એશ્વર્યા રાયની ફિલ્મ ‘કુછ ના કહો’માં પૂજાનું પાત્ર નિભાવનાર જેનિફર વિંગેટ આ સમયે ટીવીની મોટી સ્ટાર બની ચુકી છે. બાળ કલાકાર તરીકે જેનિફર બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે 10 વર્ષની ઉંમરમાં ફિલ્મ ‘અકેલે હમ અકેલે તુમ’ થી કરી હતી.
ત્યાર પછી, તે 12 વર્ષની ઉંમરમાં ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’માં જોવા મળી હતી. તે બાળ કલાકાર તરીકે ઘણા મોટા સ્ટાર્સ સાથે જોવા મળી ચુકી છે. જેનિફર વિંગેટ બાળ કલાકાર તરીકે એશ્વર્યા રાય બચ્ચન, રાની મુખર્જી, આમિર ખાન, મનીષા કોઈરાલા જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચુકી છે. તે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની ફિલ્મ ‘કુછ ના કહો’માં પૂજાના રોલમાં જોવા મળી હતી.
ટીવીની સ્ટાર છે જેનિફર વિંગેટ: જેનિફર વિંગેટ નાના પડદા પર પણ બાળપણથી જ કામ કરી રહી છે. મોટી થય પછી તે હવે ટીવીની સ્ટાર બની ચુકી છે. 36 વર્ષની જેનિફર વિંગેટ સરસ્વતીચંદ્રમાં કુમુદ દેસાઈ, બેહદમાં માયા મેહરોત્રા અને બેપનાહમાં ઝોયા સિદ્દીકીની ભૂમિકા નિભવી ચુકી છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. તે બેહદ 2 માં પણ જોવા મળી હતી. તેમાં તેના કો-સ્ટાર આશિષ ચૌધરી અને શિવિન નારંગ હતા. જેનિફર હવે વેબ સિરીઝમાં પણ કામ કરી રહી છે.
લગ્ન પછી થયા છૂટાછેડા: જેનિફર વિંગેટના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેનો જન્મ મુંબઈમાં અડધા મરાઠી અને અડધા ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ હેમંત વિંગેટ અને માતાનું નામ પ્રભા છે. તેના પિતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે અને માતા હાઉસવાઈફ છે. તેના મોટા ભાઈનું નામ મૂસા વિંગેટ છે.
2005 માં તે પોતાના કો-સ્ટાર કરણ સિંહ ગ્રોવરને ડેટ કરવા લાગી. તેની સાથે તે ટીવી શો ‘કસૌટી જિંદગી કી’ના સેટ પર મળી હતી. તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 9 એપ્રિલ 2012 ના રોજ, કરણ અને જેનિફર બંનેએ લગ્ન કર્યા. પરંતુ લગ્નના બે વર્ષ પછી બંનેએ વર્ષ 2014માં છૂટાછેડા લીધા હતા.