આ છે ‘તારક મેહતા’ ના જેઠાલાલનો અસલી પરિવાર, પત્ની છે બલાની સુંદર, પુત્રીના થઈ ગયા છે લગ્ન, જુવો તેમના પરિવારની તસવીરો

મનોરંજન

નાના પડદાના પ્રખ્યાત અભિનેતા દિલીપ જોશી આજે એટલે કે 26 મેના રોજ 54 વર્ષના થઈ ગયા છે. દિલીપ જોશીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 26 મે 1968ના રોજ થયો હતો. દિલીપ જોશીએ હિન્દી સિનેમામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે ઘણી ફિલ્મોમાં નાના રોલમાં જોવા મળ્યા, જોકે તેને સાચી અને ખાસ ઓળખ નાના પડદાથી મળી.

દિલીપ જોશીએ નાના પડદાની લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી સફળતા અને લોકપ્રિયતા મેળવી છે. આ સિરિયલમાં જેઠાલાલ ગડાના પાત્રમાં જોવા મળતા અભિનેતાનું સાચું નામ દિલીપ જોશી છે. દિલીપ ચાહકોની વચ્ચે ખૂબ જ ચર્ચિત અને લોકપ્રિય છે.

જણાવી દઈએ કે દિલીપ શોની શરૂઆતથી જ શો સાથે જોડાયેલા છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત જુલાઈ 2008માં થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી સતત 14 વર્ષ સુધી દિલીપ આ શો સાથે જોડાયેલા છે. તેમના દ્વારા નિભાવવામાં આવતું પાત્ર ‘જેઠાલાલ’ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ તો હતી દિલીપ જોશીની રીલ લાઈફની વાત, તો ચાલો હવે તમને જણાવીએ તેમની રિયલ લાઈફ અને તેમના પરિવાર વિશે.

દિલીપ જોષીની પત્ની જયમાલા જોશી: સીરિયલમાં બતાવવામાં આવ્યું છે કે દિલીપ જોશી એક પુત્રના પિતા છે જ્યારે રિયલ લાઈફમાં તે બે બાળકોના પિતા છે. દિલીપે 21 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. દિલીપની પત્ની જયમાલાને હેડલાઈન્સમાં રહેવાનું પસંદ નથી. તે લાઈમલાઈટથી દૂર રહે છે.

દિલીપ જોશીની પુત્રી નિયતિના થઈ ચુક્યા છે લગ્ન: દિલીપ જોશીની પુત્રીનું નામ નિયતિ જોશી છે. માતાની જેમ નિયતિ પણ હેડલાઇન્સમાં રહેવાનું પસંદ નથી કરતી. જણાવી દઈએ કે નીયતિના લગ્ન થઈ ચુક્યા છે. વર્ષ 2021માં નિયતિ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી.

દિલીપનો પુત્ર રિત્વિક: દિલીપ જોશી એક પુત્રના પિતા પણ છે. તેમના પુત્રનું નામ રિત્વિક જોશી છે.

દિલીપે આ ફિલ્મોમાં કર્યું કામ: દિલીપે હિન્દી સિનેમામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સલમાન ખાન અને ભાગ્યશ્રીની પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં જોવા મળ્યા હતા. ત્યાર પછી દિલીપે મોટા પડદા પર હમ આપકે હૈ કૌન, યમરાજ, દિલ હૈ તુમ્હારા, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની જેવી ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગના જલવા ફેલાવ્યા.

‘તારક મેહતા’ પહેલા ઘણી સિરિયલોના રહી ચુક્યા છે ભાગ: દિલીપે ‘તારક મેહતા’ પહેલા ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. કહેવાય છે કે તેને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો અને તે 12 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહ્યા છે. દિલીપે હમ સબ બારતી, માલિની અય્યર, એફઆઈઆર, યે દુનિયા હૈ રંગીન, કભી યે કભી વો, કોરા કાગઝ, દો ઔર દો પાંચ, ક્યા બાત હૈ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.