એશ-અભિષેક કરતા વધારે છે જયા-અમિતાભની કમાણી,જાણો કેટલી છે સુપરસ્ટાર અમિતાભની કમાણી

બોલિવુડ

બચ્ચન પરિવાર બોલીવુડનો સૌથી શક્તિશાળી પરિવાર છે. બચ્ચન પરિવારનો સમગ્ર બોલિવૂડમાં સિક્કો છે. છેલ્લા લગભગ ચાર દાયકાથી અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તે જ સમયે, તેમનો પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન પણ લાંબા સમયથી ફિલ્મોમાં એક્ટિવ છે. અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન રાજ્યસભાના સાંસદ છે. આજે અમે તમને આ પરિવારની સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એશ-અભિષેક કરતા વધારે છે જયા-અમિતાભની કમાણી:તમારી માહિતી માટે જણાવી દઈએ કે પોતાના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન કરતા વધારે કમાણી જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનની છે. જ્યારે જયા અને અમિતાભની કુલ સંપત્તિ 2800 કરોડ રૂપિયા છે. આ એવરગ્રીન કપલ પાસે જલસા અને પ્રતિક્ષા નામના બે બંગલા છે. આ બંને બંગલા મુંબઈમાં છે. માત્ર મુંબઇમાં જ નહીં, પરંતુ ભોપાલ, પુના, અમદાવાદ અને ફ્રાન્સમાં પણ તેમની સંપત્તિ છે.

જયા પાસે છે 62 કરોડની જ્વેલરી:જણાવી દઈએ કે જયા બચ્ચન હાલમાં રાજ્યસભાના સાંસદ છે પરંતુ તેમણે રાજકીય કારકીર્દિની શરૂઆત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે કરી હતી. રાજકારણમાં પ્રવેશ કરતી વખતે તેમણે તેમની કુલ સંપત્તિ રૂ. 1000 કરોડ જાહેર કરી હતી. એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જયા અને અમિતાભ પાસે 12 કાર અને સાથે સાથે 62 કરોડ રૂપિયાની જ્વેલરી છે.

અભિષેક-એશ્વર્યાની કમાણી:તે જ સમયે, જો તેમના પુત્ર અને પુત્રવધૂ વિશે વાત કરવામાં આવે તો અભિષેકની ફિલ્મી કારકિર્દી ખૂબ સફળ નથી પરંતુ અભિષેક એક સારો બિઝનેસમેન છે. તેથી જ તેની આવકનો મુખ્ય સ્રોત બિઝનેસ છે. અભિષેક બચ્ચન પ્રો કબડ્ડી લીગની ટીમ જયપુર પિંક પેન્થર્સના માલિક અને ઈન્ડિયન સુપર લીગની ચેન્નાઈ એફસીના કો-ઓનર છે.અહેવાલો અનુસાર અભિષેકની કુલ સંપત્તિ આશરે 200 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે જેગુઆર એક્સજે, મર્સિડીઝ બેન્ઝ એસ 500, બેન્ટલે સીજીટી, રેંજ રોવર જેવી ઘણી લક્ઝરી કાર છે. સાથે જ તેમના નામે બાન્દ્રામાં એક એપાર્ટમેન્ટ પણ છે.

બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચનની કમાણીના સ્ત્રોત ફિલ્મો, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ અને કોન્ટ્રાક્ટ છે. આ સિવાય એશ્વર્યા મોટી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તેની કુલ સંપત્તિ 250 કરોડ રૂપિયા છે. સાથે જ તે મર્સિડીઝ એસ 500, બેન્ટલી સીજીટી, સેંચુરી ફૉલ્સ વિલા, દુબઇમાં એક એપાર્ટમેન્ટની માલિક પણ છે.

જ્યારે ગરીબ બન્યો હતો બચ્ચન પરિવાર:જો કે, બચ્ચન પરિવારને ગરીબીનો પણ સામનો કરવો પડ્યો છે. આ વાત વર્ષ 2000 ની છે, આ દરમિયાન અમિતાભ બચ્ચન સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયા હતા. અહેવાલો અનુસાર તેમની ઉપર 90 કરોડનું દેવું હતું. તેની પાસે ન તો ફિલ્મો હતી કે ન તો કોઈ અન્ય પ્રોજેક્ટ્સ. તેમની કંપની એબીસીએલ (અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ) બંધ થવા પર હતી. તેને સતત ધમકીઓ પણ મળવા લાગી હતી.

કૌન બનેગા કરોડપતિથી બદલાઈ ગયું નસીબ :જ્યાં આપણે કૌન બનેગા કરોડપતિ શો દ્વારા સામાન્ય લોકોનું નસીબ બદલાઈ જતા જોઈએ છે. તે જ સમયે, આ જ શોથી અમિતાભ બચ્ચનનું નસીબ પણ બદલાઈ ગયું. સ્ટાર પ્લસે અમિતાભ બચ્ચનને શો હોસ્ટ કરવાની ઓફર કરી હતી. અમિતાભે આ માટે હા પાડી અને તે તેમના જીવનનો એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.

 

Leave a Reply

Your email address will not be published.