બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના બાળકો સાથે પણ સુંદર તસવીરો અને ફની વીડિયો શેર કરતી રહે છે. હવે આ દરમિયાન દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ જોવા મળી. સામાન્ય લોકોની સાથે, બોલિવૂડ સેલેબ્સે પણ આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો અને તેમના બાળકોને કાન્હા-રાધા બનાવીને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી.
આ દરમિયાન અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ પોતાના બે બાળકો વિયાન અને સમિષાને કૃષ્ણ રાધા બનાવ્યા, મટકી ફોડવામાં આવી અને તેની સાથે જોડાયેલી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી, જેના પર ચાહકો પ્રેમ લુટાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો ક્યૂટ વીડિયો: વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિયાન અને સમીશા રાધા કૃષ્ણ બનેલા જોવા મળી રહ્યા છે. આ કોસ્ચ્યુમમાં આ બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. સાથે જ વિયાને મટકી ફોડવાની રસમ નિભાવી. આ સુંદર વીડિયોના બેકગ્રાઉન્ડમાં સોનાક્ષી સિન્હાનું ગીત ‘ગો ગો ગોવિંદા..’ વાગી રહ્યું છે. સાથે જ વીડિયોના અંતે, શિલ્પા શેટ્ટી ‘હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી’ ના નારા લગાવતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ચાહકો પણ કમેન્ટ કરીને બંને બાળકોની પ્રસંશા કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘સો ક્યૂટ લિટલ બાબા એન્જોય વિથ ફેમિલી’ સાથે જ એક યુઝરે લખ્યું કે, ‘જય શ્રી કૃષ્ણ’ એક અન્યએ લખ્યું છે, ‘જન્માષ્ટમીની શુભકામના’ એક યુઝરે લખ્યું કે બ્યુટીફુલ’ એકે લખ્યું છે, ‘હેપ્પી જન્માષ્ટમી’. આ ઉપરાંત ઘણા યુઝર્સે પણ કોમેન્ટ કરી. નોંધપાત્ર છે કે, શિલ્પા શેટ્ટી અવારનવાર પોતાના બાળકો સાથે વીડિયો શેર કરતી રહે છે.
View this post on Instagram
આ ફિલ્મમાં જોવા મળશે શિલ્પા: વાત કરીએ શિલ્પા શેટ્ટીના વર્ક ફ્રન્ટ વિશે તો, તે છેલ્લે 17 જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દસાની અને અભિનેત્રી શર્લી સેઠિયા જોવા મળ્યા હતા. જો કે તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.
જો રિપોર્ટ્સનું માનીએ તો શિલ્પા વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ દ્વારા ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સિરીઝમાં શિલ્પા શેટ્ટી એક પોલીસ ઓફિસરના પાત્રમાં જોવા મળશે જેમાં ખૂબ જ એક્શન જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સિરીઝમાં શિલ્પા શેટ્ટી ઉપરાંત પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે અને તેના માટે તે દરરોજ કસરત અને યોગની મદદ લે છે.