જુહી ચાવલાની બિલકુલ કોપી લાગે છે તેની પુત્રી જાહ્નવી મેહતા, આ ફિલ્મમાં મળી શકે છે જોવા

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા તેના સમયની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક રહી છે. 80 અને 90 ના દાયકામાં દરેક જગ્યાએ તેનો જાદૂ ચાલતો હતો. જુહીએ વર્ષ 1986 માં ફિલ્મ સલ્તનતથી ડેબ્યૂ કર્યું હતું. હવે આ અભિનેત્રી મોટા પડદાથી દૂર પોતાના પરિવાર સાથે જીવનનો આનંદ માણી રહી છે. જુહી ચાવલાએ જય મહેતા સાથે લગ્ન કર્યા છે. બંનેને બે બાળકો છે.

તેમના બાળકોનું નામ જાહ્નવી મહેતા અને પુત્રનું નામ અર્જુન મહેતા છે. હવે તાજા સમાચાર અનુસાર જાન્હવી બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આજે અમે તમને તેની પુત્રી વિશે ઘણું જણાવીશું. જુહીના બંને બાળકો મીડિયાથી ઘણા દૂર રહે છે. પરંતુ બંને કોઈને કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે. આજથી ઘણા વર્ષો પહેલા જૂહીની પુત્રી આઈપીએલમાં બિડિંગ કરતી વખતે ચર્ચામાં આવી હતી. જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઇડર્સ પણ જૂહીની કો-ટીમ છે.

જુહીની પુત્રી તેની માતાની જેમ ખૂબ જ સુંદર છે. જૂહી ચાવલાની પુત્રી હંમેશાં મીડિયા કેમેરાથી દૂર રહે છે. આટલું જ નહીં જાન્હવી મહેતા તેની માતા સાથે કોઈ ઈવેન્ટમાં પણ જોવા મળતી નથી. જુહીની પુત્રી જાન્હવીએ અભ્યાસ એક મોટી ઈંટરનેશનલ સ્કૂલમાંથી કર્યો છે. જાન્હવી પણ અભ્યાસમાં ખૂબ આગળ છે. તે તેની સ્કૂલમાં રેન્ક હોલ્ડર રહેતી હતી. તે હંમેશાં તેના ક્લાસની ટોપ 10 સ્ટૂડંટ રહેતી હતી.

વર્ષ 2019 દરમિયાન જૂહીએ જાન્હવીની સ્કૂલ ફેરવેલની કેટલીક તસવીરો શેર કરી છે. જાહન્વીએ લંડનથી તેનો અભ્યાસ પૂરો કર્યો છે. એકવાર આ અભિનેત્રીએ તેની પુત્રીના શોખ વિશે જણાવ્યું હતું કે જાહ્નવીને બુક વાંચવાનો ખૂબ શોખ છે. જો તેને આ દુનિયામાં કોઈ પસંદ છે તો તેનો જવાબ હંમેશા બુક પર આવીને જ અટકી જાય છે. જુહી અનુસાર જાન્હવી એક રાઈટર બનવા ઈચ્છે છે.

હવે આ અટકળો વચ્ચે એ તો સમય જ કહેશે કે જાન્હવીના ડેબ્યૂના સમાચારોમાં કેટલી સત્યતા છે અને તે કઈ ફિલ્મથી ડેબ્યૂ કરી શકે છે. ફિલ્મોમાં આવ્યા પછી તે તેની માતાની જેમ સફળતા મેળવી શકે છે કે નહીં. જાન્હવીને જોવા માટે તેની માતા જુહીના ચાહકો પણ આતુર છે.