બોલિવૂડમાં એવા ખૂબ જ ઓછા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે. જેમણે પોતાની પહેલી જ ફિલ્મથી લોકોના દિલ અને મગજ પર એવી છાપ છોડી છે અને પછી તેઓ જીવનભર તે જ પાત્રથી ઓળખાયા હોય. આટલું જ નહીં કેટલીક વખત લોકોને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણી ફ્લોપ ફિલ્મો પણ કરવી પડે છે. છતાં પણ તેમની ઓળખ બની શકતી નથી. જોકે કેટલાક લોકોને નસીબનો સાથ પણ મળે છે અને પરિણામે સફળતા તેમના પગમાં રહે છે. આવી જ કંઈક જયા બચ્ચનની ફિલ્મી સફર પણ રહી છે.
અમિતાભ બચ્ચનની પત્ની, સપાની પૂર્વ સભ્ય અને એક આદર્શ મહિલા હોવાની સાથે, જયા બચ્ચનમાં તે તમામ ગુણ છે જે તેમને એક સફળ અભિનેત્રી બનાવે છે. તે તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. જણાવી દઈએ કે જયા બચ્ચનનો જન્મ 09 એપ્રિલ 1948 ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. જયા બચ્ચન જાણીતા પત્રકાર તરુણ કુમાર ભાદુરીની ત્રણ પુત્રીઓમાંથી સૌથી મોટી છે. જયા ભાદુરીના પિતાનું સાચું નામ સુધાંશુ ભૂષણ હતું જેણે પાછળથી નામ બદલીને તરુણ કુમાર ભાદુરી રાખ્યું. આઝાદી પહેલા તેઓ એક્ટિવ રાજકારણી હતા, જે આઝાદી પછી પત્રકાર બન્યા.
જયા બચ્ચને ભોપાલની સેન્ટ જોસેફ કાન્વેન્ટ સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ મેળવ્યું. શાળાના દિવસોથી જ જયા રમતગમતમાં ખૂબ આગળ હતી, જેનું ફળ તેમને 1966 માં મળ્યું જ્યારે તેમને વડાપ્રધાનના હાથે N.C.C. શ્રેષ્ઠ કેડેટ હોવાનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત જયા બચ્ચને ભરતનાટ્યમની તાલીમ પણ લીધી હતી. જણાવી દઈએ કે તેમના અભ્યાસ દરમિયાન જ ઋષિકેશ મુખર્જીએ તેમને પોતાની ફિલ્મ ‘ગુડ્ડી’ માટે તેમને પસંદ કરી હતી.
પોતાનો અભ્યાસ પૂર્ણ થતાની સાથે જ 1971 માં, જયા બચ્ચનને ફિલ્મ “ગુડ્ડી” તરીકે પડદા પર આવવાની તક મળી. અહીં પહેલી વખત જયા ભાદુરીની મુલાકાત અમિતાભ બચ્ચન સાથે થઈ જે પછી એક સફળ જોડી બની. જયા બચ્ચને “ગુડ્ડી” નું પાત્ર કંઈક એવી રીતે નિભાવ્યું કે લોકો તેને આજે પણ યાદ કરે છે.
ગુડ્ડી પછી બોલિવૂડ અભિનેત્રી જયા બચ્ચને પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે સમય દરમિયાન પોતાની કારકિર્દીના પીક પર, જયાએ અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. જો જયા બચ્ચનની બહેન રીટા વર્મા વિશે વાત કરીએ તો તે હંમેશા લાઇમલાઈટથી દૂર પોતાનું જીવન જીવે છે. જયાના જિજા રાજીવ વર્મા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા છે. રાજીવ વર્માએ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
જણાવી દઈએ કે રાજીવ વર્મા સાથે રીટા વર્માએ લવ મેરેજ કર્યા હતા. રાજીવ અને રીટાની મુલાકાત તેમના થિયેટરના દિવસો દરમિયાન થઈ હતી. રાજીવે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બંને સાથે ભોપાલમાં થિયેટર કરતા હતા. ત્યાર પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જોકે રીટા વર્માએ પોતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રાખી. ભલે તેની બહેન જયા બચ્ચને ઘણી લોકપ્રિયતા મળી છે પરંતુ રીટા વર્મા આજે પણ ભોપાલમાં રહે છે.
એક ઇન્ટરવ્યુ મુજબ રીટા અને રાજીવ ભોપાલ થિયેટર્સ અને હોટલ સરલ ગ્રુપના માલિક છે. રાજીવે શરૂઆતમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. રાજીવ વર્માને એક વખત સલમાન ખાનના ઓનસ્ક્રીન પિતા બનવા વિશે પૂછવામાં આવ્યું હતું. પછી તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, “જ્યારે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે મારી ઉંમર 38 વર્ષ હતી. હવે આવી સ્થિતિમાં કોઈ ડાયરેક્ટર મને હીરો તો બનાવશે નહિં. બનીશ તો પિતા. સલમાન મારી સામે બિલકુલ બાળક હતો.”
આ કારણે ભોપાલ પહોંચ્યા હતા અમિતાભ બચ્ચન: જણાવી દઈએ કે ભલે અમિતાભ બચ્ચન મુંબઈમાં રહે છે, પરંતુ પરિવારના ઘણા ખાસ પ્રસંગો પર આખા પરિવાર સાથે પણ જોવા મળે છે. ગયા વર્ષે ઇન્દિરા ભાદુરીના જન્મદિવસ પર બચ્ચન પરિવાર ભોપાલ પહોંચ્યો હતો. અમિતાભ સાથે જયા બચ્ચન, અભિષેક અને શ્વેતા બચ્ચન પણ હતા. અમિતાભ બચ્ચન પહોંચે તે પહેલા જ શહેરની સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. આટલું જ નહીં એક મીડિયા હાઉસ સાથે વાત કરતી વખતે રીટા વર્માએ અમિતાભ બચ્ચનની ઘણી પ્રશંસા પણ કરી હતી.
તે દરમિયાન રીટા વર્માએ કહ્યું હતું કે, “અમિતાભ બચ્ચન ખૂબ જ નરમ સ્વભાવના છે. સાથે જ જયા દીદી થોડા કઠોર છે. અમિતાભ બચ્ચનને ગુસ્સો ખૂબ ઓછો આવે છે. એક વખત અમારો આખો પરિવાર કાર દ્વારા ક્યાંક જઈ રહ્યો હતો અને ડ્રાઈવર ખૂબ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. અમિતાભે તે જ સમયે કાર રોકીને ડ્રાઈવરને ધીમે ગાડી ચલાવવા કહ્યું. તે સમય દરમિયાન પહેલી પખત મેં તેને થોડો ગુસ્સે જોયા.