બેગ પેક કરીને એક્ટિંગને અલવિદા કહેવા જઈ રહ્યા હતા જેઠાલાલ! પછી કંઈક આવી રીતે ખુલ્યું નસીબનું તાળું

મનોરંજન

આજે દિલીપ જોશી જેઠાલાલના રૂપમાં દરેકના દિલમાં વસે છે પરંતુ એક સમય એવો હતો જ્યારે તેણે એક્ટિંગ છોડવાનું મન બનાવી લીધું હતું અને તે કોઈ અન્ય ફિલ્ડમાં હાથ અજમાવવાનું વિચાર કરવા લાગ્યા હતા પરંતુ પછી તેમનું નસીબ એવી રીતે બદલાઈ ગયું દરેક જોતા જ રહી ગયા.

જોકે દિલીપ જોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત 90ના દાયકામાં કરી હતી અને તે સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી ચુક્યા હતા. પરંતુ છતાં પણ 18 વર્ષ ઈન્ડસ્ટ્રીમાં પસાર કર્યા પછી પણ દિલીપ જોશીને તે ઓળખ મળી ન હતી જેના તેઓ હકદાર હતા. તેમના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તે હતાશ અને નિરાશ થઈને એક્ટિંગ છોડવાનું મન બનાવી ચુક્યા હતા. પરંતુ પછી તેના નસીબનું તાળું ખુલ્યું અને તે બની ગયા જેઠાલાલ.

2008માં છોડવાના હતા એક્ટિંગ: આ વર્ષ 2007 ની વાત હતી જ્યારે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ શરૂ થઈ ન હતી અને મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તે સમયે દિલીપ જોશી જે સિરિયલમાં કામ કરી રહ્યા હતા તે બંધ થઈ ગઈ હતી. 2008 સુધી તેને કોઈ કામ પણ મળ્યું ન હતું. એટલે કે એક વર્ષ સુધી તે બેરોજગાર રહ્યા. આવી સ્થિતિમાં કંટાળીને તેણે નિર્ણય લીધો હતો કે તે એક્ટિંગ છોડીને કોઈ અન્ય ફિલ્ડમાં હાથ અજમાવશે. કારણ કે તેમને ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષથી વધુ સમય થઈ ગયો હતો અને છતાં પણ વાત બની રહી ન હતી. ત્યાર પછી અસિત મોદીએ તેને એક શો ઓફર કર્યો.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની મળી ઓફર: અસિત મોદી તે સમયે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માટે કાસ્ટ કરી રહ્યા હતા. તે દિલીપ જોશીને પહેલાથી ઓળખતા હતા, તેથી તેઓ તેમની પાસે બે ભૂમિકાઓ લઈને પહોંચ્યા. જેઠાલાલ પહેલા તેમને બાપુજીનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જ્યારે દિલીપ જોશીએ આ પાત્ર વિશે સાંભળ્યું ત્યારે તેમને લાગ્યું કે તેઓ તેમાં ફિટ નહીં થાય. ત્યાર પછી અસિત મોદીએ તેમને જેઠાલાલનો રોલ આપ્યો. આ પાત્રને લઈને પણ દિલીપ જોશી થોડા સંશયમાં હતા પરંતુ તેમણે છતાં પણ પોતાને એક તક આપવાનું નક્કી કર્યું અને તેના માટે હા કહી. શો 2008 માં શરૂ થયો.

જ્યારે આ શો શરૂ થયો ત્યારે ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ શો એક દિવસ ઈતિહાસ રચશે અને જ્યારે આવું થયું ત્યારે કોઈને પણ વિશ્વાસ ન આવ્યો. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા, તેના પાત્રો, તેના કલાકારો ઘર-ઘરમાં એવા પ્રખ્યાત થયા કે આજે આ શોને 14 વર્ષ થઈ ચુક્યા છે. દિલીપ જોશીને જમીનથી આકાશ સુધી લાવનાર આ શો તેમના જીવન માટે નસીબ બદલનાર સાબિત થયો.