ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર: ‘જોધા અકબર’ સીરિયલની આ પ્રખ્યાત અભિનેત્રીનું થયું નિધન

મનોરંજન

ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. તાજેતરમાં સામે આવી રહેલા તાજા સમાચારો મુજબ ટીવીના સુપરહિટ શો જોધા અકબરની અભિનેત્રી મનીષા યાદવનું નિધન થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી મનીષા યાદવ શો જોધા અકબર માં સલીમા બેગમની ભૂમિકા નિભાવતા જોવા મળી હતી. મનીષા યાદવની ઉંમર માત્ર 29 વર્ષ હતી. અત્યાર સુધી તેમના નિધનનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. એક ખાનગી સમાચારનું માનીએ તો અભિનેત્રીના નજીકના સંબંધીઓનું કહેવું છે કે તેનું નિધન બ્રેઇન હેમરેજના કારણે થયું છે.

જોધા અકબર શોમાં મનીષા યાદવની કો-સ્ટાર પરિધિ શર્માએ આ દુઃખદ સમાચારને કમ્ફર્મ કર્યા છે. અભિનેત્રી પરિધિ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર મનીષા યાદવની તસવીર શેર કરીને લખ્યું, ‘આ સમાચારે દિલ તોડી નાખ્યું છે. RIP મનીષા યાદવ.’ મનીષા યાદવના નિધન પછી પરિધિ શર્માએ એક ખાનગી વેબ સાઈટ સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘જોધા અકબર શો ઓફ એર થયા પછી હું તેમની સાથે સતત કોન્ટેકમાં ન હતી. પરંતુ આપણા બધાનું એક વોટ્સએપ ગ્રુપ બનેલું છે જેનું નામ મુગલ અને આ ગ્રુપમાં તે તમામ અભિનેત્રીઓ શામેલ છે જે શોમાં બેગમ હતી.’

પરિધિએ આગળ જણાવ્યું, ‘આ ગ્રુપ દ્વારા અમે એકબીજા સાથે જોડાયેલા હતા અને જો કોઈને પોતાની સાથે જોડાયેલી વાત શેર કરવી હોય તો તે આ ગ્રુપમાં કરી શકતા હતા. મને પણ ગઈકાલે ગ્રુપ દ્વારા તેના નિધનના સમાચાર મળ્યા અને હું શોક્ડ રહી ગઈ.’ મનિષાના નિધનના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા. શોમાં તેમની સાથે કામ કરી ચુકેલા બધા સ્ટાર્સે તેને ભારે મનથી શ્રદ્ધાંજલી આપતા યાદ કરી.

નોંધપાત્ર છે કે અભિનેત્રી મનીષા યાદવે ગયા જુલાઇમાં જ પોતાના પુત્રનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર પુત્ર સાથે સેલિબ્રેશનની તસવીર શેર કરી હતી. મનીષા યાદવે લખ્યું હતું, ‘પહેલા જન્મદિવસની શુભકામનાઓ મારા બાળક. તમે મારા જીવનના મુશ્કેલ સમયમાં એક પ્રકાશની જેમ રહ્યા છો. હું તમારી માતા હોવા પર ધન્ય અનુભવું છું. હું તમને ખુબ જ પ્રેમ કરું છું.’

જણાવી દઈએ કે જોધા અકબર ટીવીની દુનિયાના સૌથી પ્રખ્યાત શોમાંથી એક રહ્યો છે. આ શોએ ઘણા વર્ષો સુધી ટીઆરપી પર રાજ કર્યું છે. આ શોને દર્શકોનો પ્રેમ પણ મળ્યો હતો. આ શોમાં અભિનેતા રજત ટોકસ અને અભિનેત્રી પરિધિ શર્માએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. રજત ટોકસ શહંશાહ અકબર અને પરિધિ શર્મા રાની જોધા તરીકે જોવા મળી હતી. આ સમાચાર ખરેખર શોના લાખો ચાહકોનું દિલ તોડનાર છે.

મનીષાના ઓનસ્ક્રીન પુત્ર રહેલા શીજાન મોહમ્મદે શોમાં સુલતાન મિર્ઝાની ભૂમિકા નિભાવી હતી. તેમણે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે, ‘આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. તે ઓનસ્ક્રીન મારી પહેલી માતા હતી. હું આ સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી. આ સમાચારથી હું ખૂબ દુઃખી છું.’