એક સમયે રસ્તા પર પેન વેચતા હતા જોની લીવર, આજે જીવે છે રાજાઓ જેવું જીવન, જુવો તેમના બાળપણની તસવીરો

મનોરંજન

જો તમારી પાસે ટેલેન્ટ છે તો તમે દુનિયાને જીતી શકો છો અને આ વાતને બોલિવૂડ અભિનેતા જોની લીવર ખૂબ સારી રીતે સાબિત કરે છે. જોનીએ પોતાની મહેનતના દમ પર એક એવી સ્થિતિ બનાવી છે કે આજે તેમને કોમેડી કિંગ કહેવામાં આવે છે. શ્રેષ્ઠ કોમિક ટાઈમિંગ અને દિલખુશ સ્ટાઈલ વાળા જોની લીવરને સ્ક્રીન પર જોઈને જ દર્શકોના ચેહરા પર સ્માઈલ આવી જાય છે.

જોનીનો જન્મ 14 ઓગસ્ટ 1957ના રોજ તેલુગુ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. જોનીનું સાચું નામ જોન પ્રકાશ રાવ જનુમાલા છે. જોનીના પિતા હિન્દુસ્તાન યુનિલિવર પ્લાન્ટમાં કામ કરતા હતા, જ્યાં જોનીએ પણ લગભગ 6 વર્ષ સુધી મજૂર તરીકે કામ કર્યું હતું.

જોની ધારાવી (મુંબઈ)ના કિંગ્સ સર્કલ વિસ્તારમાં મોટા થયા હતા. તેલુગુ ઉપરાંત જોની હિન્દી, મરાઠી, અંગ્રેજી અને તુલુ પર સારી પકડ ધરાવે છે. જોનીને 3 બહેનો અને બે ભાઈઓ છે. જોનીએ માત્ર સાતમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો અને આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે આગળ ભણી શક્યા નહીં અને શાળા છોડીને પૈસા કમાવવા લાગી ગયા.

જોની રસ્તા પર સેલેબ્સની મિમિક્રી કરતા, ગીતો પર ડાન્સ કરતા અને રસ્તા પર પેન વેચીને કમાણી કરતા. હિન્દુસ્તાન યુનિલિવરમાં, જોની કેટલાક અધિકારીઓની મિમિક્રી કરતા હતા અને ત્યારથી લોકો તેને જોની લીવર કહેતા હતા અને તે જ પછી તેમનું સ્ક્રીન નેમ બની ગયું.

જોની લિવરે ફિલ્મ સ્ટાર્સની મિમિક્રી કરવામાં માસ્ટરી મેળવી હતી. તેમની આ ખાસિયતએ તેમને સ્ટેજ શો કરવાની તક આપી. આવા જ એક સ્ટેજ શોમાં સુનીલ દત્તની તેમના પર નજર પડી, તેમણે જોની લીવરને ફિલ્મ ‘દર્દ કા રિશ્તા’માં પહેલો બ્રેક આપ્યો અને આજે આ સિલસિલો 350 થી વધુ ફિલ્મો સુધી પહોંચી ગયો છે.

‘દર્દ કા રિશ્તા’ પછી તે નસીરુદ્દીન શાહ સાથે ‘જલવા’માં જોવા મળ્યા, પરંતુ તેમને પહેલી મોટી સફળતા ‘બાઝીગર’થી મળી હતી. ત્યાર પછી તે લગભગ દરેક ફિલ્મમાં સહાયક અભિનેતા તરીકે કોમેડિયનની ભૂમિકામાં જોવા મળ્યા.

જોની લીવર 1982 થી સિનેમામાં એક્ટિવ છે, શરૂઆતમાં તેને લગભગ દરેક અભિનેતાની જેમ નાની-નાની ભૂમિકાઓ મળતી હતી, પરંતુ તેમણે તે સ્ક્રીન ટાઇમમાં પણ એવી ઓળખ બનાવી કે દર્શકો તેમને પડદા પર જોવાની રાહ જોવા લાગ્યા. જોનીએ જ્યારે એક વખત સફળતાની સીડી ચઢવાનું શરૂ કર્યું, તો પછી તેમણે અટકવાનું નામ ન લીધું. 64 વર્ષના જોની લીવર આજે પણ સિનેમામાં એક્ટિવ છે અને દિલ જીતી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ, જોનીની નેટવર્થ 30 મિલિયન ડોલર છે.

નોંધપાત્ર વાત એ છે કે, જોની લીવર તેના કામને ખૂબ પસંદ કરે છે અને આ જ કારણ છે કે દર્શકો તેને પસંદ કરે છે. જોની લીવરે પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં પોતાની શ્રેષ્ઠ કોમેડીથી લોકોના દિલ જીતી લીધા છે, જેમાં ‘ચાલબાઝ’, ‘ચમત્કાર’, ‘બાઝીગર’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘જુદાઈ’, ‘યસ બોસ’, ‘ઈશ્ક’, આંટી નં. 1′, ‘દુલ્હે રાજા’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘અનારી નંબર 1’, ‘કહો ના પ્યાર હૈ’, ‘નાયક’, ‘કભી ખુશી કભી ગમ’, ‘ફિર હેરા ફેરી’, ‘ગોલમાલ 3’ ‘, ‘ગોલમાલ અગેઇન’ અને ‘હાઉસફુલ 4’ સહિત અન્ય ઘણી ફિલ્મો શામેલ છે.