કરીના-સૈફ એ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો પોતાના નાના નવાબનો જન્મદિવસ, જુવો ‘બોબ ધ બિલ્ડર’ થીમ્ડ બર્થડે પાર્ટીની જલક

બોલિવુડ

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો નાનો પુત્ર જેહ અલી ખાન 21 ફેબ્રુઆરીએ 2 વર્ષનો થઈ ગયો છે. બોલિવૂડની પ્રખ્યાત કપલે તેમના પુત્રનો બીજો જન્મદિવસ તેમના પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો. પાર્ટીની ઘણી તસવીરો મમ્મી કરીના અને ફઈ સબા પટૌડીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ચાલો તમને પણ બતાવીએ જેહની ‘બોબ ધ બિલ્ડર’ થીમ આધારિત બર્થડે પાર્ટીની ઝલક.

21 ફેબ્રુઆરી 2023 ના રોજ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર, કરીના કપૂર ખાને જહાંગીરના બીજા જન્મદિવસના સેલિબ્રેશનની તેના પતિ સૈફ અલી ખાન અને મોટા પુત્ર તૈમુર અલી ખાનની એક તસવીર શેર કરી હતી. તસવીરમાં, સૈફ અને તૈમૂર એક સુંદર ‘બોબ ધ બિલ્ડર’ થીમ આધારિત બેકગ્રાઉંડની સામે ઉભા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, સમગ્ર સ્થળને રંગબેરંગી ફુગ્ગાઓ, ટાયર અને એક નિર્માણાધીન સાઈટ સાથે સંબંધિત અન્ય સામગ્રીઓથી સજાવવામાં આવ્યું હતું. જો કે વેન્યૂ ખૂબ જ મનમોહક લાગી રહ્યું હતું.

જહાંગીરની ફઈ સબા અલી ખાન અને સોહા અલી ખાને પણ તેના જન્મદિવસની સુંદર ઝલક શેર કરી હતી. પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર શેર કરેલી સબાની સ્ટોરીમાં આપણે કરીનાને પોતાના પુત્રને ખોળામાં લઈને જોઈ શકીએ છીએ, જ્યારે તે સુંદરતાથી સજાવેલી કેકને નિહાળી રહ્યા હતા. સોહાની સ્ટોરીમાં આપણે જોયું કે કેવી રીતે તેણે જહાંગીર માટે તે થીમ પર આધારિત બાંધકામ સાઇટ સાથે સંબંધિત એક ‘યલો કેપ’ ગિફ્ટ કરી.

જહાંગીરની ફઈ સોહા અલી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જન્મદિવસના સ્થળની એક ઝલક શેર કરી છે. શેર કરેલા વિડિયોમાં આપણે કરીનાના રૂફટોપ પર આયોજિત બર્થડે વેન્યુની ઝલક સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તેમાં રંગબેરંગી ફુગ્ગાઓ અને પતંગો અને અન્ય ઘણી ચીજો જોઈ શકાય છે.

જેહના જન્મદિવસ પર આખો પરિવાર એક સાથે જોવા મળી રહ્યો છે. કરીના કપૂરે ઘરને ફુગ્ગાઓથી સજાવ્યું હતું. કરીના તેના લાડલા પુત્રને ખોળામાં લઈને કેક કટ કરતા જોવા મળી રહી છે. પટૌડી પરિવારના નાના પુત્ર જેહ બાબાના જન્મદિવસ પર પાપા સૈફ અલી ખાન અને માતા કરીના કપૂર ફુગ્ગાઓ વચ્ચે જોવા મળી રહ્યા છે.

કરીના-સૈફનો મોટો પુત્ર તૈમૂર પણ રમતા જોવા મળી રહ્યો છે. ચાહકો આ સુંદર તસવીરોની પ્રસંશા કરતા અભિનંદન આપી રહ્યા છે. સૈફ અલી ખાન પોતાની બહેનો સોહા અલી ખાન અને સબા અલી ખાન સાથે પોઝ આપતા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

જહાંગીર અલી ખાનના જન્મદિવસ પર એક પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂલ પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા. જણાવી દઈએ કે કરીના-સૈફના પુત્ર જેહના જન્મદિવસની પાર્ટીમાં તુષાર કપૂરનો પુત્ર, અંગદ બેદી તેના બાળકો સાથે, સોહા અલી ખાન, કુણાલ ખેમુ અને તેની પુત્રી ઈનાયા સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા.

ઈન્ટરનેટ પર સામે આવેલા એક વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જહાંગીરની બર્થડે પાર્ટીમાં મહેમાનો આવી રહ્યા છે. સૌથી પહેલા આપણે જહાંગીરની પિતરાઈ બહેન ઇનાયા નૌમી ખેમુને તેની માતા સોહા અલી ખાન અને ડેડી કુણાલ ખેમુ સાથે આવતા જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે અંગદ બેદીને તેના બાળકો સાથે જોઈ શકીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

જણાવી દઈએ કે, કરીના કપૂરે વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી કપલએ 2016 માં તેમના મોટા પુત્ર તૈમૂરનું સ્વાગત કર્યું, જ્યારે 2020 માં બીજા પુત્ર જેહ અલી ખાનને જન્મ આપ્યો. કપલ અવારનવાર બંને પુત્રો સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરતા જોવા મળે છે.