સામે આવી કરીના કપૂરના પુત્ર જેહની પહેલી તસવીર, ચાહકોએ જોતા જ કહ્યું કે – આ તો તૈમૂર જેવો જ લાગે છે, જુવો તેની પહેલી ઝલક

બોલિવુડ

અભિનેત્રી કરીના કપૂર ખાને આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં એક પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ તેમણે જેહ રાખ્યું છે. હવે તેમના પુત્ર જેહની પહેલી તસવીર સામે આવી છે. જે ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં કરીના જેહ સાથે છે. જે જોવામાં ખૂબ જ ક્યૂટ છે.

તેમનો બીજો પુત્ર જેહ જોવામાં તૈમૂર જેવો જ છે. કરીનાના પુત્ર તૈમૂરની જેમ જેહની આંખનો રંગ ખૂબ જ સુંદર છે. આ તસવીર જોઈને મોટાભાગના લોકો કહી રહ્યા છે કે જેહ તેના મોટા ભાઇ તૈમૂર જેવો દેખાય છે. ખરેખર કરિનાના નાના પુત્ર જેહની આ પહેલી તસવીર છે. જે સામે આવી છે. તેથી જ તે ઝડપથી વાયરલ થઈ રહી છે.

કરીના અને જેહની આ તસવીર એક ફેન પેજ પર શેર કરવામાં આવી છે. આ ફેન પેજ પર કુલ બે તસવીર શેર કરવામાં આવી છે. આ તસવીર શેર કરતી વખતે દાવો કરવામાં આવ્યો છે કે આ કરિના કપૂર અને તેના પુત્ર જેહની તસવીર છે. આ તસવીરોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે અમને તેમની બુકમાં કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો પણ જોવા મળી છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. પહેલી તસવીર તૈમુરની અને બીજી જેહની છે. આ તસવીરને જોઈને મોટાભાગના લોકો એ જ કહી રહ્યા છે કે જેહ તેના મોટા ભાઇ તૈમૂર જેવો દેખાય છે.

નોંધપાત્ર વાત એ છે કે હાલમાં જ કરીનાએ એક બુક લખી છે. જેનું નામ ‘પ્રેગ્નેંસી બાઇબલ’ છે. આ બુકમાં કરીનાએ માતા બનવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. આ બુક 9 જુલાઇના રોજ લોંચ કરવામાં આવી છે. આ સાથે જ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કરીના અને તેના પુત્રોની તસવીરો આ બુકમાંથી જ લેવામાં આવી છે.

પ્રખ્યાત સ્ટાર કિડ છે તૈમૂર: કરીનાનો મોટો પુત્ર તૈમૂર ખૂબ પ્રખ્યાત સ્ટાર કિડ છે. સોશિયલ મીડિયા પર તૈમૂરની તસવીરો ઘણીવાર વાયરલ થતી રહે છે. જેના કારણે કરીનાએ તેના નાના પુત્રને મીડિયાથી સંપૂર્ણપણે દૂર રાખ્યો હતો. કરીનાએ તેના નાના પુત્રની એક પણ તસવીર શેર કરી ન હતી. જો કે આ બુક દ્વારા તેના નાના પુત્રની તસવીર સામે આવી છે.

ટાઈટલના કારણે કોન્ટ્રોવર્સીમાં ઘેરાઈ: કરીના કપૂર ખાનની બુક ‘પ્રેગ્નન્સી બાઇબલ’ ટાઇટલને લઈને વિવાદોમાં ઘેરાયેલી છે. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અભિનેત્રી સામે ફરિયાદ પણ નોંધાઈ છે. ખરેખર બુકના ટાઈટલ પર બુધવાર ના રોજ ઈસુ ધર્મના સમુહનો ગુસ્સો ફૂટ્યો છે. પુસ્તકના નામ સામે વાંધો ઉઠાવતા બુધવારે મહારાષ્ટ્રના બીડ શહેરમાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જૂથે તેના પર સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

જણાવ્યું હતું પોતાનું ત્રીજું બાળક: જણાવી દઈએ કે કરીનાએ 9 જુલાઈએ આ બુક લોન્ચ કરી હતી. આ બુકને કરિનાએ તેના ત્રીજા બાળક તરીકે જણાવી હતી. બુકના પ્રમોશનના સંદર્ભમાં તેણે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી હતી અને એક પોસ્ટમાં લખ્યું હતું કે આ બુક તેમનું ત્રીજું બાળક છે. અભિનેત્રીએ કહ્યું હતું કે આ બુકમાં તેમણે પોતાની બંને પ્રેગ્નેંસી દરમિયાન અનુભવેલા શારીરિક અને ઈમોશનલ અનુભવોનો ઉલ્લેખ કર્યો છે.