લક્ઝરી હોટલ પણ ફેલ છે ઝૂહી ચાવલાના મહેલ આગળ, જુવો અભિનેત્રીના ઘરની સુંદર તસવીરો

બોલિવુડ

90 ના દાયકામાં ભારતીય સિનેમામાં ઘણી મહાન અભિનેત્રીઓ આવી છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે આ સમય દરમિયાન ઘણું નામ કમાવ્યું અને તેઓ આજે પણ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક્ટિવ છે. જ્યારે 90 ના દાયકાની અડધાથી વધુ અભિનેત્રીઓ હવે ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ તે ચર્ચામાં જરૂર રહે છે. આવું જ એક જાણીતું નામ છે ઝૂહી ચાવલાનું.

અભિનેત્રી જુહી ચાવલાએ 90 ના દાયકામાં હિન્દી સિનેમામાં સુંદર કામ કર્યું છે. તેણે સમયના બધા મોટા કલાકારો સાથે તેણે સ્ક્રીન શેર કરી છે. જુહી ચાવલાએ તેની ફિલ્મી કારકિર્દીમાં ખૂબ જ સારું કામ કર્યું છે. દર્શકોની વચ્ચે તે આજે પણ લોકપ્રિય છે. જણાવી દઈએ કે આ સમયમાં જુહી મુંબઇમાં તેના પરિવાર સાથે રહે છે. મુંબઈમાં તેનું ખૂબ જ સુંદર ઘર છે.

જુહીના પતિ જય મહેતા એક મોટા બિઝનેસમેન છે. તાજેતરમાં જ બંનેએ તેમના માલાબાર હિલ સ્થિત ઘરની ઝલક બતાવી હતી. લોકોને અભિનેત્રીનું આ ઘર ખૂબ જ પસંદ આવ્યું હતું અને હવે ફરી એકવાર અમે તમારા માટે જૂહી અને જયના ઘરની કેટલીક સુંદર તસવીરો લઈને આવ્યા છીએ. જયના ઘરની છતને સુંદર ડિઝાઇન આપવા માટે શ્રીલંકાના આર્કિટેક્ટ ચન્ના દસવાત્તે ચાર્જ સંભાળ્યો. ચન્ના વિશે જયે ત્યારે કહ્યું હતું કે, ‘તેમને મારે કંઈ પણ જણાવવાની જરૂર નથી. તે મારી લાઈફસ્ટાઈલને ખુબ સારી રીતે સમજે છે.’

જણાવી દઈએ કે, ઝૂહી અને જયનું ઘર રેડ શેડમાં ડિઝાઈન કરેલું છે. આ ઘરમાં મરીન ડ્રાઇવનો નજારો પણ જોઈ શકાય છે. આ ઘરથી થોડે દૂર અરબ સાગર આવેલો છે. છત પર 8 સીટર ડાઇનિંગ ટેબલ પણ છે.

એવું કહેવામાં આવે છે કે 80 વર્ષ પહેલા આ ઘર જય મહેતાના દાદાએ ખરીદ્યું હતું. આ ઘરમાં જય મેહતાના કાકાનો પરિવાર પણ રહે છે.

ઘરના બે ફ્લોર પર ઝૂહી ચાવલા, જય મેહતા અને તેના બે બાળકો રહે છે, જ્યારે એક ફ્લોર પર જય મેહતાના અંકલ અને તેમનો પરિવાર રહે છે.

આર્ટના શોખીન જય મેહતાના ઘરના બે ફ્લોર પર આર્ટ કલેક્શન છે. તેમાં ઘણી સુંદર ચીજો તમને જોવા મળશે.

જણાવી દઈએ કે, જય મહેતાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં પણ રોકાણ કર્યું છે. તે કોલકાતા નાઈટ રાઇડર્સના કો-ઓનર છે. આઈપીએલ દરમિયાન જુહી ચાવલા અને જય મહેતા ઘણીવાર તેમની ટીમને ચીયર અપ કરતા જોવા મળે છે.

આ ઝૂહીના ઘરનો બહારનો નજારો છે. તેમના ઘરની બહાર અનેક પ્રકારના વૃક્ષ છે. તેમના ઘરની આસ-પાસ હરિયાળી જ હરિયાળી જોવા મળે છે. ઘરની અંદર તસવીર ક્લિક કરાવતી ઝૂહી ચાવલા. ઘરનો ફ્લોર ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે.

25 વર્ષથી સાથે છે જય-ઝૂહી: નોંધપાત્ર વાત એ છે જે સમયે જ્યારે જુહી ચાવલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીની પીક પોઈન્ટ પર હતી, ત્યારે તેણે જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 1995 માં થયા હતા. બંને 25 વર્ષથી સાથે છે. એવું કહેવામાં આવે છે કે જય અને જુહીએ તેમના લગ્ન લાંબા સમય સુધી દુનિયાથી છુપાવ્યા હતા.

જુહીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેણે એટલા માટે પોતાના લગ્નની વાત છિપાવીને રાખી હતી, કારણ કે તેને કારકિર્દી ગુમાવવાનો ડર હતો. જણાવી દઈએ કે જુહી ચાવલા આજે ખૂબ જ સુખી જીવન જીવી રહી છે. જુહી અને જય બે બાળકોનાં માતા-પિતા છે. મોટી પુત્રીનું નામ જાન્હવી છે જ્યારે નાના પુત્રનું નામ અર્જુન મહેતા છે.

Leave a Reply

Your email address will not be published.