આ જગ્યા પર રાત્રે નહીં પરંતુ દિવસે ઉજવવામાં આવે છે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, 477 વર્ષ પહેલા થયો હતો આવો ચમત્કાર

ધાર્મિક

30 ઓગસ્ટના રોજ ધામધૂમથી ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ ઉજવવામાં આવશે. સોમવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે અને તે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંથી એક છે. હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે. આ વખતે આ શુભ પ્રસંગ 30 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે. જણાવી દઈએ કે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથી પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો.

દેશ અને દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણનો જનમોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જોકે આ દિવસ મથુરા, ગોકુળ અને બ્રજવાસીઓ માટે ખૂબ જ ખાસ છે. દરેક જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ રાત્રે થાય છે, જોકે આજે અમે તમને એક એવી જગ્યા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જ્યાં ભગવાનના જન્મનો ઉત્સવ દિવસે ઉજવવામાં આવે છે. અહીંની કૃષ્ણ જન્માષ્ટમી અન્ય જગ્યાની સરખામણીમાં એટલા માટે અલગ અને વિશેષ બને છે.

આ વાત છે બ્રજના એક મંદિર વિશે. ભગવાન શ્રી કૃષ્ણને હંમેશાથી બ્રજ પ્રિય રહ્યું છે. બ્રજમાં એક એવું મંદિર છે જ્યાં કૃષ્ણ જન્મોત્સવ રાત્રે નહીં પરંતુ દિવસે ઉજવવામાં આવે છે. વૃંદાવનના રાધારમણ મંદિરમાં પણ દર વર્ષે આવું જ થાય છે. તેની પાછળનું કારણ રાધારમણલાલજુના સવારમાં પ્રગટ થવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ મંદિરમાં દિવસ દરમિયાન જ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવી યોગ્ય માનવામાં આવે છે.

સોમવારે સવારે ભગવાનનો વિધિપૂર્વક દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, ગંગા-યમુનાજળ અને જડીબુટ્ટીઓથી મહાભિષેક થશે. સવારે 10 વાગ્યાથી શ્રી કૃષ્ણના શણગારનું કામ શરૂ થશે. કહેવાય છે કે આજથી લગભગ 477 વર્ષ પહેલા રાધારમણલાલજુ શાલીગ્રામ શીલામાંથી વૈશાખ શુક્લ પૂનમની વહેલી સવારે બેલા માંથી પ્રગટ થયા હતા. મંદિર સેવાયત વૈષ્ણવાચાર્ય અભિષેક ગોસ્વામી કહે છે કે આચાર્ય ગોપાલ ભટ્ટની ઈચ્છા શાલીગ્રામ શિલામાં જ ગોવિંદદેવજીનું મુખ, ગોપીનાથજીનું વક્ષસ્થળ અને મદનમોહનજીના ચારણાવિંદના દર્શનની હતી.

કહેવાય છે કે ભગવાન નૃસિંહદેવના પ્રાગટ્ય દિવસ પર ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ પોતાના આરાધ્ય સામે આવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ગોપાલ ભટ્ટને તેમની સાધના અને ભક્તિનું ફળ મળ્યું અને પછી વૈશાખ શુક્લ પૂનમની સવારે શાલીગ્રામ શીલાથી રાધારમણલાલજુ પ્રગટ થયા. ત્યાર પછીથી આ જ સ્થળ પર જન્માષ્ટમી ઉજવવામાં આવી રહી છે. તેની શરૂઆત ખુદ ગોપાલ ભટ્ટ ગોસ્વામીના હસ્તે થઈ હતી અને આજ સુધી સદીઓથી, દાયકાઓથી આવું જ થતું આવી રહ્યું છે.

477 વર્ષથી બળી રહી છે અગ્નિ: મંદિરની આ પરંપરા ઉપરાંત મંદિરને એક વાત સૌથી વિશેષ અને આશ્ચર્યજનક બનાવે છે. ખરેખર છેલ્લા 477 વર્ષથી અહીં સતત ભઠ્ઠી સળગી રહી છે. વિગ્રહ સ્થાપના દરમિયાન હવન દ્વારા ઉત્પન્ન થયેલી અગ્નિ આજ સુધી સળગી રહી છે અને તે કોઈ ચમત્કારથી ઓછી નથી. જણાવી દઈએ કે મંદિરમાં ક્યારેય માચીસનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અહી મંદિરની રસોઈ સહિત અનેક કાર્ય આ અગ્નિથી જ થાય છે.