શિયાળાની ઋતુમાં પરેશાન નહિં કરે સાંધાનો દુખાવો, આ ઘરેલું ઉપાયથી મળશે છુટકારો

હેલ્થ

શિયાળાની ઋતુ આવતાની સાથે જ સાંધાનો દુખાવો થવાની ફરિયાદો આવવા લાગે છે. જો આપણા શરીરના સાંધા મજબૂત રહેશે તો આપણું શરીર સક્રિય રહેશે અને ચાલવામાં મદદ મળશે, પરંતુ શિયાળામાં સાંધાનો દુખાવો એક ગંભીર સમસ્યા છે. શિયાળાની ઋતુમાં આ સમસ્યા વધી જાય છે અને શરીરમાં સોજો આવવા લાગે છે. જોકે તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. શિયાળાની ઋતુ આવતા જ વૃદ્ધોમાં સાંધાનો દુખાવો વધુ જોવા મળે છે. જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ પીડા પણ વધતી જાય છે. રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે ન થવાને કારણે શિયાળામાં રક્ત વાહિનીઓ સંકોચવા લાગે છે, જેના કારણે શરીરના ભાગોમાં લોહી યોગ્ય રીતે પહોંચતું નથી. શિયાળાની ઋતુમાં સાંધાનો દુખાવો ખૂબ જ પરેશાન કરે છે. આજે અમે તમને આ લેખ દ્વારા સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

જાણો કયા લોકોને વધુ સમસ્યાઓ રહે છે: સાંધામાં દુખાવાની સમસ્યા ઑસ્ટિયોઆર્થરાઈટિસ, રુમેટાઈડ ગઠિયા, જૂનો સાંધામાં દુખાવો, જૂની ઈજા અથવા વૃદ્ધ લોકોને વધુ રહે છે. સામાન્ય રીતે આ દુખાવો ઘૂંટણમાં વધારે રહે છે, પરંતુ આ સિવાય હિપ, કોણી, ખભા અને હાથમાં પણ દુખાવો થવાની સંભાવના રહે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય.

યોગ કરો: સાંધાના દુખાવાથી છુટકારો મેળવાવા માટે સૌથી સરળ ઉપાય યોગ છે. યોગ એ ઘણા રોગોની દવા છે. જો તમે દરરોજ યોગ કરો છો તો માત્ર સાંધાનો દુખાવો જ નહીં પરંતુ અનેક બીમારીઓ પણ દૂર રહેશે. જો તમે મુશ્કેલ આસનો કરી શકતા નથી, તો પછી તમે સૂર્ય નમસ્કાર, ધ્યાન કરી શકો છો. દરરોજ સવારે 25 થી 30 મિનિટ ચાલો, આ તમારા સાંધાને બરાબર રાખશે.

ઘીનું સેવન કરો: જો કોઈ વ્યક્તિને આર્થરાઇટિસની સમસ્યા છે, તો તેના કારણે તેને સાંધામાં દુખાવો થવાની સમસ્યા વધુ રહે છે. આવી સ્થિતિમાં ઘી, તેલ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી સોજાની સમસ્યાથી રાહત મળે છે. આ ચીજો સાંધામાં ચિકણું દ્રવ્ય ઉત્પન્ન કરે છે જેના કારણે સાંધા જકડાઈ જવાની સમસ્યા ઓછી થાય છે.

ખોરાક પર ધ્યાન આપો: જો તમે સાંધાના દુખાવાથી રાહત મેળવવા ઇચ્છો છો, તો આ માટે સંતુલિત આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કારેલા, રીંગણા, લીમડો જેવા શાકભાજીનું સેવન આ બિમારીમાં જેટલું બની શકે તેટલું વધુ કરો.

શિયાળામાં સૂર્યપ્રકાશ જરૂર લો: શિયાળાની ઋતુમાં સવારે 10 થી 15 મિનિટ સુધી હળવા સૂર્યપ્રકામાં બેસી શકાય છે અથવા યોગ કરી શકાય છે. તેનાથી શરીરને વિટામિન ડી મળશે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહેશે.

હળદરવાળુ દૂધ: જો તમે હળદરવાળા દૂધનું સેવન કરો છો તો સંધિવાના દુખાવામાં ઘણી મદદ કરે છે. હળદરમાં એંટી એંફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે સાંધાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published.