અમિતાભે આ નામથી સેવ કર્યો છે જયા બચ્ચનનો ફોન નંબર, પોતે જ કર્યો તેનો ખુલાસો

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અમિતાભ બચ્ચન અને પ્રખ્યાત અભિનેત્રી જયા બચ્ચનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે. લગ્ન પછી બંને લગભગ 48 વર્ષથી સાથે છે. બંનેએ વર્ષ 1973 માં લગ્ન કર્યા અને આ જોડીએ ખૂબ નામ કમાવ્યું છે.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચનની જોડી અવારનવાર ચર્ચામાં રહે છે. અમિતાભ બચ્ચન અવારનવાર પોતાના શો ‘કૌન બનેગા કરોડપતિ’ પર કંઈક ને કંઈક ખુલાસા કરતા રહે છે. ઘણી વખત તે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાતો પણ ચાહકોને જણાવતા રહે છે. આવી જ રીતે એક વખત તેમણે એ જણાવ્યું હતું કે તેમણે પોતાના ફોનમાં પોતાની પત્ની જયા બચ્ચનનો નંબર કયા નામથી સેવ કર્યો છે.

જણાવી દઈએ કે આ કિસ્સો બિગ બીના શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 11 મી સીઝન સાથે જોડાયેલો છે. હાલમાં તો અમિતાભ બચ્ચન કેબીસીની 13 મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે, જો કે તેની 11 મી સીઝનમાં તેમણે આ વિશે વાત કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. એક સ્પર્ધકના સવાલ પર તેમણે આ મોટો ખુલાસો કર્યો હતો.

કૌન બનેગા કરોડપતિની 11 મી સીઝનના એક એપિસોડમાં ઉત્તરાખંડના એક સ્પર્ધક સુમિત તડીયાલે ભાગ લીધો હતો. રમતની વચ્ચે વાતચીતમાં સુમિતે બીગ બીને એક રમુજી સવાલ પૂછ્યો હતો. ખરેખર મજાક-મજાકમાં સુમિતે અમિતાભને પૂછ્યું હતું કે, ‘તમે જયાજીનો નંબર કયા નામે સેવ કર્યો છે?’ તો બિગ બીએ પણ તેનો ખુલાસો કર્યો હતો.

આ પહેલા અમિતાભે સુમિતને પૂછ્યું હતું કે, તમે બંને (પતિ -પત્ની) ઘર પર કેવી રીતે રહો છો? તો જવાબમાં સ્પર્ધકે કહ્યું હતું કે, ખૂબ ઝઘડો થાય છે સર. આગળ, અમિતાભે સુમિતની પત્નીને સવાલ કર્યો અને પૂછ્યું કે તમે તેને ઘર પર શું કહીને બોલાવો છો? તો સુમિતની પત્નીએ કહ્યું કે, હું તેમને તે કહીને બોલાવું છું. સાથે જ આગળ માહિતી આપતા સુમિતે જણાવ્યું હતું કે તેમણે પત્નીનું નામ મોબાઇલમાં ‘સુનતી હો’ ના નામથી સેવ કર્યું છે.

આગળ બિગ બીએ પણ આ વિશે ચાહકોને જણાવ્યું કે તેમણે ક્યા નામથી પોતાના ફોનમાં જયાનો ફોન નંબર સેવ કર્યો છે. સુમિતે કહ્યા પછી અમિતાભે કહ્યું કે, ‘અમે પણ ફોનમાં ‘JB’ના નામથી જયાજીનો નંબર સેવ કર્યો છે.’ સાથે જ બિગ બીએ કહ્યું હતું કે લગ્નના આટલા વર્ષો પછી પણ જો હું લગ્નની ડેટ ભૂલી જાવ છું તો જયા તરફથી ડાંટ ખાવી પડે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જયા બચ્ચન લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે અને તે રજકારણમાં એક્ટિવ છે. જણાવી દઈએ કે જયા બચ્ચન સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ છે.

સાથે જ બિગ બીના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો તે કેબીસી 13 ને હોસ્ટ કરીને હેડલાઇન્સ બનાવી રહ્યા છે. દરેક સિઝનની જેમ ચાહકો આ સિઝનની પણ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ તેમની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ચાહકોને આવનારા દિવસોમાં મેડે, બ્રહ્માસ્ત્ર, ગુડબોય, ઝુંડ અને બટરફ્લાઈ જેવી ફિલ્મોમાં જોવા મળશે.