માતાના ખોળામાં તમને જોઈ રહેલી આ છોકરી આજે બની ચુકી છે ફિલ્મ અભિનેત્રી, સસરા હતા મહારાષ્ટ્રના CM તો પતિ છે અભિનેતા, જાણો કોણ છે આ છોકરી

બોલિવુડ

દરેક બાળક પોતાની માતાની ખૂબ નજીક હોય છે. તે પોતાની માતા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. ખાસ કરીને તેને તેની માતાના ખોળામાં રહેવું ખૂબ પસંદ હોય છે. તેથી લગભગ દરેક વ્યક્તિ પાસે એક એવી તસવીર જરૂર હોય છે જેમાં તે પોતાની માતાના ખોળામાં બેઠા હોય. આજે અમે તમને આવી જ એક છોકરીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. બસ ફરક માત્ર એટલો છે કે આ છોકરી બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ચુકી છે.

પૂર્વ સીએમની વહુ અને અભિનેત્રી છે આ છોકરી: આ તસવીરને ધ્યાનથી જુઓ. તેમાં તમને એક છોકરી પોતાની માતાના ખોળામાં જોવા મળી રહી છે. હવે તમારે ઓળખવું પડશે કે આ છોકરી કોણ છે. આ પ્રકારના કોયડાઓ અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. અમે તમને થોડી હિંટ આપીએ. આ છોકરી અત્યારે 35 વર્ષની છે. તે પોતે તો અભિનેત્રી છે જ, તેના પતિ પણ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા છે. સાથે જ તેના સસરા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

તો શું તમે આ છોકરીને ઓળખી ગયા? નહિં? ચાલો તમને જણાવીએ. આ છોકરી કોઈ અન્ય નહીં પરંતુ બોલિવૂડની ક્યૂટ અભિનેત્રી જેનેલિયા ડિસૂઝા છે. 5 ઓગસ્ટ 1987ના રોજ મુંબઈમાં જન્મેલી જેનેલિયાએ બોલિવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે વર્ષ 2003માં ‘તુઝે મેરી કસમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મના હીરો રિતેશ દેશમુખ હતા. રિતેશ જેનેલિયાના પતિ પણ છે. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા.

સસરા હતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી: જેનેલિયા ડિસૂઝાના સસરા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જોકે તે હવે આ દુનિયામાં નથી. તેમનું વર્ષ 2012માં નિધન થયું હતું. રિતેશ અને જેનેલિયાને બે પુત્રો છે. તેમના નામ રિયાયન અને રાયલ છે. જેનેલિયાની ફિલ્મી કારકિર્દી ખૂબ સારી રહી છે. તેને સૌથી વધુ ખ્યાતિ 2008માં આવેલી ફિલ્મ ‘જાને તુ યા જાને ના’થી મળી હતી.

ફિલ્મો ઉપરાંત જેનેલિયા જાહેરાતોમાંથી પણ સારી કમાણી કરે છે. તે ફેન્ટા, વર્જિન મોબાઈલ ઈન્ડિયા, ફાસ્ટ્રેક, એલજી મોબાઈલ, ગાર્નિયર લાઇટ, માર્ગો અને પર્ક ઈન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુકી છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અહીં તે રિતેશ સાથે ઘણી ફની રીલ્સ બનાવતી રહે છે. ચાહકોને આ બંનેની ક્યૂટ જોડી ખૂબ પસંદ આવે છે.

પતિ સાથે આ ફિલ્મમાં મળશે જોવા: વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘મિસ્ટર મમી’ નામની ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સામે રિતેશ દેશમુખ હતો. ફિલ્મમાં પણ તે તેનો પતિ બન્યો હતો. જોકે તે ફિલ્મમાં પ્રેગ્નન્ટ થઈ જાય છે. આ ઉપરાંત આ બંનેની જોડી ચાહકો મરાઠી ફિલ્મ ‘વેડ’માં જોશે. તેનું ટ્રેલર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.