રિયલ લાઈફમાં ખૂબ જ મોડર્ન છે ‘બાબા એસો વર ઢૂંઢો’ ની ભારતી, તસવીરો જોઈને કહેશો કે- અરે આ તે જ છે

મનોરંજન

ભારતીય ગૃહિણીઓ માટે ટીવી મનોરંજનનું એક એવું માધ્યમ છે, જે તેમનો સમય સારી રીતે પસાર કરે છે. મહિલાઓ ટીવી પર ઘણી બધી સિરિયલો જુવે છે અને ઘણી સિરિયલો તેમની ફેવરિટ હોય છે જેના માટે તેઓ કામ પણ ભૂલી જાય છે. આવી જ એક ટીવી સિરિયલ વર્ષ 2010માં શરૂ થઈ હતી જેણે મહિલાઓને દિવાની બનાવી દીધી હતી.

આ સીરિયલનું નામ ‘બાબા એસો વર ઢૂંઢો’ હતું. આ સિરિયલની ખૂબ ડિમાન્ડ હતી અને તે ઘરેલું મહિલાઓ વચ્ચે ખૂબ પ્રખ્યાત હતી. આ સીરિયલના પાત્રોની વાત કરીએ તો ઘણા પાત્રોએ લોકોને પોતાના ચાહક બનાવ્યા હતા, પરંતુ ભારતી નામનું પાત્ર લોકોની વચ્ચે છવાયેલું હતું.

જુહી અસલમ બની હતી ભારતી: આ ટીવી સિરિયલમાં જે છોકરીએ ભારતીનું લોકપ્રિય પાત્ર નિભાવ્યું હતું તેનું નામ જુહી અસલમ છે. જુહીની એક્ટિંગના તો લોકો દીવાના બની ગયા હતા. જોકે ત્યાર પછી પણ તે કેટલાક શોમાં જોવા મળી હતી. સીરિયલમાં સીધી સાદી છોકરી રિયલ લાઈફમાં કેટલી સ્ટાઈલિશ છે, તે ખૂબ ઓછા લોકો જાણતા હશે.

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં જૂહીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે સાડીમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. લોકોને વિશ્વાસ આવી રહ્યો નથી કે તે તેમની ભારતી છે. તેની તસવીર જોઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું છે કે અરે આ તે જ ભારતી છે, વિશ્વાસ નથી આવી રહ્યો. સાથે જ અન્ય યુઝરે લખ્યું છે કે તમારું એક બાળક છે, વિશ્વાસ નથી આવી રહ્યો.

બિગ બોસમાં ન બની શકી વાત: જુહી અસલમ પરિણીત છે અને તેનું એક બાળક પણ છે. જુહી જોકે ભાગ્યે જ ટીવી શોમાં જોવા મળે છે પરંતુ તેને મોટા શો બિગ બોસ માટે અપ્રોચ કરવામાં આવી હતી. જોકે વાત ન બની શકી નહિં તો તેના ચાહકો બોગ બોસમાં પણ તેને જોઈ શકત. જુહી હાલમાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. હવે તે એક નવા ટીવી શોમાં પણ જોવા મળવાની છે.

ભારતીના પાત્રથી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી જુહી અસલમ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના બાળકની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેની તેના ચાહકો ખૂબ પ્રશંસા પણ કરે છે અને લોકો તેના પર ખૂબ પ્રેમ પણ વરસાવે છે. જુહી પોતાના પતિ સાથે પણ તસવીર શેર કરવાનું ભૂલતી નથી જેથી તેના ચાહકો તેના અંગત જીવન વિશે પણ જાણી શકે.