ફિલ્મ અને ટીવીની દુનિયા ખૂબ મોટી છે. અહીં દરરોજ નવી ફિલ્મો અને સિરિયલો બને છે. સમયની સાથે કંટેન્ટ અને સ્ટાર્સ બંને બદલાઈ જાય છે. આ દુનિયા ક્યારેય અટકતી નથી. એક જાય છે તો બીજા આવે છે. ટીવીની દુનિયામાં પણ ઘણા એવા સ્ટાર્સ છે જે એક સમયે ખૂબ જ પ્રખ્યાત હતા પરંતુ હવે તેમનું કોઈ નામ-નિશાન નથી. પ્રખ્યાત ટીવી સિરિયલ જોધા અકબરની ‘જોધા બાઈ’ એટલે કે પરિધિ શર્મા પણ આવી જ એક કલાકાર છે.
ક્યાં ગઈ જોધા-અકબરની જોધાબાઈ? જોધા અકબર શો વર્ષ 2013 થી 2015 સુધી ચાલ્યો હતો. આ શોને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. રજત ટોકસ, લવિના ટંડનથી લઈને પરિધિ શર્મા સુધી, આ શોની તમામ સ્ટારકાસ્ટ દર્શકોના દિલમાં વસી ગઈ હતી.
જો કે, આ શોના ઘણા સ્ટાર્સ હવે ગુમનામીના અંધકારમાં ક્યાંક ખોવાઈ ગયા છે. તે લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે. પરિધિ શર્મા ઉર્ફ જોધા બાઈના પણ આ જ હાલ છે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે પરિધિ હાલમાં ક્યાં છે અને તે શું કરી રહી છે.
લગ્ન પછી મુક્યો હતો એક્ટિંગની દુનિયામાં પગ: પરિધિએ વર્ષ 2009માં અમદાવાદ સ્થિત બિઝનેસમેન તન્મય સક્સેના સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ પછી તેમણે 2010માં સિરિયલ ‘તેરે મેરે સપને’થી ડેબ્યૂ કર્યું હતું. જોકે તેને સાચી લોકપ્રિયતા 2013માં આવેલા જોધા અકબર શોથી મળી હતી. આ શોમાં પરિધિ જોધા બાઈના પાત્રમાં જોવા મળી હતી. તેણે આ પાત્રમાં એટલો જીવ આપ્યો કે લોકો તેના ચાહકો બની ગયા. શોમાં તેની કેમિસ્ટ્રીને અકબર બનેલા રજત ટોકસ સાથે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
પ્રેગ્નન્સીને કારણે લીધો બ્રેક: જોધા અકબર શો સમાપ્ત થયા પછી પરિધિએ એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. ત્યાર પછી તેણે 2015માં ‘યે કહાં આ ગયે હમ’ થી કમબેક કર્યું. જોકે નવેમ્બર 2016માં પુત્રને જન્મ આપ્યા પછી તેણે ફરીથી બ્રેક લીધો હતો. પ્રેગ્નન્સીને કારણે પરિધિનું ફિગર બગડી ગયું હતું. તે અનફિટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, તેણે થોડો સમય પોતાને ફરીથી ફિટ કરવામાં લગાવ્યો.
ફરીથી ફિટ થઈને કર્યું કમબેક: ફિટ થયા પછી, પરિધિએ 2018 માં ‘પટિયાલા બેબ્સ’ સાથે ધમાકેદાર કમબેક કર્યું. આ શોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી. સાથે જ 2019 માં તે સીરિયલ ‘જગ જનની મા વૈષ્ણવ દેવી – કહાની માતા રાની કી’ માં પણ જોવા મળી હતી. હાલમાં પરિધિ ફરી એકવાર નાના પડદાથી દૂર છે. જોકે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
આજે પણ દેખાય છે બાલાની સુંદરતા: ઈન્સ્ટાગ્રામ પર પરિધિના 7 લાખ 42 હજારથી વધુ ફોલોઅર્સ છે. અહીં તે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. આ તસવીરો જોઈને આપણે કહી શકીએ કે તે આજે પણ એટલી જ સુંદર છે જેટલી તે વર્ષો પહેલા જોધા બાઈનું પાત્ર નિભાવતી વખતે હતી.