સૌથી અલગ અને ખાસ છે જૂહી ચાવલાનું ઘર, તેની સુંદરતા આગળ લક્ઝરી મહેલ અને હોટલ પણ છે ફેલ, જુવો જૂહીના ઘરની તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમામાં 90ના દાયકામાં જે અભિનેત્રીઓએ પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા તેમાં જુહી ચાવલા પણ શામેલ છે. જૂહી ચાવલાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘સલ્તનત’થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1986માં રિલીઝ થઈ હતી. જો કે જુહીને ઓળખ 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી મળી હતી.

જુહી ચાવલાએ ત્યાર પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી. જુહીએ 90ના દાયકામાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. જુહીએ ખૂબ ખ્યાતિની સાથે જ ફિલ્મી દુનિયામાં કામ કરીને સારી સંપત્તિ પણ કમાઈ છે. જુહીના પતિ જય મેહતા ખૂબ જ અમીર બિઝનેસમેન છે. ચાલો આજે તમને જૂહી અને જયના લક્ઝરી ઘરની ટૂર પર લઈ જઈએ.

જુહી અને જયનું ઘર ખૂબ જ સુંદર અને લક્ઝરી છે. બંનેનું આ ઘર અંદર અને બહાર બંને બાજુથી ખૂબ જ લક્ઝરી છે. આ ઘરની સામે ફાઈવ સ્ટાર હોટલ અને મહેલ પણ ફેલ છે. જણાવી દઈએ કે તેના ઘરની છત શ્રીલંકાના પ્રખ્યાત ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. ટેરેસ પર એક ડાઇનિંગ ટેબલ પણ રાખવામાં આવ્યું છે. તેની આસપાસ આઠ ખુરશીઓ રાખવામાં આવી છે.

જૂહી અને જયના ​​ઘરની દરેક પ્રસંશા કરે છે. કારણ કે આ કપલનું ઘર ખૂબ જ સુંદર છે. બંનેના ઘરને ટેરાકોટા અને રેડ શેડમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે.

જુહી અને જયના ​​ઘરમાં આર્ટ વર્ક પણ કરવામાં આવ્યું છે. જય અને જુહીને તેમના ઘરેથી પ્રખ્યાત મરીન ડ્રાઈવનો નજારો જોવા મળે છે. અહીંથી મરીન ડ્રાઈવનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે.

જૂહી અને જયના ​​ઘરની દરેક ચીજ, ઘરનો દરેક ખૂણો જોવાલાયક છે. ઘરની એક-એક તસવીર દરેકનું ધ્યાન ખેંચે છે.

જુહી અને જયએ તેમના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. આ કપલે પાણીની જેમ પૈસા ખર્ચ કર્યા છે. જુહી પણ અવારનવાર તેના ઘરની અંદર તસવીરો ક્લિક કરતી રહે છે અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતી રહે છે.

જણાવી દઈએ કે જૂહી અને જય બે બાળકોના માતા-પિતા છે. આ કપલે વર્ષ 1995માં લગ્ન કર્યા હતા અને ત્યારથી બંને સાથે છે. જુહીને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રીનું નામ જાન્હવી મેહતા અને પુત્રનું નામ અર્જુન મેહતા છે.

IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પર છે માલિકી હક: જુહી અને જયએ આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માં રોકાણ કર્યું છે. અભિનેતા શાહરૂખ ખાન તેના સહ-માલિક છે.