વર્ષો પહેલા કંઈક આવા દેખાતા હતા હિમેશ રેશમિયા સહિત ઈંડિયન આઈડોલના આ 4 જજ, તસવીરો જોઈને ઓળખવા પણ બની જશે મુશ્કેલ

મનોરંજન

સોશિયલ મીડિયા પર હાલમાં હિન્દી સિનેમાના બે પ્રખ્યાત સિંગર અલકા યાજ્ઞિક અને હિમેશ રેશમિયાની એક વર્ષો જૂની તસવીર ચર્ચામાં છે. બંને મોટા સિંગરની તસવીરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જેમાં બંને પાસે ઉભા રહીને પોઝ આપી રહ્યા છે. તસવીરમાં જોઇ શકાય છે કે હિમેશ રેશમિયાએ વ્હાઇટ ચેક શર્ટ અને પેન્ટ પહેર્યું છે, જ્યારે અલકા યાજ્ઞિક ઓરેન્જ સૂટમાં ખૂબ સુંદર લાગી રહી છે.

જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં હિમેશ રેશમિયાનો લુક ઘણો બદલાયેલો જોવા મળી રહ્યો છે. હિમેશના લુક પર ચાહકો ખૂબ કમેંટ્સ કરી રહ્યા છે. બોલીવુડના પ્રખ્યાત સિંગર અને ગીતકાર અને ટીવીના પ્રખ્યાત સિંગિંગ શો ‘ઇન્ડિયન આઇડોલ’ના જજ હિમેશ રેશમિયાની જૂની તસવીર જોઈને લોકો કહી રહ્યા છે કે હિમેશ પહેલાની સરખામણીમાં અત્યારે વધુ યંગ લાગે છે. તો કોઈ તેની સરખામણી ટીવીના પ્રખ્યાત કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ભિડે સાથે તો કોઈ દિવંગત અભિનેતા ફારુખ શેખ સાથે કરી રહ્યા છે. સિંગર, સંગીતકાર અને ઈંડિયન આઈડોલ ના જજ હિમેશ રેશમિયાના વર્ષો જૂનો લૂક તો ચાહકોએ જોઈ લીધો. પરંતુ હવે અમે તમને ઈંડિયન આઇડોલ 12 ના અન્ય જજ નેહા કક્કર, વિશાલ દદલાની, અનુ મલિક અને હોસ્ટ આદિત્ય નારાયણની જૂની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. આ બધા વર્ષો પહેલા ખૂબ બદલયેલા જોવા મળતા હતા.

વિશાલ દદલાની: વાત શરૂઆત કરીએ વિશાલ દદલાની થી. 47 વર્ષના વિશાલની આ તસવીર ખૂબ જૂની છે. આ તસવીર તેના યુવાનીના દિવસનો છે. જેમાં તે બિલકુલ ઓળખાઈ રહ્યા નથી અને ખૂબ જ અલગ લાગી રહ્યા છે.

નેહા કક્કર: આજની સૌથી પ્રખ્યાત અને સફળ બોલિવૂડ સિંગર અને ઈન્ડિયન આઇડોલની જજ, નેહા કક્કર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તેના અવાજ દરેક વ્યક્તિ દિવાના છે. જણાવી દઈએ કે નેહા કક્કર પણ એક સમયે ઇન્ડિયન આઇડલમાં સ્પર્ધક તરીકે શામેલ થઈ ચુકી છે. તેણે ઈન્ડિયન આઇડોલની બીજી સીઝનમાં ભાગ લીધો હતો. આજે જ્યાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે, ત્યાં તેનો રંગ ખૂબ જ ચમકતો લાગે છે, જ્યારે પહેલા તે બિલકુલ આવી ન હતી.

અનુ મલિક: સિંગર અને મ્યુઝિક કમ્પોઝર અનુ મલિક ઘણા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તે ઈન્ડિયન આઇડોલની ઘણી સીઝનમાં જજ તરીકે જોવા મળ્યા છે. આ સિઝનમાં પણ તે જજ તરીકે જોવા મળે છે. આ અનુ મલિકની બ્લેક એંડ વ્હાઈટ તસવીર છે, જે તેના યુવાનીના દિવસોથી લાગે છે.

આદિત્ય નારાયણ: ઈન્ડિયન આઇડોલમાં હોસ્ટની ભૂમિકામાં આદિત્ય નારાયણ જોવા મળે છે. તે પોતાના આ કામથી દરેકનું ખુબ મનોરંજન કરે છે. આદિત્ય નારાયણ દિગ્ગઝ સિંગર ઉદિત નારાયણનો પુત્ર છે. જણાવી દઈએ કે સુભાષ ઘઇ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ પરદેસમાં આદિત્યએ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. વર્ષ 1997 માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન, અમરીશ પુરી, અપૂર્વ અગ્નિહોત્રી અને મહિમા ચૌધરી જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ હિટ રહી હતી.