1 કરોડની સાડી, 18 વર્ષની દુલ્હન, 18 કરોડનો મંડપ, 100 કરોડનો ખર્ચ, કંઈક આવા હતા JR.NTR ના લગ્ન, જુવો તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના સ્ટાર્સ પોતાની ફિલ્મો અને એક્ટિંગ ઉપરાંત પોતાની દરેક ચીજને કારણે ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે. બોલિવૂડ સ્ટાર્સના રોયલ લગ્ન પણ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ-રણવીર સિંહથી લઈને અન્ય ઘણા સ્ટાર્સે પણ પોતાના લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા છે.

લગ્નમાં દિલ ખોલીને પૈસા ખર્ચ કરવાની બાબતમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના સ્ટાર્સ પણ પાછળ નથી. આજે અમે તમારી સાથે વાત કરશુ તેલુગુ સિનેમાના સુપરસ્ટાર જુનિયર એનટીઆરના લગ્ન અને તેમાં થયેલા ખર્ચ વિશે. જણાવી દઈએ કે જુનિયર એનટીઆર આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એનટી રામારાવના પૌત્ર છે.

38 વર્ષના જુનિયર એનટીઆરનો જન્મ 20 મે 1983ના રોજ હૈદરાબાદમાં થયો હતો. બાળ કલાકાર તરીકે જ જુનિયર એનટીઆરએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એનટીઆર જ્યારે આઠ વર્ષના હતા, ત્યારે તે પોતાના દાદા એનટી રામારાવ દ્વારા લિખિત અને નિર્દેશિત બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 1991માં રિલીઝ થઈ હતી.

પછી એનટીઆર એ મુખ્ય કલાકાર તરીકે ફિલ્મોમાં પગ મૂક્યો અને મોટું નામ કમાવ્યું. આજે તેમની ગણતરી સુપરસ્ટાર તરીકે થાય છે. ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા NTRએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. માત્ર 18 વર્ષની લક્ષ્મી રાવ તેમની પત્ની બની હતી. જણાવી દઈએ કે જુનિયર એનટીઆરના લગ્નને દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવે છે.

માત્ર 18 વર્ષની ઉંમરમાં લક્ષ્મી રાવ જુનિયર એનટીઆરની પત્ની બની હતી. સાથે જ લગ્ન સમયે એનટીઆરની ઉંમર લગભગ 28 વર્ષ હતી. NTRની પત્ની લક્ષ્મી રાવ દેશના લોકપ્રિય બિઝનેસમેન શ્રીનિવાસ રાવની પુત્રી છે.

લક્ષ્મી રાવે પહેરી હતી એક કરોડની સાડી: જુનિયર એનટીઆર અને લક્ષ્મી રાવના લગ્ન પર ખૂબ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જુનિયર એનટીઆરની દુલ્હન એ લગ્નમાં એક કરોડ રૂપિયાની સાડી પહેરી હતી.

18 કરોડના મંડપમાં લીધા હતા સાત ફેરા: જુનિયર એનટીઆરના રોયલ લગ્નમાં પૈસા પાણીની જેમ ખર્ચ કરવામાં આવ્યા હતા. તમે જરા વિચારો કે 18 કરોડ રૂપિયા તો માત્ર મંડપ પર જ ખર્ચ કરવામાં આવ્યા હતા. જુનિયર એનટીઆર અને લક્ષ્મી રાવે જે મંડપમાં સાત ફેરા લીધા હતા તે ખૂબ જ સુંદર અને આકર્ષક હતો.

લગ્નમાં ખર્ચ થયા હતા 100 કરોડ: જે લગ્નમાં દુલ્હન એ એક કરોડ રૂપિયાની સાડી પહેરી હોય અને મંડપ 18 કરોડ રૂપિયામાં બન્યો હોય તે લગ્નનો કુલ ખર્ચ કેટલો હશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જૂનિયર એનટીઆરના લગ્નમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી મોંઘા લગ્ન: જુનિયર એનટીઆરના લગ્નને દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી મોંઘા લગ્ન પણ માનવામાં આવે છે. જો 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે તો તે થવું વ્યાજબી પન છે. જણાવી દઈએ કે પોતાના લગ્નમાં આટલા વધુ ખર્ચના કારણે એનટીઆરએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા દિગ્ગજોને પણ ટક્કર આપી હતી.

લગ્ન પછી જુનિયર એનટીઆર અને લક્ષ્મી બે પુત્રોના માતા-પિતા બન્યા. એક પુત્રનું નામ નંદામુરી અભય રામ અને એકનું નામ નંદમુરી ભાર્ગવ રામ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જુનિયર એનટીઆરની આગામી ફિલ્મ ‘RRR’ છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અજય દેવગન, રામ ચરણ અને આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં છે.