દી સિનેમામાં એક ખાસ સ્થાન બનાવ્યું. જુહીએ લગભગ પોતાના સમયના દરેક મોટા કલાકાર સાથે કામ કર્યું છે. હવે જુહી ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ તે અવારનવાર ચર્ચામાં રહે છે.

જુહી ચાવલા હિન્દી સિનેમામાં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે પ્રખ્યાત છે. તે પોતાની ચુલબુલી સ્ટાઈલથી પણ ચાહકોનું દિલ જીતી લે છે. જુહીએ હિન્દી સિનેમામાં વર્ષ 1986માં ડેબ્યુ કર્યું હતું. આ દરમિયાન તેની પહેલી ફિલ્મ આવી હતી ‘સલ્તનત’. આ ફિલ્મમાં તેણે ધર્મેન્દ્ર, સની દેઓલ, કરણ કપૂર સાથે કામ કર્યું હતું.

જુહી ચાવલાને પહેલી મોટી સફળતા મળી હતી વર્ષ 1988માં. આ દરમિયાન તેની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જૂહી સાથે અભિનેતા આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આમિરની મુખ્ય અભિનેતા તરીકે હિન્દી સિનેમામાં આ પહેલી ફિલ્મ હતી.

‘કયામત સે કયામત તક’ જબરદસ્ત હિટ રહી હતી. ત્યાર પછી જુહીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી અને તે એક પછી એક સુંદર ફિલ્મો આપતી રહી. જૂહી પોતાની એક્ટિંગની સાથે પોતાના ડાન્સ અને સુંદરતા માટે પણ દર્શકોની વચ્ચે ચર્ચામાં રહી. ભલે જુહી લાંબા સમયથી હિન્દી સિનેમાથી દૂર છે જોકે તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

જૂહીએ પોતાની કારકિર્દીમાં ઘણી સુંદરર ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેને કેટલીક મોટી ફિલ્મો છોડવાનો અફસોસ પણ છે. તેના દ્વારા રિજેક્ટ કરેલી કેટલીક ફિલ્મો અન્ય અભિનેત્રીઓની કારકિર્દી બની હતી. આ અમે નથી કહી રહ્યા પરંતુ જુહી ચાવલાએ પોતે કહ્યું છે.

જુહીએ પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન કેટલાક એવા નિર્ણયો લીધા હતા, જેનો તેને આજ સુધી અફસોસ છે. તેણે કેટલીક એવી ફિલ્મો રિજેક્ટ કરી હતી જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી અને તે ફિલ્મોમાં કામ કરીને અન્ય અભિનેત્રીઓ ખૂબ જ લોકપ્રિય બની ગઈ હતી.

90ના દાયકા સુધીમાં જૂહી ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ હતી. તેની પાસે કામની કોઈ કમી ન હતી. આવી સ્થિતિમાં, તેણે સમયના અભાવે ઘણી ફિલ્મો રિજેક્ટ કરી હતી, પરંતુ જ્યારે તે ફિલ્મો હિટ સાબિત થઈ ત્યારે જૂહીને પોતાની ભૂલનો અહેસાસ થયો. એક ઈન્ટરવ્યુમાં જૂહીએ પોતાના દ્વારા રિજેક્ટ કરેલી ઘણી ફિલ્મો વિશે વાત કરી હતી.

જુહીએ રિજેક્ટ કરી હતી આ મોટી ફિલ્મો: પોતાના એક ઈન્ટરવ્યુમાં જૂહીએ પોતાના દ્વારા રિજેક્ટ કરેલી ફિલ્મોના નામ પણ જણાવ્યા હતા. જૂહીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં ‘રાજા હિન્દુસ્તાની’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘બીવી નંબર 1’ જેવી ફિલ્મોની ઓફર રિજેક્ટ કરી હતી. જૂહીએ એ પણ કબૂલ્યું હતું કે મને આ ફિલ્મો માટે ના કહેવાનો અફસોસ છે.

બીજી તરફ જૂહી ચાવલાએ પણ કહ્યું હતું કે પરંતુ મને એ વાતની ખુશી પણ છે કે તેણે અન્ય અભિનેત્રીઓને સુપરસ્ટાર બનાવી. જણાવી દઈએ કે જૂહી દ્વારા રિજેક્ટ કરાયેલી આ ત્રણ ફિલ્મો બોલિવૂડના ત્રણ મોટા ખાનની હતી. જેમાં ‘રાજા હિન્દુસ્તાની’માં આમિર સાથે કરિશ્મા કપૂર, ‘દિલ તો પાગલ હૈ’માં શાહરૂખ સાથે માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર અને ‘બીવી નંબર 1’માં સલમાન ખાન સાથે કરિશ્મા કપૂર અને સુષ્મિતા સેન એ કામ કર્યું હતું.

જુહીએ એ પણ કહ્યું હતું કે, “મને ઘણી સુંદર ફિલ્મોમાં કામ કરવાની તક મળી પરંતુ મારો અહંકાર આડે આવ્યો. મારે કેટલીક ફિલ્મો કરવી જોઈતી હતી જે મેં નથી કરી. મારે વધુ મહેનત કરવી જોઈતી હતી અને મારે સ્પર્ધાત્મક બનવું જોઈતું હતું. મેં સરળ રસ્તો અપનાવ્યો અને તે જ કરતી રહી જે કરતી આવી હતી અને તે લોકો સાથે કામ કર્યું જેમની સાથે હું કમ્ફર્ટેબલ હતી, મેં મારી હદ તોડી ન હતી.”