39 વર્ષ પહેલા કંઈક આવા દેખાતા હતા જેઠાલાલ, તેની જૂની તસવીરો જોઈને ઓળખવા પણ બની જશે મુશ્કેલ

મનોરંજન

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્ર એ દરેક ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. આ શો એટલો લોકપ્રિય છે કે છેલ્લા 12 વર્ષમાં તેણે સફળતાપૂર્વક ટીવી પર પોતાના 3000 એપિસોડ પૂર્ણ કરી લીધા છે. શું બાળકો અને શું વડીલ બધા આ શોના ચાહક છે, તેથી જ તે TRPમાં હંમેશા ટોપ 5માં પોતાનું સ્થાન જાળવી રાખે છે.

આ શોમાં ખાસ કરીને જેઠાલાલનું પાત્ર નિભાવતા દિલીપ જોશી ચાહકોના ખૂબ ફેવરિટ છે. તેમણે પોતાના આ પાત્રથી દરેકનું દિલ જીતી લીધું છે અને છેલ્લા 12 વર્ષથી તે જેઠાલાલ બનીને દરેકનું મનોરંજન કરી રહ્યા છે. આ દિવસોમાં દિલીપ જોશીની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈને જેઠાલાલને ઓળખવા મુશ્કેલ બની રહ્યું છે.

તસવીરમાં જોવા મળી રહેલી આ વ્યક્તિ જેઠાલાલ છે. બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં દાઢી વધારેલા અને ટોપી પહેરેલા જોવા મળી રહેલા આ યુવક તારક મહેતામાં દરરોજ જોવા મળે છે. આ દિલીપ જોશીની જૂની તસવીર છે. આ તસવીરને આજથી થોડા વર્ષો પહેલા અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, આ તસવીર વર્ષ 1983ની છે, ત્યારથી આજ સુધીમાં દિલીપ જોશીમાં ગજબનું પરિવર્તન આવ્યું છે. આજથી થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર આવેલા દિલીપ જોશીએ પોતે આ તસવીર શેર કરતા લખ્યું હતું કે, ‘કોઈએ મને કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર થ્રોબેક થર્સડે નામની કોઈ ચીજ છે, તેને ધ્યાનમાં રાખીને, હું આ મારી થ્રોબેક તસવીર શેર કરી રહ્યો છું.’

દિલીપ જોશીએ આગળ લખ્યું છે કે- ‘આ તસવીર 1983નો છે. જુહુમાં મહાન પૃથ્વી થિયેટરનો ગ્રીન રૂમ, જ્યાં અમે અમારા નાટક ‘ખેલૈયા’ના સ્ટેજ પહેલાં આ તસવીએ ક્લિક કરાવી હતી. તેની સાથે ઘણી યાદો જોડાયેલી છે. નાટક મંડળના સભ્યો સાથે ઘણા અનુભવો જોડાયેલા છે ખાસ કરીને ચંદુભાઈ, પરેશભાઈ અને અઝીઝ મહેન્દ્ર જોષી.’

કેવા લાગી રહ્યા છે દિલીપ જોશી: દિલીપ જોશીએ બે તસવીર શેર કરી છે. બંને તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે. પહેલીમાં દિલીપ જોશી દાઢી સાથે ખૂબ જ શાંત દેખાઈ રહ્યા છે. સાથે જ બીજી તસવીરમાં તેમણે સ્ટાઇલિશ લુક લીધો છે. માથા પર ટોપી, જીન્સનું જેકેટ, ખુલ્લા બટન વાળો શર્ટ – પરફેક્ટ કાઉ બોય લુકમાં જોવા મળી રહ્યા છે.

જણાવી દઈએ કે દિલીપ જોશીએ ગુજરાતી નાટકોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરમાં એક્ટિંગની શરૂઆત કરી હતી. તે સ્કૂલમાં નાટકોમાં ભાગ લેતા હતા. મુંબઈ આવ્યા પછી પણ દિલીપ જોશીએ પોતાના કોલેજના દિવસોમાં ઘણા નાટકોમાં કામ કર્યું.

દિલીપ જોશીએ ‘મૈંને પ્યાર કિયા’, ‘ખિલાડી 420’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘વન ટૂ કા ફોર’, ‘દિલ હૈ તુમ્હારા’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મો પછી લાંબા સમય સુધી દિલીપ જોશી પાસે કામ ન હતું. ત્યાર પછી 2008માં દિલીપ જોશીને જેઠાલાલનો રોલ મળ્યો અને પછી તેમનું નસીબ ચમકી ગયું.