મહેંદ્ર સિંહ ધોની તેમની પુત્રી જીવા સાથે મસ્તી કરતા મળ્યા જોવા, જુવો તેમની આ ફની તસવીરો

રમત-જગત

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને માહીના નામથી પ્રખ્યાત મહેન્દ્ર સિંહ ધોની જેટલા પ્રખ્યાત ક્રિકેટર છે, તેટલી જ લોકપ્રિય તેની પ્રેમાળ નાની પુત્રી જીવા પણ છે. 7 વર્ષની જીવાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. જોકે, ધોનીની પત્ની એટલે કે ઝિવાની માતા સાક્ષી ધોની પુત્રીનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ચલાવે છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જેવી જીવાની કોઈ નવી તસવીર અપલોડ થાય છે, તરત જ ચાહકો અપાર પ્રેમ લુટાવે છે. જીવાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં ધોની પણ જોવા મળી રહ્યા છે.

જીવાનો જન્મ 6 ફેબ્રુઆરી 2015ના રોજ ગુડગાંવ (હરિયાણા)માં થયો હતો અને તે ખૂબ જ નાની ઉંમરમાં જ ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. ધોની જ્યારે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની આગેવાની કરી રહ્યા હતા ત્યારે પુત્રી ઝિવાનો જન્મ થયો હતો. વર્ષ 2010માં ધોનીએ સાક્ષી સિંહ રાવત સાથે લગ્ન કર્યા હતા.

ઝીવા ધોની દેહરાદૂનની વેલ્હામ ગર્લ્સ સ્કૂલ, અને જવાહર વિદ્યા મંદિર, રાંચીમાંથી તેનો અભ્યાસ કરી રહી છે. તે તેના પરિવાર સાથે રાંચીમાં રહે છે. સોશિયલ મીડિયા પર જીવની મનમોહક તસવીર જોઈને ચાહકો ગદગદ થઈ જાય છે.

જણાવી દઈએ કે જીવાની માતા સાક્ષી જીવાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અવારનવાર રાંચીના ફાર્મહાઉસની તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરમાં જીવા પાળેલા કૂતરા અને પક્ષીઓ સાથે રમતા જોવા મળી રહી છે. ધોનીની જેમ તેની પુત્રી પણ પ્રાણીઓ અને પ્રકૃતિને ખૂબ પ્રેમ કરે છે.