દુનિયાના સૌથી અમીર લોકોના લિસ્ટમાં શામેલ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ઘરે ફરી એકવાર શરણાઈ વાગવાની છે. હા, ભારતના દિગ્ગજ બિઝનેસમેન ગૌતમ અદાણીના ઘરે ખુશીએ દસ્તક આપી છે. તેમના પુત્ર જીત અદાણીએ 12 માર્ચ 2023ના રોજ દિવા જૈમિન શાહ સાથે સગાઈ કરી છે. સગાઈ સેરેમની અમદાવાદ, ગુજરાતમાં આયોજિત કરવામાં આવી હતી. તે ખૂબ જ પ્રાઈવેટ સેરેમની હતી, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ શામેલ થયા હતા.
રિપોર્ટ મુજબ, દિવા જૈમિન શાહ એક હીરા ઉદ્યોગપતિની પુત્રી છે. હા, દિવા જૈમીન શાહ સી. દિનેશ એન્ડ કો. પ્રા. લિમિટેડના માલિક જૈમિન શાહની પુત્રી છે, જેઓ સુરતના હીરા માર્કેટ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. આ કંપનીની સ્થાપના ચિનુ દોશી અને દિનેશ શાહે કરી હતી. હવે દિવા જૈમિન શાહ ટૂંક સમયમાં જ નાની વહુ તરીકે અદાણી પરિવારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. પરંતુ લગ્નની તારીખનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
જીત અદાણી અને દિવા જૈમીન શાહની સગાઈની તસવીર: તમને જણાવી દઈએ કે જીત અદાણી અને દિવા જૈમિન શાહની સગાઈની સેરેમની ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી. આ કારણોસર હજુ સુધી તેના વિશે ખૂબ ઓછી માહિતી મળી છે. માત્ર એક જ તસવીર સામે આવી છે, જેમાં જીત અદાણી અને દિવા જૈમિન શાહ પેસ્ટલ પિંક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. તેમણે પેસ્ટલ ટોનમાં ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા હતા. દિવા જૈમિન શાહ પેસ્ટલ બ્લુ દુપટ્ટા સાથે એમ્બ્રોઇડરી કરેલા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સાથે જ હળવા રંગના એમ્બ્રોઇડરીવાળા જેકેટ સાથે પેસ્ટલ બ્લુ કુર્તા સેટમાં તેની સાથે ટ્યુનિંગ કરતા, જીત અદાણી પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
જાણો જીત અદાણી વિશે: તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણીને બે પુત્રો છે. મોટા પુત્રનું નામ કરણ અદાણી અને નાના પુત્રનું નામ જીત અદાણી છે. 7 નવેમ્બર 1997ના રોજ જન્મેલા જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, યુએસએમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેઓ વર્ષ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયા હતા અને હાલમાં ‘ગ્રુપ ફાઈનાન્સ’ના વાઇસ પ્રેસિડેન્ટ છે. જીત અદાણી અને તેમના મોટા ભાઈ કરણ બંનેએ વિદેશમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તમને જણાવી દઈએ કે જીત અદાણીને વર્ષ 2022માં અદાણી ગ્રુપમાં વાઇસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વર્ષ 2013માં થયા હતા મોટા પુત્ર કરણના લગ્ન: સાથે જ ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીના લગ્ન દેશના જાણીતા કોર્પોરેટ વકીલ સિરિલ શ્રોફની પુત્રી પરિધિ શ્રોફ સાથે વર્ષ 2013માં થયા હતા. બંનેના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. કરણ ‘અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ’ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને ‘અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ’ના ડિરેક્ટર છે.
જણાવી દઈએ કે અદાણી ગ્રુપનો દેશ દુનિયામાં એક મોટો બિઝનેસ છે. આ ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી છે. અદાણી ગ્રૂપ મુખ્યત્વે બંદરો, તેલ અને ગેસ સંશોધન, વીજ ઉત્પાદન, કોલસાના વેપાર, ગેસ વિતરણ અને કોલસાના ખાણકામના વ્યવસાયમાં જોડાયેલું છે.