સુંદરતામાં જુહી ચાવલાથી પણ એક કદમ આગળ છે તેની પુત્રી, IPL હરાજીમાં શાહરૂખના પુત્ર સાથે મળી જોવા, જુવો તેની તસવીરો

બોલિવુડ

90ના દાયકાની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની ચર્ચા આજે પણ ખૂબ જ થાય છે. હિન્દી સિનેમા માટે 90નો આ દાયકો ખૂબ સારો રહ્યો છે. આ દરમિયાન ઘણી શ્રેષ્ઠ અભિનેત્રીઓ જોવા મળી. સુંદર અને ચુલબુલી અભિનેત્રી જુહી ચાવલાનું નસીબ પણ આ સમય દરમિયાન ચમક્યું હતું.

13 નવેમ્બર 1967ના રોજ જન્મેલી જુહી ચાવલા 54 વર્ષની થઈ ચુકી છે. જુહીએ પોતાના સમયમાં ફિલ્મી દુનિયામાં મોટું નામ કમાવ્યું છે. જુહી ભલે હવે ફિલ્મોમાં કામ નથી કરતી, પરંતુ તે હેડલાઇન્સમાં રહે છે. વર્ષ 1986માં જુહીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

જૂહીની પહેલી ફિલ્મ હતી ‘સલ્તનત’. જો કે તેને મોટી અને ખાસ ઓળખ ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી મળી હતી. આ ફિલ્મથી આમિર ખાને હિન્દી સિનેમામાં પોતાનો પગ મુક્યો હતો. આ ફિલ્મ હિટ રહી અને પછી જુહી ચાવલાએ ક્યારેય પાછળ વળીને ન જોયું. ત્યાર પછી તેમણે સ્વર્ગ (1990), પ્રતિબંધ (1990), બોલ રાધા બોલ (1992) અને રાજુ બન ગયા જેન્ટલમેન (1992), લુટેરે (1993), આઈના (1993), હમ હૈ રાહી પ્યાર કે (1993) ,ડર (1993) અને આગળ પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

જુહી ચાવલાની ફિલ્મી કારકિર્દી ખૂબ સફળ રહી છે. તેણે ફિલ્મોમાં પોતાની એક્ટિંગની સાથે પોતાની સુંદરતાથી પણ દર્શકોને દિવાના બનાવ્યા હતા. જુહી જ્યારે ફિલ્મી દુનિયામાં ટોપ પર હતી ત્યારે તેમણે બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જુહી અને જયએ વર્ષ 1995માં સાત ફેરા લીધા હતા.

જણાવી દઈએ કે લગ્ન પહેલા જય અને જુહીએ એકબીજાને ડેટ પણ કરી હતી. લગ્ન પછી બંને બે બાળકોના માતા-પિતા બન્યા. કપલના પુત્રનું નામ અર્જુન મેહતા અને પુત્રીનું નામ જાન્હવી મેહતા છે. જાન્હવી હવે ખૂબ મોટી થઈ ચુકી છે અને તે પોતની માતા જુહી જેવી લાગે છે.

અન્ય સ્ટાર કિડ્સની જેમ જૂહીના બાળકો હેડલાઇન્સમાં નથી રહેતા, જોકે ઘણા પ્રસંગો પર જૂહી અને જયની પુત્રી જાન્હવી મેહતા હેડલાઇન્સમાં આવી છે. હાલમાં તે ફરી એકવાર ચર્ચામાં છે. ખરેખર 12 અને 13 ફેબ્રુઆરી બે દિવસ IPL 2022 ની હરાજી ચાલી રહી છે અને આ દરમિયાન જાન્હવી હરાજી પ્રક્રિયામાં જોવા મળી છે.

જણાવી દઈએ કે જૂહી ચાવલા અને શાહરૂખ ખાન IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક છે. ગઈ કાલે હરાજીની પ્રક્રિયામાં જાન્હવી શાહરૂખના બાળકો પુત્રી સુહાના ખાન અને પુત્ર આર્યન ખાન સાથે જોવા મળી હતી. જાન્હવીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર ચાહકો તેની ખૂબ ચર્ચા કરી રહ્યા છે.

જણાવી દઈએ કે જાન્હવી આ પહેલા પણ IPL હરાજીમાં જોવા મળી હતી અને તેણે ત્યારે IPLમાં ખેલાડીઓ પર પોતાની ટીમ તરફથી બોલી પણ લગાવી હતી. જાન્હવીનો જન્મ 21 ફેબ્રુઆરી 2001ના રોજ થયો હતો. તે હવે 21 વર્ષની છે. જુહીએ જણાવ્યું કે જાન્હવીનું સપનું એક લેખક બનવાનું છે.

આ છે જાન્હવીની સૌથી વધુ ફેવરિટ ચીજ: જૂહીને એક ઈન્ટરવ્યુમાં પોતાની પુત્રીના હિન્દી સિનેમામાં કામ કરવા વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રીએ જવાબમાં કહ્યું હતું કે જાન્હવીને સૌથી વધુ પુસ્તકો પસંદ છે અને તે લેખક બનવા ઈચ્છે છે. એટલે કે તે સ્પષ્ટ છે કે જાન્હવી માતાની જેમ ફિલ્મોમાં કામ નહીં કરે. જૂહીએ આગળ એ પણ કહ્યું હતું કે તેમની પુત્રી કંઈ પણ બને, બાળકોને તેમનું ભવિષ્ય નક્કી કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.