તારક મેહતા શોના કલાકારો તેમના બાળપણમાં દેખાતા હતા કંઈક આવા, જુવો તેમના બાળપણની તસવીરો

મનોરંજન

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટીવી પર 13 વર્ષથી ચાલી રહેલો સફળ શો છે. આ માત્ર તેમના માટે જ નહીં પરંતુ અસિત કુમાર મોદીના શોના ઉત્સાહી ચાહકો માટે પણ ખુશીની વાત છે. TMKOC ટીમના મોટાભાગના કલાકારો 13 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે. ગયા વર્ષે જ ગુરચરણ સિંહ સોઢી અને નેહા મેહતાએ શોને અલવિદા કહી દીધું હતું. ગુરચરણે શોમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા નિભાવી હતી, જ્યારે નેહાએ શૈલેષ લોઢા ઉર્ફ તારક મેહતાની પત્નીની ભૂમિકા નિભાવી હતી. હાલમાં શોમાં દિલીપ જોશી, રાજ અનડકટ, અમિત ભટ્ટ, તનુજ મહાસબ્દે, મુનમુન દત્તા, મંદાર ચંદવાકર, સોનાલિકા જોશી અને અન્ય લોકપ્રિય સ્ટાર્સ જોવા મળે છે. જ્યારે તમારામાંથી ઘણા લોકોએ તેમની હાલની તસવીરો જોઈ હશે, અમે શરત લગાવીએ છીએ કે તમે આ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના કલાકારોને તેમની જૂની તસવીરોમાં ઓળખી શકશો નહીં.

દિલીપ જોશી ઉર્ફ જેઠાલાલ: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના સૌથી પ્રખ્યાત અભિનેતા દિલીપ જોષી આજે દરેક ઘરમાં જેઠાલાલ તરીકે ઓળખાય છે. આ તસવીર તેમની કારકિર્દીના શરુઆતના સમયની છે. શું તમે આ તસવીરમાં જેઠાલાલને ઓળખી શક્યા?

દિશા વાકાણી ઉર્ફ દયાબેન: દિશા વાકાણી ઉર્ફ દયાબેન એ ભલે’ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધી હોય પરંતુ તે આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. ચાહકો હંમેશા દિશાની તસવીરો જોવા માટે આતુર રહે છે. અભિનેત્રીના બાળપણના દિવસોની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. તસવીરમાં, એક સુંદર દિશાને લહેંગા ચોલી પહેરેલી જોઈ શકાય છે અને તેણે માથામાં બે ચોટી બનાવી છે.

મુનમુન દત્તા ઉર્ફ બબીતાજી: બબીતાજી ના નામથી પ્રખ્યાત મુનમુન દત્તા બાળપણથી જ ખૂબ જ સુંદર અને ટેલેંટેડ રહી છે અને આ તસવીર આ વાતનો પુરાવો છે. તસવીરમાં મુનમુન ને હાર્મોનિયમ વગાડતા જોઈ શકાય છે.

જેનિફર મિસ્ત્રી ઉર્ફે મિસિસ રોશન: ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં ગોગીની માતા અને રોશન સિંહ સોઢીની પત્ની મિસિસ રોશનનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી આજે પણ એટલી જ સુંદર દેખાય છે જેટલી તે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં દેખાતી હતી. આ બંને તસવીરમાં જેનિફર ટૂંકા વાળમાં જોવા મળી રહી છે.

રાજ અનડકટ ઉર્ફ ટપુ: ટપુનું પાત્ર પહેલા ભવ્ય ગાંધી નિભાવી રહ્યા હતા, પરંતુ તેમના દ્વારા શો છોડ્યા પછી ટપુનું પાત્ર રાજ અનડકટ નિભાવી રહ્યા છે. આ રાજના બાળપણની તસવીર છે. આ તસવીર જોઈને તમે રાજને ઓળખી શકશો નહિં.

સોનાલિકા જોશી ઉર્ફ માધવી ભાભી: તમે અંદાજ લગાવો કે આ કોની તસવીર છે. જો તમે તમારા લક્ષ્ય પર પહોંચી ગયા છો, તો ઠીક છે, નહીં તો અમે તમારી સમસ્યા હલ કરીશું. આ તસવીર છે શોમાં માધવી ભીડેના પાત્રમાં જોવા મળતી અભિનેત્રી સોનાલિકા જોશીની. આ તસવીર સોનાલિકાએ પોતે તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે.

કુશ શાહ ઉર્ફ ગોલી: કુશ શાહ આ ટેલિવિઝન શોમાં ગોલીની ભૂમિકા નિભાવે છે. તે શોમાં ખાવાના શોખીન છે અને ટપ્પુના નજીકના મિત્ર છે. આ તસવીર તેમના સ્કુલના સમયની છે. ગોલી આજે તારક મેહતાના સૌથી ફેવરિટ કલાકારોમાંથી એક છે. ગોલી અને જેઠાલાલની જોડી ખૂબ જ લોકપ્રિય છે.

શ્યામ પાઠક ઉર્ફ પોપટલાલ: તારક મેહતા શો માં, શ્યામ પાઠક પત્રકાર પોપટલાલની ભૂમિકા નિભાવે છે અને લગ્ન કરવા માટે આતુર છે. પરંતુ, એવું લાગે છે કે નસીબને કંઈક બીજું જ મંજુર છે, કારણ કે દર વખતે તેમના લગ્ન અટકી જાય છે.