તૈમુર અને જહાંગીરે બહેન ઈનાયા સાથે કંઈક આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી રાખી, ફઈ સોહા એ શેર કરી આ સુંદર તસવીરો, તમે પણ જુવો તે તસવીરો

બોલિવુડ

રક્ષાબંધન એ વર્ષના સૌથી પ્રતીક્ષિત તહેવારોમાંથી એક છે અને બી-ટાઉન સેલેબ્સ પણ ખૂબ જ ઉત્સાહ સાથે આ તહેવાર સેલિબ્રેટ કરે છે. બોલિવૂડના સૌથી સુંદર સ્ટારકિડ્સ તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાને પોતાની બહેન ઇનાયા નૌમી ખેમુ સાથે આ તહેવાર સેલિબ્રેટ કર્યો. ચાલો તમને તેની ઝલક બતાવીએ.

ઈનાયા પોતાના ભાઈઓ તૈમુર અને જહાંગીરને ખૂબ જ પ્રેમ કરે છે. તૈમૂર, જેહ અને ઇનાયા સૌથી વધુ ડિમાંડ વાળાસ્ટાર કિડ્સ છે. પટૌડી પરિવારનો રાજકુમાર પોતાની સુંદર સ્ટાઈલથી દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. પટૌડી પેલેસમાં તહેવારોથી લઈને ભવ્ય ફંક્શન સુધી બધું તેની હાજરી વગર પૂર્ણ થતું નથી.

11 ઓગસ્ટ 2022 ની રાત્રે, સોહા અલી ખાને પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર પુત્રી ઇનાયા નૌમી ખેમુ, ભાઈ સૈફ અલી ખાન અને તેમના પુત્રો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન સાથે રક્ષાબંધનના તહેવારની ઘણી ઝલક શેર કરી. પહેલી તસવીરમાં સોહા પોતાના લાડલા ભાઈ સૈફ સાથે પોઝ આપતા બ્લેક ડ્રેસમાં ખૂબસુંદર લાગી રહી હતી. અન્ય તસવીરોમાં આપણે સોહાની પુત્રી ઇનાયાને તેના બે પ્રેમાળ ભાઈઓ સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવતા જોઈ શકીએ છીએ. આ સાથે તેણે લખ્યું છે, “હેપ્પી રક્ષાબંધન છોકરાઓ અને છોકરીઓ #happyrakshabandhan #rakhi.”

ગયા વર્ષે જહાંગીરે પોતાની પહેલી રક્ષાબંધન પોતાની બહેન ઇનાયા સાથે સેલિબ્રેટ કરી હતી. સોહાએ પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર જેહ અને ઇનાયાની પહેલી રાખીની સુંદર તસવીર શેર કરી હતી. તસવીરમાં ઈનાયા જેહને કિસ કરતી જોવા મળી હતી, તો જેહ તેને ક્યૂટ સ્ટાઈલમાં જોઈ રહ્યો હતો. ઇનાયાએ બ્લૂ ડ્રેસ પહેર્યો હતો જ્યારે જેહ પીળા ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. ભાઈ-બહેનની જોડીએ આપણું દિલ ચોરી લીધું હતું. સોહાએ ઈનાયાની પોતાના મોટા ભાઈ તૈમૂરના કાંડા પર રાખડી બાંધવાની એક તસવીર પણ પોસ્ટ કરી હતી, જે તેના પિતા સૈફના ખોળામાં બેઠો હતો.

હાલના સમયમાં અમને તૈમૂર-ઈનાયા અને જેહની રાખી સેલિબ્રેશનની તસવીરો ખૂબ પસંદ આવી! તો તમને આ તસવીરો કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો.