ટીવી અભિનેત્રીથી ઈન્ટરનેટ સેન્સેશન અને સોશિયલ મીડિયા સ્ટાર બનેલી જન્નત ઝુબેર કોઈ ઓળખની મોહતાજ નથી. નાના પડદાથી લઈને સોશ્યિલ મીડિયા પર તેના જલવા જોવા મળે છે. જન્નત ઝુબૈર અત્યારે માત્ર 21 વર્ષની છે પરંતુ આટલી નાની ઉંમરમાં તેણે મોટું નામ કમાઈ લીધું છે.
જન્નત કોઈ પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રીની જેમ ઓળખ ધરાવે છે. તે ખૂબ પ્રખ્યાત હોવાની સાથે જ ખૂબ જ સુંદર પણ છે. જન્નતને સોશિયલ મીડિયા પર કરોડોની સંખ્યામાં લોકો ફોલો કરે છે. જન્નતે પોતાની એક્ટિંગ અને પોતાની સુંદરતાના આધારે ઘણા ચાહકો બનાવ્યા છે.
આજે જન્નત પાસે સુખ-સુવિધા ની દરેક ચીજ હાજર છે. તેની પાસે લક્ઝરી ઘર, લક્ઝરી કાર અને કરોડો રૂપિયાની સંપત્તિ છે. સાથે જ ચાહકોનો અઢળક પ્રેમ અને કરોડો ચાહકો પણ તેની પાસે છે. ચાલો આજે તમને આ લેખમાં અમે જન્નતની લક્ઝરી લાઈફ, તેના કાર કલેક્શન, તેની સંપત્તિ વગેરે વિશે જણાવીએ.
જન્નત ઝુબેરનું પૂરું નામ જન્નત ઝુબેર રહમાની છે. 21 વર્ષની જન્નતનો જન્મ 29 ઓગસ્ટ 2001ના રોજ ‘માયાનગરી’ મુંબઈમાં થયો હતો. તમને જણાવી દઈએ કે જન્નતે બાળ કલાકાર તરીકે ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. માત્ર 9 વર્ષની નાની ઉંમરમાં તે સીરિયલ ‘દિલ મિલ ગયે’માં જોવા મળી હતી.
જન્નતને લોકપ્રિયતા અને સફળતા સિરિયલ ‘ફુલવા’થી મળી હતી. ત્યાર પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ સિરિયલમાં કામ કર્યા પછી તે સફળતાની સીડી ચઢતી ગઈ. જન્નત વર્ષ 2017માં શરૂ થયેલી કલર્સ ટીવી સીરિયલ ‘તુ આશિકી’માં પણ જોવા મળી હતી. તેમાં તેણે અભિનેતા ઋત્વિક અરોરા સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
જન્નતનું કાર કલેક્શન: જન્નત ઘણી લક્ઝરી અને મોંઘી કારની માલિક છે. તેના કાર કલેક્શનમાં બ્રિટિશ-સ્ટાઈલની જગુઆર એક્સજેએલ શામેલ છે. તેની કિંમત 1.20 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે જન્નતે આ કાર પોતાના 19માં જન્મદિવસ પર વર્ષ 2020 માં ખરીદી હતી.
આ મોંઘી અને લક્ઝરી કાર ઉપરાંત જન્નત પાસે અન્ય ઘણી કાર છે. તેના કાર કલેક્શનમાં Audi Q7 પણ શામેલ છે. મળતી માહિતી મુજબ, જન્નત ઝુબેરની આ કારની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે. આ એક ખૂબ જ લક્ઝરી કાર છે.
જન્નત ઝુબૈર પાસે 20 લાખ રૂપિયાની ફોર્ડ એન્ડેવર હરિકેન પણ છે: જન્નત પાસે 1.20 કરોડ રૂપિયાની કિંમતની બ્રિટિશ સ્ટાઈલની Jaguar XJL અને 80 લાખ રૂપિયાની Audi Q7 ઉપરાંત એક 20 લાખ રૂપિયાની કિંમતની કાર છે. તે ફોર્ડ એન્ડેવર હરિકેનની પણ માલિક છે. કુલ મળીને જન્નતનું કાર કલેક્શન જ બે કરોડનું છે. જણાવી દઈએ કે ફોર્ડ એન્ડેવર હરિકેન જન્નતની પહેલી કાર છે.
જન્નતની કુલ સંપત્તિ: જન્નતની કુલ સંપત્તિની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ મુજબ, 21 વર્ષની આ હસીના 7 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.
જન્નનું ઘર: જન્નતે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા લખ્યું હતું કે, “કારણ કે સપના સાચા થાય છે..!! સપનાના ઘરની સ્ટોરી જેને સાંભળીને હું મોટી થઈ છું તે છેવટે મારી આંખો સામે છે. #અલહમદુલિલ્લાહ”. તેના સપનાના ઘરનું કામ ચાલી રહ્યું છે.